છેલ્લા એક મહિનાથી, દર રવિવારે અમે એક સરસ ટીવી સિરિયલ જોઈએ છીએ – ‘सत्यमेव जयते’ – લોકપ્રિય સિને કલાકાર આમીર ખાનનું સર્જન.
આ ચિત્ર પર ‘ક્લિક’ કરી સત્યમેવ જયતે ની વેબ સાઈટ પર પહોંચી જાઓ અને ઘણા બધા વિચારતા કરી દે તેવા એપિસોડ નિહાળો.
એમાંનો ગયા રવિવારનો એપિસોડ હતો – ‘મર્દાનગી’. એની વાત તો અહીં અસ્થાને રહેશે; પણ વિચારતા કરી મુકે એવા એ વિષયનો પ્રધાન સૂર હતો –
‘બાળકનો ઉછેર શી રીતે થાય છે –
એની પરથી એ કેવો માણસ બનશે;
એ નક્કી થાય છે.”
આ જ વાતને સામાજિક સ્તરે અમલમાં મુકવાની અને કુટુમ્બ અને શાળાના પ્લેટફોર્મ પર એ માટે જાગૃતિ આણવાનો પ્રશંસનીય પ્રયત્ન કરી રહેલી આ સંસ્થાનો ટુંક પરિચય અહીં આપવો છે.
અા ચિત્ર પર ‘ક્લિક’ કરી P4P ની વેબ સાઈટ પર પહોંચી જાઓ.
પહેલાં એના મુખડા પરના આ બે ચિત્રો જુઓ..
———–
અને એક વિડિયો પણ
સમાજની સમસ્યાઓ, કુરૂપતાઓ, નબળાઈઓ, વિવશતાઓ એ બધા વિશે તો ઢગલાબંધ સાહિત્ય, સમાચારો, ચર્ચાઓ ઠેર ઠેર – અત્ર, તત્ર, સર્વત્ર મળી રહે છે. વ્યક્તિગત ધોરણે ‘આમ થાય તો સારું ; અને તેમ થાય તો સારું.’એમ વિચારનારા પણ ઘણા હોય છે.
પણ એ અંગે નક્કર કામ કરનારા આંગળીને વેઢે ગણાય એટલા જ હોય છે. ‘પેરન્ટિન્ગ ફોર પીસ’આવું યોગ્ય વિચારનારાઓને એકઠા કરવાનો પ્રયત્ન છે – ખાસ કરીને બાળકોના વિકાસ અને ઉછેરને એક નવી આશા સભર દિશા પુરી પાડવાનો પ્રયત્ન.
સૂરતના પોલિસમેન (!) શ્રી. હસમુખ પટેલ આ પ્રવૃત્તિના પ્રણેતા છે – એ જાણીને આપણે એ પોલિસમેનને સૌથી પહેલી તો સલામ ભરી દઈએ.
Reblogged this on વિનોદ વિહાર.
Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય
Shri Hasmukh Patel is IGP of Surat & not retired.