ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુજરાતી વેબ સાઈટોમાં એક નવું નક્કોર પ્રસ્થાન


  • ગુજરાતી બ્લોગો
  • ગુજરાતી વેબ સાઈટો
  • ગુજરાતી ઈ-બુક
  • ગુજરાતી સુગમ સંગીતની સાઈટો
  • ગુજરાતી ઓન -લાઈન શાળા
  • ગુજરાતી છાપાં
  • ગુજરાતી ડિક્શનેરી
  • ગુજરાતી સોશિયલ મિડિયા
  • સોશિયલ ગ્રુપો
  • અરે… ગુજરાતી રેડિયો.
  • અને …. આ ‘પરિચય બ્લોગ’

એ બધી વાતો જૂની થઈ ગઈ.

દિકરી સમાન, લન્ડન સ્થિત, શ્રીમતિ હીરલ શાહે એક નવી જ વેબ સાઈટના સમાચાર આપ્યા; અને મન મ્હોરી ઊઠ્યું.

આ ચિત્ર પર  ક્લિક કરી એની મુલાકાત લઈ જ લો ને!

આ ચિત્ર પર ક્લિક કરી એની મુલાકાત લઈ જ લો ને!

એના શિર્ષકમાં પણ સંગીત છે!

    જો કે, એનું નામ ‘ગુજરાતી રેડિયો’ ચપટીક કઠ્યું! રેડિયો તો દાદાજીના જમાનાનો. ઈન્ટરનેટિયા યુગમાં આ નામ થોડુંક જૂનવાણી નથી લાગતું? મને તો એનું નામ ‘બાબલાનો ખજાનો’ રાખવું ગમે હોં! બાવા આદમનો નહીં – નવા જમાનાના બાબલાનો ( અને બેબલીનો પણ ખરો જ!)

    ખેર…. નામમાં શું? આપણે તો એમાં શું છે – એ જાણવાની ઉત્કંઠા હોય ને? શું શું છે આ નવી નક્કોર વેબ સાઈટમાં?

  • ગુજરાતી સુગમ સંગીત
  • ગુજરાતી વાર્તાઓ – પાઠ સ્વરૂપે!
  • સમાચાર
  • ઓડિયો બુક્સ
  • ગુજરાતી શો – જલસા

Guj_Rad_1

અને ઓડિયો  વાર્તાઓનો આ સરસ સ્લાઈડ શો …

    ગુજરાતી સુગમ સંગીત પીરસતી, આ બ્લોગના એક સમયના સહકાર્યકર શ્રીમતિ જયશ્રી. ભક્તા પટેલે શરૂ કરેલ આવી પહેલી જ વેબ સાઈટને આ સુભગ સંજોગે ન ભુલીએ.

ટહુકો

અને છેલ્લે …..

       આ ‘ધ્વનિ ગ્રુપ ઓફ કમ્પનીઝ’નું સાહસ છે – એટલે એમાં વ્યાપારી તત્વ હોવાની થોડીક ગંધ આવે છે. આશા રાખીએ કે, એમ હોય તો પણ એની પાછળ રહેલો ગુજરાતીતાનો જુસ્સો કાયમ રહેશે.

.

4 responses to “ગુજરાતી વેબ સાઈટોમાં એક નવું નક્કોર પ્રસ્થાન

  1. pravinshastri મે 21, 2015 પર 3:56 પી એમ(pm)

    મેં ગુજરાતી રેડિયોની મુલાકાત લીધી. મજાનો પ્રોગામ છે. સાહોત્ય સેવા નવા માર્ગે.

  2. Vinod R. Patel મે 21, 2015 પર 4:26 પી એમ(pm)

    જાણીતાં અજાણ્યાં ગુજરાતી ગીતો માણવાની એક નુતન વેબ સાઈટ નું સ્વાગત છે .

    સંચાલકો ને અભિનંદન અને સફળતા માટે અનેક શુભેચ્છાઓ

  3. hirals મે 22, 2015 પર 5:33 એ એમ (am)

    >> દિકરી સમાન, લન્ડન સ્થિત, શ્રીમતિ હીરલ શાહે એક નવી જ વેબ સાઈટના સમાચાર આપ્યા; અને મન મ્હોરી ઊઠ્યું.

    મારુંય મન મહોરી ઉઠ્યું. મારુંય મન મહોરી ઉઠ્યું. સુ.દાદા એટલે સુ.દાદા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: