– પત્રકાર, લેખક, કલા પારખ, વિદ્વાન અને સંશોધક
– કુમાર’ માસિકના ચાહક અને વિવેચક
– ” મફત મેળવેલું નડતું નથી. પરંતુ મફત મેળવવાની વૃત્તિ નડે છે.”
–
–
–
–
–
–
——————————————————————————————-
જન્મ
- ૧૦, સપ્ટેંબર ૧૯૩૭; સુરેન્દ્રનગર
અભ્યાસ
- બી. એ. (ઇકોનોમિક્સ), ભવન્સ કૉલેજ- મુંબાઈ
વ્યવસાય
- ૧૯૬૪-૨૦૦૦ – ટેક્સ્ટાઇલ પ્રિંટિંગ ટેક્નિશિઅન
- ત્યાર બાદ – લેખક; પ્રકાશક
તેમના વિશે વિશેષ
- ‘કુમાર’ માસિકના ૧૦૦૦ અંક (૧૯૨૪-૨૦૧૧) ને કૉમ્પ્યુટરમાં તેનાં ૬૦,૦૦૦ જેટલાં પાનાં એક સાથે કરી તેમાં તેટલી જ કહી શકાય તેવી પૂરક સામગ્રી (ચિત્રો-ઑડિઓ-વિડિઓ-પીડીએફ પુસ્તકો) ઉમેરી, આ બધું પળવારમાં શોધી જોઈ-વાંચી-કૉપી કરી શકાય તેવા સર્ચ-એન્જિનની સગવડ સાથે તૈયાર કર્યું.

આ ચિત્ર પર ક્લિક કરી ત્યાં પહોંચી જાઓ.
તે વિશે રમેશભાઈ જણાવે છે –
“દસેક વર્ષથી શત્રુંજય(પાલીતાણા) પર મંદિરોની નગરી છે જે જગતભરમાં અજોડ છે તે મંદિરોના સ્થાપત્યના ચિત્રકામ કરાવવાની હોંશ હતી. આવું કામ કોઈ એક ચિત્રકારને આપી તેમની સાથે રહી વર્ષો સુધી ધીરજ રાખીને તપસ્યા કરવી પડે. વળી એક જ કલાકાર આ કામ કરે તો વિવિધતા ન મળે. ત્રણ વર્ષ પહેલાં સુરતની એક સંસ્થા દર વર્ષે જુદા જુદા સ્થળોએ કલા-શિબિર ગોઠવે છે તેમાં મને નારગોળની શિબિરમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું. દોઢસોથી વધુ યુવાન કલાકારોને કામ કરતાં જોઈ મેં એક શિબિર પાલીતાણા ગોઠવવા તે સંસ્થાને નિમંત્રણ આપ્યું. બધા ચિત્રકારોની રહેવાની વ્યવસ્થા ગોઠવી આપી. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ૮૦ જેટલા (selected) કલાકારોને ત્યાં લઈ જઈ ચાર દિવસ કામ કરાવ્યું, પરિણામે ૩૦૦ જેટલાં on the spot ચિત્રો તૈયાર થયા. કલાકારોને યોગ્ય પુરસ્કાર આપી બધા ચિત્રો અમારા મુનિરાજ શ્રી રાજહંસસૂરિજીને અર્પણ કર્યાં; જે પાલીતાણામાં કાયમી પ્રદર્શન તરીકે ગોઠવાશે. મોટા મોટા અને નામી કલાકારો કરતાં પણ આ યુવાનોએ અદભુત પરિણામો આપ્યા. તેમાં મહારાજશ્રીએ પ્રોત્સાહન આપી ચિત્રોમાં આધ્યાત્મ-ભાવ ઉભરાવ્યા તે બેમિસાલ છે.
This slideshow requires JavaScript.
2015 – પાલીતાણાના મંદિરોના સ્થાપત્યના ચિત્રકામનું અભિયાન
રચના

એ પુસ્તકની પ્રસ્તાવના ( ડો. શશિકાન્ત શાહ) માંથી તેમના વિશે અભિપ્રાય
સાભાર
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Great service of compiling and computerising all “Kumar” issues.Compliments to shri Rameshbhai.
Respected Ramnikbhai
requested to send me latest publication of Kalaguru Ravishankar Raval at my residential address.
Pravin Kapadia
401, Diamond park,
D’Silva Nagar,
Jaywant Sawant Road
Dahisar West,
Mumbai 400068
Maharashtra