ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal Vimawala
Posted by
સુરેશ on
માર્ચ 10, 2015
–
–
–
–
————————–
જન્મ
કુટુમ્બ
- માતા –વિજયાલક્ષ્મી; પિતા – મૂળચંદ
- પત્ની – કાન્તિગૌરી; સંતાન – ?
શિક્ષણ
- પ્રાથમિક – મુંબાઈમાં
- ઇન્ટર આર્ટ્સ – વિલ્સન કોલેજ, સુરત
તેમના વિશે વિશેષ
- દસ વર્ષની ઉમરે પિતાનું અવસાન. કોલેજ અભ્યાસ દરમિયાન માતાનું અવસાન થતાં અભ્યાસ છોડવો પડ્યો.
- માધ્યમિક શાળામાં અભ્યાસ કાળથી જ સાહિત્યમાં રસ જાગ્યો.
- મોટા ભાઈ ચંપકલાલ ઝવેરાતના ધંધામાં અને નાના ભાઈ સાહિત્ય પ્રકાશનના વયવસાયમાં.
- થોડોક વખત નડિયાદમાં અને પછી મુંબાઈમાં શેઠ જમનાલાલ બજાજની પેઢીમાં નોકરી.
- ૧૯૨૦ – ‘નવજીવન’ પ્રેસમાં સ્વામી આનંદ સાથે કામ
- ૧૯૨૧ – સુરતમાં ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના, પાછળથી તે નાના ભાઈ નટવરલાલે સંભાળ્યું હતું.
- સાહિત્ય સાથે યાંત્રિક કામમાં પણ રસ.
- ૧૯૨૧ – ગાંડીવ રેંટિયો બનાવ્યો, જેમાં સુધારા વધારા કરી ગાંધીજીએ યરવડા ચક્ર બહાર પાડેલો.
- ગાંડિવ સાહિત્ય મંદિરે બંગાળનું ક્રાન્તિકારી સાહિત્ય પ્રસિદ્ધ કરેલું; જેના કારણે પોલિસે કાર્યાલયનો કબજો લીધો હતો.
- ૧૯૩૧ – સ્ત્રી શક્તિ સાપ્તાહિક શરૂ કર્યું – જે આજે પણ ચાલુ છે.
- સામાન્ય પ્રજા માટે ‘દેશબંધુ’ સાપ્તાહિક પણ શરૂ કર્યું.
રચનાઓ
- પાંડવ ગુપ્ત નિવાસ – કવિ ભાસના નાટક પરથી લખેલી રચના
- ગાંડિવ કથામાળા અને સ્ત્રી શક્તિ ગ્રંથમાળામાં અનેક પુસ્તિકાઓ બહાર પાડી છે
- બાળ સાહિત્ય – બાળવિહાર, સોનાકુમારી, કોલસા કાકા, રેલ પાટા, બ્રહ્માંડનો ભેદ
સાભાર
- ડો. કનક રાવળ
- શ્રી. હરીશ રઘુવંશી
Like this:
Like Loading...
Related
Very nice Maya.
Really proud of you to have Superb Father and Friend like you.👍🎼🎼🎤🎸🎧🎀🎵🍮🍇🍇🌞🌞
“બ્રહ્માંડનો ભેદ” was my favorite novel series growing up especially the first one, any idea where can i buy it? “Gandiv” publication went out of business years ago i checked.
This is the only reference o found about this author. As a child growing up in Gujarat we used to read Gandiv books avidly. I have been trying to find Brahmand No Bhed since years but haven’t been able to. Let me know if you have any leads.
I have soft copies of first two parts () and xerox copies of last two parts.
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય