ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – દિપક અને મંજરી બૂચ


સાભાર – ગુજરાત સમાચાર

મૂળ લેખ માટે આ ચિત્ર પર 'ક્લિક' કરો

મૂળ લેખ માટે આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

      આજીવન નોકરીની માયાજાળમાંથી છૂટયા બાદ ઘણા લોકો શાંતિની રાહ પકડીને જીવન ગુજારવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ શહેરના શ્યામલ વિસ્તારમાં રહેતા દંપત્તિ દિપકભાઈ અને મંજરીબેન બૂચ કે જેઓએ પોતાનું બચેલું જીવન જરૃરિયાતમંદ બાળકોને ભણાવવા માટે ખર્ચ કરી દીધું છે. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ કોર્પોરેશનના ડેપ્યુટી જનરલ મેનેજર રહી ચૂકેલા દિપકભાઈ ૬૯ વર્ષની ઉંમરે પણ ધોરણ પાંચથી દસના બાળકોને ભણાવે છે. જ્યારે તેમના પત્ની મંજરીબેન ૬૩ વર્ષના છે અને તેઓ ધોરણ ત્રણ અને ચારના બાળકોને ભણાવે છે. છેલ્લા દસ વર્ષથી જરૃરિયાતમંદ બાળકોને ભણાવવાનું કામ કરતા આ દંપત્તિએ અત્યાર સુધી ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. અત્યારે હાલમાં દરરોજ ૧૭ સ્કૂલના ૨૦૦ વિદ્યાર્થીઓ તેમની પાસેથી ટયુશન લઈ રહ્યા છે. જેમાં તેઓ વિજ્ઞાન, ગણિત, ભૂગોળ જેવા વિવિધ વિષયો ભણાવે છે. સંયુક્ત કુટુંબમાં રહેવા છતાં પણ આ ભણાવવાનો સેવા યજ્ઞા ચાલુ રાખવા માટે ફેમિલી મેમ્બર પણ સાથ પુરાવે છે. આ દંપત્તિની આ સેવા અનેક લોકોને પ્રેરણાદાયક થઈ શકે છે.

dipak_1dipak_2       આ અંગે દિપકભાઈ અને મંજરીબેન બૂચ કહે છે કે, અહીં આવતા બાળકોમાંથી કોઈના પિતા શાકભાજીની લારી ચલાવે છે, તો કોઈ રીક્ષા ચાલકના, પ્લંબરના કે સંતાનો છે. આ બાળકોને ફ્રીમાં ટયુશન મળી રહે તે માટે અમે બન્નેએ તેમને ભણવવાનો બહું પહેલાથી જ નિર્ણય લીધો હતો. અહીંથી ટયુશન લઈ ચૂકેલા વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ, બીસીએ અને માસ્ટર લેવલની ડીગ્રી મેળવી ચૂક્યા છે. અમે શ્યામલ નજીકના સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ છેલ્લા દસ વર્ષમાં અમે નવ વર્ષ સુધી બાળકોને અમારા ઘરે ભણાવ્યા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી ડોનરે બાળકોેને ભણાવવા માટે અમારા ઘરની સામે એક મકાન ભાડેથી અપાવ્યુ છે. આ સોશિયલ એક્ટિવિટીને જોતા ગવર્નર દ્વારા અમને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યુ હતું.

       મારા ફાધર ફૂલની લારી ચલાવે છે. અમારી પાસે ટયુશનના કે આગળ ભણવાના પૂરતા પૈસા ન હતા પરંતુ ધોરણ સાતથી દસનું ટયુશન મે આ દાદા-દાદી પાસે લીધુ અને તેમને ઈ.સી. એન્જિનિયર બનાવી જેની તમામ ફી તેમને આપી હતી.

મોનિકા, યંગસ્ટર

                            monica             sagar  

       હું દિપક દાદા પાસે ત્રણ વર્ષ ટયુશન લઈ ચૂક્યો છું. ત્યાર બાદ તેમને મને એન્જિનિયરીંગમા ભણાવવા માટે ફી પણ આપી હતી. હું અહીં ટયુશન લીધા બાદ જ ટેક્સટાઈલ એન્જિનિયર બન્યો છું.

 –  સાગર ખત્રી, યંગસ્ટર

2 responses to “મળવા જેવા માણસ – દિપક અને મંજરી બૂચ

  1. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. imran26686 એપ્રિલ 27, 2017 પર 6:57 એ એમ (am)

    Dear friend!

    I just wanted to share some interesting thoughts about amazing people I met yesterday, please read more here http://www.gentlegiantsrescue-bloodhounds.com/community.php?fbfa

    Cheers, imran26686

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: