“બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” ,
જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશે, તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં.
ધર્મ શું છે?..ફક્ત સદાચાર.
માણસનીઆધ્યાત્મિક જરુરિયાતમાટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છે, તેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે.
આજીવન સ્વામીનારાયણં, અક્ષર પુરૂષોત્તમ સંસ્થા ( BAPS) ની સેવા અને નેતૃત્વ
—
તેમના વિશે વિશેષ
તેમનું જન્મ સ્થાન – ચાણ્સદ ગામમાં , ઢાળવાળી ગલિમાં, ડાબા હાથે આવેલું બે ઓરડાનું પહેલું મકાન…આજે ‘પ્રાગટ્ય તીર્થ’ તરીકે સંસ્થાએસ્મૃતિ મંદિર બનાવ્યું છે ને ,હરિભક્તોનું આસ્થા કેન્દ્ર છે.
૧૮-૧૯ વર્ષની ઉમ્મરે, ગુરુશાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અને માતા, પિતાની સમ્મતિ લઈ, ગૃહત્યાગ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ બન્યા.
ભક્તિ પરાયણ કુટુમ્બના સંસ્કાર ઝીલતાં, પિતા સાથે ગુરુસત્સંગ થકી, એકાદશીના વ્રત કરવાની બાળવયે શરુઆત કરી. ગુરુ શાસ્ત્રીજી ધર્મ સભા માટે ચાણસદ ગામે આવ્યા ત્યારે; પિતાજી સાથે દર્શને ગયા.પૂ. શાસ્ત્રીજી મહારાજે ત્યારે તેમને જોઈને કહ્યું…મોતીભાઈ..”આ અમારા છે’ સમય આવે સેવા માટે યાદ કરીશું.
શાળા અભ્યાસ દરમિયાન ખુબ જ તેજસ્વી, હમ્મેશ પહેલો, બીજો ક્રમ જાળવી રાખતા.સાથે સાથે ક્રિકેટ રમવામાં, તરવામાં અને સ્વામીનારાયણ સમ્પ્રદાયનાં ભજનો ગાવામાં ખુબ ક રસ.
તા. ૭, નવેમ્બર – ૧૯૩૯.- ઘેરથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ ચિઠ્ઠી આપી, એમાં લખ્યું હતું; ” સાધુ થવા આવી જાઓ” અને હરિભક્ત કુટુમ્બે આનેજીવનની ધન્ય પળો ગણી હસતે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે તેમને વિદાય દીધી…એ દિવસ હતો
૨૨ નવેમ્બર,૧૯૩૯ – પ.પૂ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, અમદાવાદમાં પાર્ષદની દીક્ષા આપી.એ વખતે એમનું નામ ‘શાન્તિ ભગત’ હતું !
પછી સંસ્કૃત ભાષાના અધ્યયનની શરૂઆત
સંસ્કૃત ભણી શાસ્ત્રીજી બ્ન્યા, સાધુ જીવનની દિનચર્યામાં એવા તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના વહાલા બની ગયા.
૨૧ મી મે,૧૯૫૦ (ફક્ત ૨૮ વર્ષની વયે) – નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂઝ જોઈ..શ્રી શાસ્ત્રીજી મહારાજે, પ.પૂ.યોગીજી મહારાજની આશીષ સાથે, બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ‘પ્રમુખ’ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી, સોંપી.,
૧૦મી મે,૧૯૫૧ – પ.પૂ .યોગીજી મહારાજના અવસાન બાદ , ભગવાન સ્વામીનારાયણ સ્વામીનાપાંચમા અનુગામી તરીકે, સંત ચરણ કોટી જન ઉધ્ધારક થઈ ને પ્રમુખ સ્વામી, , આ યુગના સાચા સંત તરીકે પૂજાય છે.
આજે ૯૪મા વર્ષે ,સંસ્થાને વિશ્વવંદનીય વિરાટ સંસ્થા બનાવી ,દોરવણી આપી રહ્યા છે.
પ્રમુખ સ્વામીશ્રી વિશેનો માહિતી લેખ મની ગમ્યો
પણ તેમનું વ્યક્તિત્વ એટલું મહાન અને અદભુત છે કે તેને શબ્દોમાં વર્ણવવું લગભગ અશક્ય છે.
સારંગપુર ગામના અભણ રબારીથી લઈને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતી અબ્દુલ કલામ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બીલ ક્લીન્ટન જ નહિ પણ R.K. Laxman જેવી નાસ્તિક વ્યક્તિ – દરેકને તેમના સાનીધ્યમાં જુદી જુદી પણ એક અલૌકિક અનુભતી થઇ છે.
વધુ જાણકારી માટે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ લંડન ખાતે એક અઠવાડીયા સુધી કરેલ પ્રવર્ચનોની ઓડિયો ફાઈલ્સ ડાઉન લોડ કર્યા સિવાય નીચેની લીન્ક્સ દ્વારા સાંભળી શકાશે.
(૧) જેની એક કૃપા દ્રષ્ટિથી ગમે તે વ્યક્તિ પછી ભલે તે તળાજા ગામનો માથા ભારે રીશુભા હોય કે પછી રામસંગ બાપુ જેવા જીવને પરમ શાંતિની અનુભુતી થવાથી હ્રદય પરિવર્તન થતું હોય (૨) જેના રોમે રોમમાં ભગવાન સ્વામિનારાયણ અખંડ રહ્યા હોય (૩) દેહ ત્યાગ કર્યા પછી પણ જેના ચેહરા ઉપર દિવ્ય તેજ અને શાંતિ સ્પષ્ટ નજરે પડતી હોય તે આત્મા સદાય દિવ્ય – શાંત અને શીતળ જ હોય.માટે બીજા સામાન્ય માનવીની જેમ તેમના આત્માની શાંતિ માટે યાચિકા કરવી યોગ્ય છે કે ?
શ્રી સુરેશભાઈ
આપે સુંદર એડીટીંગ કર્યું છે…જાણે સાગરમાંથી મોતી સમ વિગતોનો થાળ.
ભારતના વિભૂતિ સંત એવા પ.પૂ.શ્રી પ્રમુખ સ્વામી મહારાજના , પળ પળના સત્સંગે, આશિષે અનેકના જીવનમાં , સમાજમાં ને વિશ્વ પટાંગણે ,સદભાવનાથી જે આધ્યાત્મિ ચેતના જગાવી છે..તેની ગાથાઓના પ્રકરણો તો, અખૂટ પ્રેરણા સ્ત્રોત બની, સાગરની લહેરોની જેમ આજે લહરી રહ્યા છે…….
કેવું સરળ છતાં દિવ્ય સંત જીવન…જયશ્રી સ્વામિનારાયણ.
રમેશ પટેલ(આકાશદીપ)
કરોના, કેલિફોર્નીઆ
પ્રમુખ સ્વામીશ્રી વિશેનો માહિતી લેખ મની ગમ્યો
પણ તેમનું વ્યક્તિત્વ એટલું મહાન અને અદભુત છે કે તેને શબ્દોમાં વર્ણવવું લગભગ અશક્ય છે.
સારંગપુર ગામના અભણ રબારીથી લઈને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતી અબ્દુલ કલામ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બીલ ક્લીન્ટન જ નહિ પણ R.K. Laxman જેવી નાસ્તિક વ્યક્તિ – દરેકને તેમના સાનીધ્યમાં જુદી જુદી પણ એક અલૌકિક અનુભતી થઇ છે.
વધુ જાણકારી માટે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ લંડન ખાતે એક અઠવાડીયા સુધી કરેલ પ્રવર્ચનોની ઓડિયો ફાઈલ્સ ડાઉન લોડ કર્યા સિવાય નીચેની લીન્ક્સ દ્વારા સાંભળી શકાશે.
http://yourlisten.com/ykshah/day-1-at-london
http://yourlisten.com/ykshah/day-2-at-london
http://yourlisten.com/ykshah/day-3-at-london
http://yourlisten.com/ykshah/day-4-at-london
http://yourlisten.com/ykshah/day-5-at-london
http://yourlisten.com/ykshah/day-6-at-london
http://yourlisten.com/ykshah/day-7-at-london
Pingback: પ્રમુખ સ્વામી મહારાજ….ગુજરાતી પ્રતિભા પરિચય…શ્રી સુરેશભાઈ જાની.. સંકલન..રમેશ પટેલ(આકાશદીપ) | આ
Corrections needed for May 10th 1951.
Thanks sir…23 January,1971…Yogiji Maharaj returns to Akshardham.
10 May, 1951…Shastriji Maharaj returns to Akshardham
Pingback: પ્રમુખ સ્વામી મહારાજ….ગુજરાતી પ્રતિભા પરિચય…શ્રી સુરેશભાઈ જાની.. સંકલન..રમેશ પટેલ(આકાશદીપ) | આ
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Prabhu emana divya aatmane param shanti arpe ej Shree Swaminarayan bhagvanne prarthana.