ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

‘મળવા જેવા માણસ’ – રાજુલ શાહ


rajul_1       રાજુલ બહેનનો જન્મ ૧૯૫૪ માં અમદાવાદમાં એક શિક્ષિત પરિવારમાં થયો હતો. પિતા શશિકાંત નાણાવટી એમના સમયના પ્રક્યાત જર્નાકિસ્ટ, લેખક, વિવેચક, નાટ્યકાર, ચિત્રલોક સામયિકના સંપાદક અને આઈ. એન.ટી. નાટ્ય-સ્પર્ધાના પ્રણેતા હતા. માતા ઈન્દુબેન નાણાવટી ડોકટર હતા અને અમદાવાદના ફેમીલી ફીઝીશીયન તરીકે જાણીતા હતા. આમ આર્થિક દૃષ્ટિયે આ એક સુખી પરિવાર હતું. એકના એક સંતાન તરીકે રાજુલ બહેનનો ઉછેર ખૂબ લાડકોડમાં થયો હતો. બચપણમાં એમને કોઈપણ વસ્તુથી વંચીત રહેવું નહોતું પડ્યું.

      માતા-પિતા જૈન ધર્મમાં માનતા હોવા છતાં, અંધ શ્રધ્ધા અને ક્રિયા-કાંડથી દૂર રહેતા. ઘરમાં વાતાવરણ શિસ્તબધ્ધ છતાં મુકત રીતે વિચારોની આપ-લે કરી શકાય એવું હતું. ૧૯૫૯ માં પાંચ વર્ષની વયે એમને ત્યાંની સારી ગણાતી શાળામાં દાખલ કરવામાં આવ્યા, જેમાં તેમણે સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. આઠમા ધોરણથી અગિયારમાં ધોરણ સુધી એમણે અમદાવાદની એ.જી.હાઇસ્કુલમાં અભ્યાસ કરી, ૧૯૭૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી. શાળાના આ વર્ષો દરમ્યાન એમણે ખૂબ વાંચન કર્યું. ઘરમા અનેક પુસ્તકો, અખબારો અને સામયિકો ઉપલબ્ધ હતા અને ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરી ઘરની નજીક હતી. વાંચવાનો એમનો શોખ જાણે કે એક વ્યસન બની ગયું હતું. શાળાના વર્ષો દરમ્યાન જ એમણે કનૈયાલાલ મુનશી, શરદબાબુ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ર.વ.દેસાઈ, હરિન્દ્ર દવે, હરકિશન મહેતા, અશ્વિન ભટ્ટ, કુંદનિકા કાપડીયા અને સુરેશ દલાલ જેવા નામી સાહિત્યકારોના પુસ્તકો વાંચી લીધેલા. આ વાંચન પ્રવ્રુત્તિને લીધે એમને ક્યારે એકલતાનો અહેસાસ નહોતો થતો, અને આજે પણ નથી થતો.

       S.S.C. પસાર કર્યાબાદ કઈ કેરિયર અપનાવવી એમની ગડમથલ એમના મનમાં થોડા વર્ષો અગાઉ જ શરૂ થઈ ગયેલી. મમ્મીની જેમ ડોકટર બનું, કે કુટુંબના અન્ય સફળ મિત્રો જેવા પ્રોફેશનમાંથી કોઈ એકની પસંદગી કરૂં? આખરે એમણે નિર્ણલ લઈ ૧૯૭૦ માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલજમાં એડમિશન લઈ, ૧૯૭૪ માં સાઇકોલોજી વિષય સાથે B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના વર્ષો દરમ્યાન પણ એમણે ગરબા-રાસ અને નાટકોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો.

      શાળા-કોલેજના સમયથી ગુજરાતી સાહિત્યમાં અપાર રસ હોવાથી પોતે પણ કંઈક સાહિત્ય સર્જન કરે એવી તીવ્ર ઈચ્છા એમના મનમાં સદાય રહેતી.

rajul_2

     અભ્યાસ પૂરો થાય તેથી થોડા દિવસ પહેલા જ, ૧૯૭૩ માં એમના લગ્ન કોશિક શાહ સાથે થયા. કોશિકભાઈ ઉત્સાહી અને સાહસિક હોવાથી, પેઢીઓથી ચાલતા આવેલ્સ્સ કાપડના ધંધામાં ન પડતાં મેન્યુફેક્ચરીંગનો અલગ વ્યવસાય શરૂ કર્યો, અને એમાં સફળતા હાંસિલ કરી. રાજુલબહેનની દરેક પ્રવૃતિને તેઓ પ્રોત્સાહન આપે છે અને એમનો જુસ્સો ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. દંપતિને બે સંતાન છે, દિકરી મિલીએ અમદાવાદમાં M.Sc. સુધીનો અભ્યાસ કર્યો છે અને અમેરિકામાં M.S. અને Ph.D. નો અભ્યાસ કર્યો છે અને હાલમાં અમેરિકામાં સ્થાયી થઈ છે. પુત્ર ૠષદ યુ. કે.માં મેડિકલ એંજીનીઅરીંગમાં માસ્ટર્સ કરી, હાલમાં અમેરિકામાં સ્થાયી થયો છે.

rajul_3

(રાજુલબહેન કુટુંબ સાથે)

      મિલી અને ઋષભ અલગ અલગ શહેરોમાં રહેતા હોવાથી, રાજુલબહેને સમયનો સદુપયોગ કરવા ટ્યુશન્સ આપવાનું શરૂ કર્યું. એ સિવાય વેકેશનમાં બાળકોને ડ્રોઈંગ શીખવવાનું પણ શરૂ કર્યું. એમના માટે આ પૂરતું ન હતું. સાહિત્યની પ્રવૃતિની શરૂઆત એમણે અમદાવાદના “દિવ્ય ભાસ્કર” અખબારના “માધુરિમા” માટે વાર્તા લખી. ત્યારબાદ ફીલ્મ રિવ્યુ લખવાનું શરૂ કર્યું. સાથે સાથે “કળશ” અને “માધુરિમા” માટે આર્ટીકલ આપવાના શરૂ કર્યા. ‘કળશ’ અને ‘માધુરીમા’ માટે અવનવા વિષય લઈને આર્ટીકલ આપવામાં અનેક લોકોને મળવામાં એમને ખૂબ આનંદ થતો, ફરવાનો શોખ તો હતો જ એટલે એ શોખને વાચા આપી, “ દિવ્ય ભાસ્કર”ની રવિવારની પૂર્તિમાં. કુંભલ ગઢ , રાણકપુર, ચાંપાનેર , રાણી ની વાવ, થોળ બર્ડ સેન્ચ્યુરી જેવા હેરીટેજ સ્થળો પર લેખ આપવાના શરૂ કર્યા. ૨૦૦૬થી અમેરિકા અવર-જવર શરૂ થઈ  ત્યારે યાત્રા-પ્રવાસ વર્ણનમાં લંડન, વેલ્સ, કોનવૉલ, સ્કોટલેન્ડ, આટલાન્ટા, વોશિંગ્ટન ડી. સી.  ન્યુયોર્ક, બોસ્ટન પર લેખો લખ્યા.

      ૨૦૧૦ માં ગ્રીનકાર્ડ મળવાથી રાજુલબહેન કાયમી વસવાટ માટે અમેરિકા રહેવા આવી ગયા. અમેરિકામાં આવીને એમણે બ્લોગ્સ માટે લખવાનું શરૂ કર્યું. એમણે “રાજુલનું મનોજગત” નામે પોતાનો બ્લોગ પણ શરૂ કર્યો.

આ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગ પર પહોંચી જાઓ.

આ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગ પર પહોંચી જાઓ.

   બ્લોગ્સમાં લખવાથી એમની નવી નવી ઓળખાણો થવા માંડી. આ ઓળખાણોમાં એક ઉલ્લેખનીય ઓળખાણ શ્રી વિજય શાહની થઈ. એમની સાથે મળીને રાજુલબહેને “એષા ખુલ્લી કિતાબ” નામે લઘુ નવલકથા લખી. ત્યારબાદ એમણે પોતે “છીન્ન” અને “આન્યા મૃણાલ” નામની બે નવલકથાઓ લખી. સાથે સાથે કેનેડા ન્યુઝ લાઈન માટે ફીલ્મ રિવ્યુ પણ આપે છે. અમદાવાદના “નવગુજરાત ટાઈમ્સ” માટે પ્રવાસ વર્ણનો લખે છે.

    રાજુલબહેન કહે છે, “ગુજરાતી સાહિત્ય ખુબ વિશાળ અને ઊંડાણભર્યુ છે. ગુજરાતી હોવાના ગૌરવને આપણે ઉજાળી શકીએ તો એ આપણા સદનસીબની વાત છે.” વધુમાં તેઓ કહે છે, “જીવન પરમ તત્વ તરફથી મળેલી મહામૂલી ભેટ છે. બીજું કશું જ ન કરી શકું પણ એટલું તો જરૂર ઇચ્છીશ કે સૌના સુખનું હું નિમિત્ત બનું. જીવનમાં આજ સુધી અનેક સ્વરૂપે અત્યંત સ્નેહ મળ્યો છે. એ સ્નેહને અનેક ઘણો કરીને પાછો વાળી શકું એવી સાચા હ્રદયની ઇચ્છા છે.”

-પી. કે. દાવડા

6 responses to “‘મળવા જેવા માણસ’ – રાજુલ શાહ

  1. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. readsetu જૂન 24, 2015 પર 2:34 એ એમ (am)

    આનંદ થયો રાજુલાબહેન…… તમારા વિષે વિગતે જાણીને.
    લતા હિરાણી

  3. kalyanshah જૂન 25, 2015 પર 5:32 એ એમ (am)

    રાજુલબેન એકના એક સંતાન નથી પરંતુ તેમને એક ભાઈ અને અન્ય બે બહેનો પણ છે. હકીકત દોષ ના રહે તે માટે આ જણાવુ છું. તેમની સાહિત્ય સેવા ઉચ્ચ કક્ષાની અને સીનીયર સાહીત્યકારોની કક્ષામાં મુકે તેવી છે. તેમની લેખન શૈલી રસાળ, સરળ અને સચોટ છે. ટૂંકા અને સાદા વાક્યો પણ હૃદયસ્પર્શી અને દિલ દિમાગને ચોટ પહોચાડે તેવા. આવા વિદુષી રાજુલબેન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં તેમનો વધુને વધુ ફાળો આપે તેવી શુભેચ્છા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: