“ હું સાક્ષર નથી; ધંધાદારી લેખક છું. પૈસા આપો તો સારૂં લખી દઉં.” – કદાચ… બહુ ઓછા આર્થિક રીતે સફળ ગુજરાતી લેખકોમાંના એક! — મૂળ લેખ ( ‘ઇન્હેં ન ભુલાના’માં ) – – —————————————————— જન્મ
- ૧૮૮૩, લીલિયા મોટા,જિ. અમરેલી
અવસાન
કુટુમ્બ
- માતા – ? ; પિતા– ગોપાળજી
- પત્ની – ? ( લગ્ન – ૧૯૦૬); સંતાન – બે પુત્રી, એક પુત્ર
શિક્ષણ
વ્યવસાય
- શરૂઆતમાં વતનમાં શિક્ષકની અને પરચુરણ નોકરીઓ
- પછી આખું જીવન મૂંગી ફિલ્મોની વાર્તા/ પટકથા લખવામાં
તેમના વિશે વિશેષ
- શરૂઆતમાં મહિને સાત રૂપિયાના પગારે શિક્ષક
- નસીબ અજમાવવા ખિસ્સામાં પાંચ રૂપિયાની મુડી લઈને મુંબાઈ પ્રયાણ. શરૂઆત લોજમાં પિરસણિયા તરીકે. ત્યાં એક વેપારીને છાપું કડકડાટ વાંચી સંભળાવતાં તેમને ત્યાં નોકરીએ.
- ૧૯૦૫ – મહિને દસ રૂપિયાના પગારે કરાંચી જતી સ્ટીમર પર
- ૧૯૦૬ – કંઠમાળનો રોગ લાગુ પડતાં દેશ પાછા આવ્યા. અનેક દવાઓ લીધી અને ઓપરેશન પણ કરાવ્યું પણ કશો ફરક ન પડતાં નર્મદા કિનારે ૐકારેશ્વર ગયા; અને ત્યાં રોગ દૂર થયો.
- ૧૯૦૭ – ઇલેક્ટ્રિકના ધંધામાં નોકરીએ,સાથે સાથે જાહેરખબરો લખવાનું કામ
- નવી શરૂ થયેલી મૂંગી ફિલ્મોનાં ટાઈટલ બનાવવાના કામથી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ. સોરાબજી શેઠ સાથે ૫૦ % ભાગીદારીમાં ધંધો
- ૧૯૧૧ –માણેકજી શેઠના ઇમ્પિરિયલ સિનેમાની જાહેરાત તેમણે લખી હતી.
- મહિને ૭૦૦/- રૂપિયાની, એ જમાનામાં મબલખ આવકે પહોંચી ગયા!
- ૧૯૧૬-૧૭ પાટણકર ફ્રેન્ડ્સ એન્ડ કમ્પનીમાં ‘કિંગ શ્રીયાલ’ અને ‘રામ વનવાસ’ ફિલ્મોના વાર્તા-સંવાદો લખ્યા. આમાં નવા પ્રયોગો કરવાને કારણે પટકથા લેખક તરીકે પ્રતિષ્ઠીત.
- ૧૯૧૯ – કબીર કમાલ; ૧૯૨૦ –કચ દેવયાની બહુ સફળ ફિલ્મો નિવડી.
- કોહિનૂર ફિલ્મ કમ્પનીમાં મહિને બે વાર્તાઓ લખી આપવાનો કોન્ટ્રાક્ટ;સાથે ઇમ્પિરિયલ ફિલ્મ કમ્પનીમાં વાર્ષિક ૩૦,૦૦૦ ના મહેનતાણાથી વાર્તા લખવાનો કોન્ટ્રાક્ટ. એ કોન્ટ્રાક્ટ છ વર્ષ ચાલ્યો
- લેખનમાંથી ઘણું કમાયા અને સાંતાક્રુઝમાં ‘ભાસ્કર ભુવન’ નામનો બંગલો બનાવ્યો; અને ઝવેરી બજારમાં દુકાન પણ કરી.
- ૧૯૧૮-૧૯૩૩ – ૧૫૦થી વધારે (કદાચ ૩૦૦) મુંગી ફિલ્મોમાં પટકથા અને સંવાદો લખ્યા હતા.
- બોલતી ફિલ્મો શરૂ થયા પછી પણ એ સિલસિલો ચાલુ રહ્યો – ઇમ્પિરિયલ, જયન્ત પિક્ચર્સ, સનરાઈઝ ફિલ્મ વિ.માં.
- સાન્તા ક્રુઝની આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલની સ્થાપનામાં નોંધપાત્ર પ્રદાન
- વતનમાં પણ હાઈસ્કૂલ, પુસ્તકાલય, પાઠશાળા અને મદિર બનાવડાવ્યાં હતાં.
- પાછલી જિંદગીમાં આંતરડાનું કેન્સર અને પછી પડી જવાને કારણે પગમાં ફ્રેક્ચર
સાભાર
- શ્રી.હરીશ રઘુવંશી, ‘ઇન્હેં ન ભુલાના’
- ડો.કનક રાવળ
Like this:
Like Loading...
Related
સરસ વ્યક્તીત્વ !
ઘણો આભાર.નહીં તો કેવી રીતે ખબર પડત કે શ્રી મોહનલાલ દવે સહીત આટલા બધા ગુજરાતીઓએ આટલું બધું ફિલ્મ ક્ષેત્રે આટલું બધું યોગદાન આપ્યું છે.
નામ સાંભળ્યું હતુ પણ આવું મહાન વ્યક્તીત્વનો આજે પરીચય થયો
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
સ્વ.મોહનલાલ દવે એટલે અમારા કુટુંબી દાદા..એમના વિષે જેટલી માહિતિ ઉપલબ્ધ કરાવી શકો તે આપવા નમ્ર વિનંતી છે.
પાર્થ દવે:9408753735