આ ક્યાંથી ગગડાટ અંબર મહીં ના મેઘખંડે દીસે
વા માઝા મૂકી સિંધુ ફાળ ભરતો આવે ધસી આ દિશે
કે વિંધ્યાચળના ભયાનક વને ત્રાડી રહ્યો કેસરી
પ્હાડો યે ધડકે ભરાય ફટકે ફાટી પડે દિગ્ગજો
સરી ન જતી કલ્પના ત્વરિત આમ ત્યાગી મને
જરી સ્થિર તરંગ રાખ તવ રંગ રંગે ભર્યા
નીરવ નાદ-લહરીઓ આવે!
અનહદનું આહ્વાન,
અનાહત નાદ-લહરીઓ આવે !
ગૂગલ ડોક્સ પર
વિકિપિડિયા પર
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર
———————————————
જન્મ
- ૧૭, જૂન-૧૯૦૧, નાપા – જિ,ખેડા
અવસાન
- ૨૭, ડિસેમ્બર – ૧૯૮૫, પોંડિચેરી
કુટુમ્બ
- માતા – ?, પિતા – રણછોડદાસ
- પત્ની -? , સંતાન -?
શિક્ષણ
- પ્રાથમિક, માધ્યમિક – ગોધરા, નડિયાદ
- ૧૯૧૮ – મેટ્રિક
તેમના વિશે વિશેષ
- ઇન્ટર સુધી પહોંચ્યા બાદ અભ્યાસ છોડી દીધો.
- અંબાલાલ પુરાણીના સમ્પર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર.
- ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક.
- ૧૯૨૬ થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ.

રચનાઓ
- કવિતા – પારિજાત, પ્રભાતગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ, મહાભગવતી, પાંચજન્ય, મુક્તાવલી, શુક્તિકા, દુહરાવલી, ગુર્જરી, વૈજ્યન્તિ, અપરાજિતા, કાવ્યકેતુ, સોપાનિકા, શતાવરી, દુઃખગાથા, ધ્રુવપદી, શબરી
- બાળ સાહિત્ય – બાલગુર્જરી, કિશોરકાવ્યો, કિશોરકુંજ, કિશોરકાનન, કિશોરકેસરી, મીરાંબાઈ’ – ગીતનાટિકા
- ગદ્ય – છંદપ્રવેશ, શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય, સાવિત્રી સારસંહિતા’
- અન્ય ભાષા – સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો
- અનુવાદ
- કવિતા – સાવિત્રી-ભા.૧-૬, મેઘદૂત
- ગદ્ય – પરમ શોધ, શ્રી અરવિંદનાં નાટકો, માતાજીની શબ્દસુધા
સાભાર
- ગુજરાતી સાહિત્ય કોશ
- વિકિપિડિયા
- શ્રી. પી.કે.દાવડા
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
સાભાર – દક્ષા વ્યાસ, કાવ્ય વિશ્વ
પૂજાલાલ દલવાડી : અધ્યાત્મભાવી સાધકનું ભક્તિગાન
પૂજાલાલ ની કવિ પ્રતિભાનો પૂર્ણ ઉન્મેષ એમના પ્રથમ સંગ્રહ ‘પારિજાત’માં જ માણવા મળે છે. ‘પારિજાત’ના પૂજાલાલ બ.ક. ઠાકોરને માર્ગે જઈ સમર્થ રચનાઓ આપે છે અને આપણા સોનેટકારોમાં સ્થાન પામે છે. ‘પારિજાત’માં સુઘડ સોનેટ ઉપરાંત ગીત, મુક્તક, લાંબા વૃતાંત્મક અને ઉદબોધન કાવ્યો મળીને કુલ 121 રચનાઓનો સમાવેશ છે જેનો પ્રવેશક બ.ક.ઠાકોરે લખ્યો છે. ઊર્ધ્વ જીવનની અભીપ્સા, દિવ્યતાની ઝંખના અને પરમતત્વ માટે આરતભર્યો ભક્તિભાવ વ્યક્ત કરતી કવિની શ્રી અરવિંદ દર્શન પ્રત્યેની શ્રદ્ધા સરવાણી એમાં તાજગીભર્યો અને કાવ્યાત્મક આવિષ્કાર પામે છે પરંતુ ઉત્તરોત્તર એમનું કલાબળ ઓસરતું જતું જણાય છે. પછી કવિની ગુરુભક્તિ જપમાળા ને સ્તુતિઓ રચવામાં સરી પડતી લાગે છે. – ડો. દક્ષા વ્યાસ
કવિ – પૂજાલાલ રણછોડદાસ દલવાડી
જન્મ – 17 જૂન 1901 ગોધરા, જિ. પંચમહાલ
કર્મભૂમિ – પૉંડિચેરી
અવસાન – 27 ડિસેમ્બર 1985
કાવ્યસંગ્રહો
1.પારિજાત (1938) 2. પ્રભાતગીત (1947) 3. શ્રી અરવિંદવંદના (1951) 4. શ્રી અરવિંદ મહાપ્રભુ (1972) 5. સાવિત્રી પ્રશસ્તિ (1976) 6. જપમાળા (1945) 7. ઊર્મીમાળા (1945) 8. ગીતિકા (1945) 9. શુભાક્ષરી (1946) 10. આરાધિકા (1948) 11. મા ભગવતી (1974) 12. મહાભગવતી (1977) 13. બાલગુર્જરી (1980) 14. કિશોરકાવ્યો (1979) 15. કિશોરકુંજ (1979) 16. કિશોરકાનન (1979) 17. કિશોરકેસરી (1979) 18. પાંચજન્ય (1957) 19. મુક્તાવલિ (1978) 20. શુક્તિકા (1979) 21. દુહારાવલિ (1980) 22. ગુર્જરી (1959) 23. વૈજયંતી (1962) 24. અપરાજીતા (1979) 25. કાવ્યકેતુ (1979) 26. સોપાનિકા (1980) 27. શતાવરી (1980) 28. દુખગાથા (1983) 29. ધ્રુવપદી (1978) 30. શબરી (1978) 31. મીરાંબાઈ (1980)
કવિ પૂજાલાલે 31 કાવ્યસંગ્રહો ઉપરાંત અનેક ગદ્યગ્રંથો ગુજરાતી, અંગ્રેજી તેમ જ સંસ્કૃતમાં પણ લખ્યા છે.
જીવન – પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. 1918માં મેટ્રિક થયા. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબાલાલ પુરાણીના સંપર્કથી એમનામાં શ્રી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદનાં આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ જાગ્યું અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર પડ્યા. 1923માં એકાદ વર્ષ કોસીન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક તરીકે સેવાઓ આપી. 1926થી એમણે પોંડીચેરીમાં શ્રી અરવિંદ અને શ્રી માતાજીનાં ચરણોમાં સ્થાયી વસવાટ સ્વીકાર્યો.