
વલોણાવાળા રવજીભાઈ ક્યાં રહે છે? તો જવાબ મળે પવનચક્કીવાળા બંગલામાં.
મુલાકાતો જેમ જેમ વધતી ગઈ તેમ “વાળા રવજીભાઈ સાવલીયા” ગયું પણ આગળના શબ્દો નવા નવા પ્રકારના ભરતી થતા રહ્યા, ને વળી જૂનાને હટાવ્યા વગર જ. એ ચીજ નવાઈ પમાડનારી હતી. ઘરઘંટીવાળા…… વીજળી બચાવનારી ઈલેક્ટ્રિક મોટરવાળા, હીરાઉદ્યોગ માટે સગવડ ભરી ઓછી ગરમી પેદા કરીને હીરાઘસુઓને ભઠ્ઠી જેવા તાપમાંથી ઉગારનારી ઈલેક્ટ્રિક સગડીવાળા, ફૂટપંપવાળા, બેટરીથી ચાલતી સાઈકલવાળા, કુત્રિમ વરસાદ વરસાવવાવાળા, જળસંચયવાળા, ગુજરાત સરકારને ભોગવવી પડતી વીજ કટોકટીનું નિવારણ શોધવાવાળા, કીર્તિ સુવર્ણચંદ્રક પ્રદાન કરવાવાળા, રેશનાલિસ્ટોને મદદ કરનારા, તો સાગમટે અનેકોને ખગોળ દર્શન કરાવીને એની ભલભલાને છક્કડ ખવડાવી દે તેવી સરળ સમજૂતી આપવાવાળા રવજીભાઈ, શાળા-કોલેજો સંસ્થાઓમાં ગાંઠને ખર્ચે ફરી ફરીને (છેક મુંબઈ લગી જઈને) વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દેનારા વિજ્ઞાનના રહસ્યો ખોલતાં ભાષણો આપવાવાળા, મોટરકારના આંતરિક દહનયંત્ર ( ઈન્ટર્નલ કમ્બશન એન્જિન)માં પેદા થતી અફાટ ગરમીનું ગતિ-શક્તિમાં રૂપાંતરિત કરી આપવાવાળા રવજીભાઈ……
– રજનીકુમાર પંડ્યા.
વાંચતાં મન મહોરી ઊઠે તેવો પરિચય…

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો
Like this:
Like Loading...
Related
ખુબ સરસ પરિચય આપ્યો રજનીભાઈ.અભિનંદન. અને શ્રી રવજીભાઈ ” વાળાને” શત શત નમન.
રતન તો ઝળકે જ…સરસ પરિચય પ્રતિભા સંપન્ન રવજીભાઈનો.
રમેશ પટેલ(આકાશદીપ)