ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અરુણા જાડેજા, Aruna Jadeja


Aruna_1

  • ( લખવાનું શરૂ કર્યું બાદ) મારામાં ખૂબ જ બદલાવ આવ્યો છે. જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું ત્યારથી મને ડિપ્રેશનનો ‘ડી’ કે ફ્રસ્ટ્રેશનનો ‘એફ’ શું છે તેની ખબર જ નથી. અત્યારની જનરેશનને નાની ઉંમરે આ બધું જોવા મળતું હોય છે. મારી પાસે એટલું કામ છે કે ભગવાને મને બે હાથની જગ્યાએ દસ હાથ આપ્યા હોત તો… અને દિવસના ૨૪ કલાકની જગ્યાએ ૫૦ કલાક આપ્યા હોત તો… હું મારા અલગ-અલગ કામને ટાઈમ આપી શકત.
  • પરિવારને મારા પ્રત્યે ગર્વ છે. મારા પૌત્રો પણ કહે છે વી પ્રાઉડ ઓફ યુ દાદી
  • હું જીવનમાં સતત જુવાન રહેવા માગું છું. કારણ કે, મારા નામની પાછળ જુવાનસિંહ લખાય છે.
  • હું ટૂંક સમયમાં સંસારમાંથી નિવૃત્તિ લઈ રહી છું અને આધ્યાત્મિક માર્ગે વળી રહી છું.

————————————————————————

મૂળ સ્રોત - અહીં ક્લિક કરો

મૂળ સ્રોત – અહીં ક્લિક કરો

સમ્પર્ક 

  • એ-1, સરગમ ફ્લેટ્સ. નવરંગપુરા, ઈશ્વરભુવન રોડ, અમદાવાદ, ૩૮૦ ૦૧૪
  • ફોન  079-26449691, 94285 92507
  • ઈમેલ    arunaj50@yahoo.com

નામ

  • અરુણા જુવાનસિંહ જાડેજા

જન્મ

  • ૯ , નવેમ્બર – ૧૯૫૦

Aruna_2

કુટુમ્બ

  • માતા- ? , પિતા – ?
  • પતિ – જુવાનસિંહ, સંતાન – ?

શિક્ષણ

  • એમ. એ. બી. એડ. (ગુજરાતી સાહિત્ય)

વ્યવસાય

  • અધ્યાપન – વાડિયા વીમેન્સ કોલેજ, સુરત –  ૧૯૭૩ – ૮૧
આ ચિત્ર પર 'ક્લિક' કરો

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

તેમના વિશે વિશેષ

  • જન્મ મહારાષ્ટ્રિયન  “બીલ્ગી”   કુટુંબ માં થયો
  • અરૂણાબેન મરાઠી સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં લાવે છે  કારણ કે પણ આખી જિંદગી ગુજરાતમાં કાઢી તેથી મરાઠી કરતાં ઘણી વખત તેમના ગુજરાતી અનુવાદો શ્રેષ્ઠ રહ્યા છે.
  • ૨૦૦૫માં હાસ્ય લેખોના મરાઠીથી ગુજરાતીમાં અનુવાદ કરેલ એક પુસ્તક સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યું ! ૨૦૧૦માં તેમને આ પુસ્તક માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો.
  • છેલ્લાં 12 વર્ષોથી ‘ અંધજન મંડળ’, અમદાવાદમાં ધો. 10 અને 12ના અંધ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અંધ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી તેમ જ સંસ્કૃત વિષયોનું શિક્ષણકાર્ય અને કેસેટ તેમજ સીડીનું રેકોર્ડિંગ. (માનદ્ સેવા)
  • એક ઓળખ- બુકમાર્કસ્- ઘરમાં જ રહ્યે પુસ્તકપ્રેમીઓ સાથેનો સંપર્ક ટકાવવાનો નુસખો, છેલ્લા 8 વર્ષથી આ પ્રયાસ ચાલુ
  • અખંડાનંદ ,જનકલ્યાણ,કુમાર,નવનીત સમર્પણ,પરબ,શબ્દસૃષ્ટિ,ઉદ્દેશ,પ્રત્યક્ષ,સમીપે,તથાપિ  જેવાં ગુજરાતી અને  મરાઠી સામયિકોમાં સ્વતંત્ર લેખન – કુલ ૧૫૦ થી વધારે મૌલિક લેખો
  • મુંબઈના ધો. 12ના ગુજરાતીના પાઠયપુસ્તકમાં એક પ્રકરણનો સમાવેશ
  • એમ.એ. પાર્ટ-2(ગુજ. યુનિ.)ના અભ્યાસક્રમ(તુલનાત્મક સાહિત્ય)માં સમાવેશ
  • સંપાદનકાર્ય – સામયિક ‘દિવ્ય સંસ્કૃતિ’, લાઈફ મિશન પ્રકાશન, વડોદરા\
  • આખી જિંદગી સાઈકલ પણ ચલાવેલી ન હોવા છતાં, ૫૦ વર્ષની ઉમરે કાર ચલાવતા શીખ્યાં!
  • ૫૫ વર્ષની ઉમરે કોમ્પ્યુટર શીખ્યા, અને સામાયિકોમાં પેજ મેકરમાં બનાવેલી ફાઈલો જ મોકલવા લાગ્યા!
  • અરુણાજીને કુકિંગનો પણ ખૂબ શોખ છે. તેમના આઈસક્રીમ અને કેક ખૂબ વખણાય છે. એમાં પણ પાનનો આઈસ્ક્રીમ તેમની યુએસપી છે.
તેમણે છપાવેલ એક બુકમાર્ક

તેમણે છપાવેલ એક બુકમાર્ક

હોબી

  • બાગકામ, ભરતગૂંથણ, કલા-કારીગરી, સંગીત-શ્રવણ (કાનસેન)

aruna_4

પ્રદાન

  • અનુવાદો
    • ગુજરાતી-મરાઠી  – विनोदमेळा’ – વિનોદ ભટ્ટ,  ‘
    • મરાઠી-ગુજરાતી  –  પુલકિત, મુકામ શાંતિનિકેતન – પુલ.દેશપાંડે;  ઈડલી, ઓર્કિડ અને હું, તમન્ના તમારી, મારગ અમારો – વિઠ્ઠલ કામત, રિયાઝનો કાનમંત્ર, યશવંત દેવ; ભૂમિ, આશા બગે, સંસ્મરણોનો મધપૂડો, સ્વ. વા.ના. ચિત્તળે;  શ્યામની  બા- સાને ગુરૂજી,  મન સાથે મૈત્રી, સમર્થ રામદાસ સ્વામી,  ભણે તુકો – સંત તુકારામ,  આડબંધ’(ચૅકડૅમ) – સુરેખા શાહ,  શ્રી ઇચ્છા બલવાન, શ્રીનિવાસ થાણેદાર,    શ્રીમદ્ ભાગવત્ કથાસાર, ગમતાનો કરીએ ગુલાલ – કાવ્યાનુવાદો.,
    • સંસ્કૃત- ગુજરાતી – શ્રીમદ્ ભગવદગીતા,  શ્રી વિષ્ણુસહસ્રનામ, શ્રી સૂક્તમ્, શ્રી શિવ મહિમ્ન સ્તોત્રમ્ શ્રી પુરુષ સૂક્તમ્, શ્રી ગણપતિ અથર્વશીર્ષ
    • અંગ્રેજી – ગુજરાતી –  પ્રથમ બુક્સ’  (બેંગલોર) ની બાળવાર્તાઓ,
  • નિબંધ – (લ)ખવૈયાગીરી, સંસારીનું સુખ સાચું,

સન્માન 

  • ગુજરાત સાહિત્ય અકાદમી
  • अखिल भारतीय वाङमय परिषद, बडौदे
  • રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમી

સાભાર

  • રીડ ગુજરાતી
  • ગુજરાતી સાહિત્ય સંગમ

6 responses to “અરુણા જાડેજા, Aruna Jadeja

  1. nabhakashdeep ઓક્ટોબર 31, 2015 પર 3:42 પી એમ(pm)

    એક ખમીરવંતું ને આદર્શ વ્યક્તિત્ત્વ….તેમને ગૌરવથી બીરદાવતાં સાચે જ આનંદ થયો…જુવાનસિંહનો જુસ્સો સદા ફળજો.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. swati trivedi નવેમ્બર 3, 2015 પર 2:16 એ એમ (am)

    ખુબ જ સારું લાગ્યું.લાઈફ ગમે ત્યારે બદલી શકે છે………આદર્શ વ્યક્તિત્વ સ્ત્રીઓ માટે.

  3. Mayur r shah મે 24, 2017 પર 2:55 એ એમ (am)

    Adabhut charitra smt.arunaben jadeja(vidushi ma)

  4. La' Kant " કંઈક " મે 25, 2017 પર 9:28 એ એમ (am)

    સાત્વિક વિચારધારા , ઉદાત ચરિત્ર અને વર્સેટાઈલ વ્યક્તિત્વ …. માતબર પ્રેરક સાહિત્ય એવમ કાર્ય-શક્તિનું ઉત્તમ ઉદાહરણ …. ઝોમ-જુસ્સો ” આત્મ-વિશ્વાસ” ભીતરની કેળવાયેલી ટેવો-ગત ઈશ-કૃપા દત્ત [ કર્માધીન દેન ]

  5. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: