ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જીવરાજ મહેતા, Jivraj Mehta


jm1– THE STORY OF THE SIMPLE YEARNING, SELFLESS CHURNING AND SUBLIME LEARNING OF DR. JIVRAJ MEHTA

વિકિપિડિયા પર

—————————————

જન્મ

  • ૨૯, ઓગસ્ટ – ૧૮૮૭; અમરેલી

અવસાન

  • ૭, નવેમ્બર – ૧૯૭૮,

કુટુમ્બ

  • માતા – જમક બેન, પિતા – નારાયણ
  • પત્ની – હંસા , સંતાન – ?

શિક્ષણ

  • લાયસન્સ- મેડિસિન અને સર્જરી ( Equivalent of MBBS), ગ્રાન્ટ મેડિકલ કોલેજ/ સર જે.જે. હોસ્પિટલ, મુંબાઈ
  • ૧૯૧૪ – લન્ડનમાંથી FRCS

વ્યવસાય

  • ૧૯૨૫ – ૧૯૪૨ પોતે સ્થાપેલી શેઠ ગોરધનદાસ સુંદર દાસ મેડિકલ કોલેજના ડીન
  • ૧૯૪૮ – ભારત સ્વતંત્ર બન્યા બાદ વડોદરા રાજયના દિવાન

jm6

NPG x153952; Mrs Hansa Mehta; Dr Jivraj Narayan Mehta by Bassano

by Bassano, half-plate glass negative, 9 November 1931

jm3

 

NPG x150710; Mrs Hansa Mehta; Dr Jivraj Narayan Mehta; Sir Manubhai Nandshankar Mehta by Bassano

by Bassano, half-plate glass negative, 9 November 1931

 

 

તેમના વિશે વિશેષ

  • મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા, અને આઠમું પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.
  • લન્ડનમાં અભ્યાસ માટે ટાટા એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્કોલરશીપ
  • ૧૯૦૯- ૧૯૧૫ – લન્ડન ખાતે નિવાસ, ત્યાં ભારતીય વિદ્યાર્થીઓના મડળના પ્રમુખ હતા. ૧૯૧૪માં એમ.ડી.ની પરીક્ષામાં યુનિ.નો ગોલ્ડ મેડલ મળ્યો હતો.
  • લન્ડનની રોયલ કોલેજ ફોર ફિઝિશિયન્સના સભ્ય.
  • દેશમાં આવ્યા પછી, થોડાક સમય માટે ગાંધીજીના અંગત ડોક્ટર રહ્યા
  • સ્વતંત્રતાની ચળવળમાં પહેલેથી રસ હતો, અને બે વખત સત્યાગ્રહમાં ભાગ લેવા માટે જેલમાં ગયા હતા
  • સ્વતંત્રતા મળ્યા બાદ થોડોક વખત વડોદરા રાજ્યના દિવાન
  • ૧૯૪૮ – ભારતના નવા તંત્રમાં ડિરેક્ટર જનરલ ઓફ મેડિસિન
  • ૧૯૬૦ સુધી – મુંબાઈ રાજ્યમાં નાણાં, ઉદ્યોગ, નશાબંધી અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન
  • ૧૯૬૦-૧૯૬૩ ગુજરાત રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન
  • ૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર
  • મુંબાઈની શેઠ ગોરધનદાસ સુરેન્દર દાસ હોસ્પિટલ અને એડવર્ડ – સાત હોસ્પિટલના સ્થાપક.ત્યાં ૧૮ વર્ષ કામ કર્યું.
  • ભારતમાં મેડિકલ ક્ષેત્રે સંશોધન માટે પાયાનું કામ. મુંબાઈ, પુના, ઓરંગાબાદ, અમદાવાદ,નાગપુર માં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સ્થાપવામાં મહત્વનો ફાળો
  • દિલ્હી ખાતેની ઓલ ઇન્ડિઆ ઇન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સની સ્થાપનામાં સક્રીય હિસ્સો.
  • ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ

સન્માન

  • ૨૦૧૫ – ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્ર માટે સર્વોચ્ચ – જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત

4 responses to “જીવરાજ મહેતા, Jivraj Mehta

  1. nabhakashdeep એપ્રિલ 29, 2016 પર 4:44 પી એમ(pm)

    ગુર્જર ધરાના આ પનોતા પુત્ર ને તેમના સમર્પણ ભર્યા વ્યક્તિત્તવથી..ગુજરાતની અસ્મિતા મહેંકે છે. શ્રી સુરેશભાઈ..આપે પહેલી મે..સ્થાપના દિન પ્રસંગે …એક ઉત્તમ પરિચયનો દીપ..આપની આ શ્રેણીમાં

    ઝગમગતો કર્યો..ખૂબ ખૂબ અભિનંદન.

    સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

  2. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ગુજરાતના મુખ્ય મંત્રીઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: