ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બાળઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં


       સુરતના પોલિસમેન(!) અને મિત્રોનું આવકાર્ય, અનુકરણીય, સ્તુત્ય અભિયાન.

[ આમ તો હસમુખભાઈ પટેલ સુરતના નાયબ પોલીસ મહાનિરીક્ષક છે. પણ બાલમાનસ માટે સંવેદનશીલ જણ છે. વિપશ્યનાના સાધક પણ છે. તેમનો સ્પ- પરિચય આ રહ્યો.

એમનો સંદેશો બહુ જ ગમી ગયો.  આ રહ્યો.

વ્હાલા મિત્ર,

        આપણે Parenting for Peace (બાળઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં) અભિયાન ચલાવી રહ્યા છીએ. હાલ સુરતના મિત્રો મળી વ્યવસ્થિત રીતે કામ કરી રહેલ છે.

અમારું વિઝન ‘પ્રેમ અને આનંદભર્યા બાળપણ દ્વારા શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ’ છે.

બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે તે જે અનુભવે છે તે શીખે છે. જો તેઓ પ્રેમ અને આનંદ પામે છે તો તે સમાજને પ્રેમ અને આનંદ પાછો આપે છે. જો તેઓ હિંસાનો અનુભવ કરે તો સમાજને હિંસા પાછી મળે છે. જો આપણે સમાજમાં શાંતિ ઈચ્છતા હોઈએ તો આપણે આ વિષચક્ર તોડવું પડશે, તેની શરૂઆત બાળઉછેરથી કરવી પડશે.

આ વિભાવનાને આધારે આ પ્રવૃત્તિ રાજયભરમાં વ્‍યવસ્‍થિત રીતે શરૂ થાય તે હેતુથી તા. ૧૯–૨૦ જુલાઈના રોજ સુરત ખાતે રાજયકક્ષાનું બે દિવસનું સંમેલન આયોજવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓમાંથી સક્રિય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો,સંમેલનને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. તે અનુસંધાને ગુજરાતના વિવિધ શહેરોમાં (અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વલસાડ, વડોદરા, કરજણ,નવસારી) અભિયાનના વિઝનને ધ્યાનમાં રાખી Parenting for Peaceના બેનર હેઠળ બાળઉછેરને લગતી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.  

  આ અભિયાનનું કેન્‍દ્રબિંદુ સુરત છે. સુરતમાં નિષ્‍ણાતો ઉપલબ્‍ધ છે જેઓ રાજયમાં અને રાજય બહાર પ્રશિક્ષકો તૈયાર કરવાની તાલીમ આપવા જાય છે. સુરતમાં આ કાર્ય વિશાળ ફલક પર થઇ શકે તેમ છે.  સુરતમાં આ પ્રવૃત્તિનો વ્‍યાપ વધારવા,સુરત આ પ્રવૃત્તિમાં અગ્રેસર રહે તે હેતુથી તા. ૧૨/૧૦/૧૪ ના રોજ સુરત ખાતે આવા જ એક એક દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કાર્યક્ર્મ સ્થળ : એલ.પી.સવાની ઈન્ટરનેશનલ સ્કુલ, ‘વ્હાઈટ હાઉસ’, SUDA આવાસ પાસે, પાલ, સુરત.

લેન્ડમાર્ક : એલ.પી.સવાણી સર્કલથી પશ્ચિમ દિશા તરફ આશરે ૨ કિ.મી, એલ.પી.સવાણી રોડ, અડાજણ.

રજીસ્ટેશન અને બ્રેક ફાસ્ટ : સવારે ૭.૩૦ થી ૮.૩૦ વાગ્યા સુધી

(અગાઉ રાજય કક્ષાના સંમેલન વખતે ભાગ લેવા ઇચ્‍છતા સુરતના ઘણા મિત્રોને વ્‍યવસ્‍થાની મર્યાદાને કારણે સમાવી શકાએલ નહિ. ત્‍યારે તેઓને સુરત માટે અલગ સંમેલન કરવાની ખાતરી આપેલ.) 

 

સંમેલનનો હેતુ નીચે મુજબ છે.   

(૧)  અભિયાનના ધ્યેય તથા પ્રવૃતિઓ વિશે માહિતી આપવી.

(૨)  આપની વ્‍યકિતગત કે સંસ્‍થાકિય પ્રવૃતિઓ વિશે માહિતી મેળવવી.

(૩)  દરેક સંસ્‍થા/વ્યક્તિ માટે બાળઘડતરના કાર્યક્રમને અમલમાં મુકવા માટે એકશન પ્‍લાન તૈયાર કરવો.

(૪) ભવિષ્યમાં એકબીજાને મદદરૂપ થઇ શકીએ, જોડાએલા રહી શકીએ તે માટેનું પ્લેટફોર્મ વિચારવું.

(પ) હાલમાં આ અભિયાન જે પ્રવૃત્તિ કરી રહ્યું છે તેનો વ્‍યાપ વધારવા તેમજ નવી પ્રવૃત્તિઓ સામેલ કરવા માટે આપના સૂચનો લેવા.

નોંધઃ- ઉપરાંત બાળઉછેરને લગતાં ૩ પ્રેઝન્‍ટેશનો આપવામાં આવશે. ભાગ લેનારાઓ પ્રશિક્ષક તરીકે તેનો ઉપયોગ કરી શકશે.

        સંમેલનને અંતે અભિયાનમાં જોડાઇ મા-બાપ તથા શિક્ષકોની તાલીમ આપવા નિર્ણય કરનારા લોકોને તે પછીના દિવસોમાં રજાના દિવસે તાલીમ ગોઠવી બાળ ઉછેરને લગતા કુલ-૧૭ પ્રેઝન્‍ટેશનોની તાલીમ તથા C.D. આપવામાં આવશે.

        અમે એવા લોકોને સામેલ કરવા માગીએ છીએ જેઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. અથવા કરવા ઇચ્છુક અને સક્ષમ છે તથા નેતૃત્વ લઇ સમાજના મોટા વર્ગ ઉપર અસર પાડી રહ્યા છે/ પાડવા શકિતમાન છે.

         સંમેલનમાં સહભાગી થવા ઈચ્છુક મિત્રોએ આ સાથે મોકલેલ ફોર્મ અનુકુળ ભાષામાં ભરી ઇ મેઇલ કરશો. વધુ માહિતી માટે શ્રી વૈભવ પરીખ9099010677 પર સંપર્ક કરવો. સંમેલનમાં સુરત બહારના લોકો પણ જોડાઇ શકે છે.

કૃતજ્ઞતા સહ, 

આભાર સહ

હસમુખ પટેલ 

વધુ વિગતો માટે સંપર્ક કરો :

(૧)    ડૉ. રુદ્રેશ વ્યાસ      :      ૯૮૭૯૫ ૩૪૯૧૭ 

(૨)    ડૉ.કમલેશ પારેખ     :     ૯૮૨૪૧ ૩૭૯૪૭

(૩)    ડૉ.સુષ્મા દેસાઇ      :      ૯૮૨૪૩ ૯૯૦૨૯

(૪)   શ્રીમતી ગીતાબેન શ્રોફ :     ૯૮૭૯૦ ૧૧૧૯૩

(૫)   શ્રી વૈભવ પરીખ      :     ૯૦૯૯૦ ૧૦૬૭૭ 

Parenting for Peace Team

6 responses to “બાળઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં

 1. aataawaani ઓક્ટોબર 10, 2014 પર 6:57 પી એમ(pm)

  આ પ્રવૃત્તિ બહુજ વખાણવા જેવી છે .
  વાત તદ્દન સાચી છે કે બાળક ઘરના વાતાવરણ ને જલ્દી ગ્રહણ કરે છે .એટલેજ એ ઘરમાં બોલાતી ભાષા જલ્દીથી શીખી લ્યે છે ,
  મારો અમેરિકન માતાથી અમેરિકામાં જન્મેલ ભત્રીજો ત્રણ વરસની ઉમરનો હતો ત્યારે મારી , મારી વાઈફ , અને મારી માના પરિચય થી મારા ગામ દેશીંગા ની ગામઠી ભાષા શીખી ગયો હતો .
  હું આ શુભ પ્રવૃત્તિ ચલાવનાર સહુને ધન્ય વાદ આપું છું . હિંમતલાલ ” આતા “

 2. Suresh Jani ઓક્ટોબર 13, 2014 પર 9:50 એ એમ (am)

  લતાબેન હીરાણીનો સરસ ઈમેલ સંદેશ…

  શ્રી સુરેશભાઇ,
  આપને જાણીને ખૂબ આનંદ થશે કે જુલાઇ માસમાં યોજાયેલા કન્વેન્શનમાં મેં ભાગ લીધેલો. આ પ્રોગ્રામ પછી અમદાવાદ, ભાવનગર, વલસાડ, વાપી, રાજકોટ, ગોંડલ અને બીજા પણ અનેક શહેરોમાં આની શાખાઓ શરુ થઇ ગઇ છે અને અમદાવાદ શાખાના કામની જવાબદારી મેં સંભાળેલી છે. આ હેઠળ અમે ચારેક કાર્યક્રમો યોજી ચૂક્યા છીએ અને ધીમે ધીમે એનો વ્યાપ વધતો જાય છે…
  કુશળ હશો જ…
  લતા

 3. readsetu ઓક્ટોબર 13, 2014 પર 11:38 પી એમ(pm)

  sureshbhai, u can also write a very good article on this..

  • hirals ઓક્ટોબર 14, 2014 પર 12:24 પી એમ(pm)

   Best luck auntie. Infact every parents who thinks, their kids have adopted value based life and contributing very well to the society. they all parents should write. Many parents thinks, those who succeed in their life, either through short cut, or through inherited wealth (sometimes cheat their siblings) or bribe or through donation money and tuitions and this and that coaching etc.

 4. Pingback: પેરન્ટિન્ગ ફોર પીસ – સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: પેરન્ટિન્ગ ફોર પીસ – સંસ્થા પરિચય | EVidyalay

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: