ઈ-વિદ્યાલય અને સ્ક્રેચ – બેના સુભગ સમ્મેલનથી એક નવા અને મોટ્ટા પ્રોજેક્ટની શરૂઆતની આ ઘોષણા છે.

બાળકો માટે એક જીવંત ( Animated ) શબ્દકોષ.
આ રહ્યો

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ.
વાત જાણે એમ છે કે, ૨૦૦૧ની સાલમાં આ લખનાર અહીંની સ્થાનિક લાયબ્રેરીમાંથી તેના દોહિત્રો માટે એક સોફ્ટવેર સીડી લઈ આવ્યો હતો -. બાળકોને જીવંત ( Animated) ચિત્રો અને અવાજ સાથે અંગ્રેજી ભાષાના પાયાના ૧૦૦૦ શબ્દો શીખવતો સોફ્ટવેર. બાળકો તો હરખભેર એ માણતા જ હતા; પણ આ જણને પણ એ માણવાની મઝા જ કાંઈક ઓર હતી. એ વખતે એમ હમ્મેશ થતુંં કે,
આપણી વ્હાલી ભાષા,
આપણાં વ્હાલા બાળકોને
શીખવતો આવો સોફ્ટવેર
હોય તો કેવું સારૂં?
‘Scratch’ પરના આ લખનારના એક વર્ષના રિયાઝથી એવો સર્વાંગ સુંદર અને શક્તિશાળી તો નહીં, પણ એની નાનકડી પ્રતિકૃતિ સમાન પ્રોજેક્ટ શરૂ કરી શકાયો છે. ઉપર બતાવેલા ચિત્ર પર ક્લિક કરી એ ‘પાયલોટ પ્રોજેક્ટ’ માણી લેવા/ નાણી લેવા વિનંતી. વાચકોને ખાસ કહેવાનું કે, ‘વાહ! વાહ!’ ની સહેજ પણ આકાંક્ષા આ જાહેરાત પાછળ નથી જ. આકાંક્ષા માત્ર એટલી જ કે, હાલ માત્ર દસ જ શબ્દો સાથે શરૂ કરેલા આ પ્રોટોટાઈપ પ્રોજેક્ટમાં શી શી ખામીઓ રહી ગઈ છે, તે અમને જણાવે; જેથી ૧૦૦૦-૨૦૦૦ શબ્દો તેમાં સામેલ કરતાં પહેલાં એમાં રહેલી ઊણપો દૂર કરી શકાય.
શું શું છે – આ પાયલોટ પ્રોજેક્ટમાં? આ ચિત્રો જ જોઈ લો ને?

અને દસ શબ્દો માટેની આ પ્રારંભિક અનુક્રમણિકા

દરેક શબ્દ માટે મજાનું ચિત્ર, બહુવચન અને લિંગ અંગે માહિતી ( અવાજ સાથે) અને એ પ્રકારના બીજા શબ્દો મેળવવા, આગળ પાછળ જવાનાં બટનો અને એ ઓટોમેટિક રીતે બતાવતો સ્લાઈડ શો.

અને બાળકો તાળીઓ પાડીને, હરખથી નાંચવા લાગે તેવી જાતજાતની ગ્રાફિક ઈફેક્ટો..





તમે જાતે જ થોડાંક ખાંખાખોળાં કરી, બાળકની જેમ રમી અને બની શકે તો તમારાં કે મિત્રો/ સંબંધીઓનાં બાળકોને એ બતાવી – એમાં રહી ગયેલી ત્રુટિઓ / સુધારાઓ / ઉમેરાઓ સૂચવી, આ પ્રોજેક્ટમાં સહભાગી થશો?
Like this:
Like Loading...
Related
Reblogged this on આપણું વેબ વિશ્વ.
snehibandhu. ek uttam payas je aaj na yug ma khub jarurichhe. abhinandan,
vijayi bhav…jitendra padh. seattle(usa)