ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઝીણી વાર્તા/ લઘુકથા/ માઈક્રો ફિક્શન


        હમણાં હમણાંથી નેટ ઉપર આવું ઘણું બધું જોવા મળે છે. આમ તો આ બ્લોગ ગુજરાતના ગૌરવને દીપાવે તેવી પ્રતિભાઓના જીવન અંગેની જાણકારી માટે વિશેષ છે. પણ કદીક મનને શાતા આપે તેવા,  સર્જકતાની માવજત કરનારા, સન્નિષ્ઠ પ્રયાસોની ખબર પડે ત્યારે તેમને પોંખવાનો ઉમંગ થાય છે.

      ગુજરાતી માઈક્રોફિક્શન માટેના વોટ્સએપ ગૃપ ‘સર્જન’ પર દર શનિવારે સવારે એક પ્રોમ્પ્ટ / કડી આપવામાં આવે છે, રવિવાર સાંજ સુધી એ કડી પરથી વધુમાં વધુ ૩૦૦ શબ્દો સુધીની માઈક્રોફિક્શન બનાવીને ગૃપમાં મૂકવામાં આવે છે અને મિત્રો તેના પર પ્રતિભાવ આપે છે, તેના વિશે ચર્ચા થાય છે. સર્જનાત્મક્તાની અનેકવિધ શક્યતાઓને આ એક કડી દ્વારા એક તાંતણે બાંધવાનો પ્રયત્ન થાય છે. આવા બે અત્યંત સફળ પ્રયાસો થઈ ચૂક્યા છે, જે સમયાંંતરે અહીં પ્રસ્તુત થશે.

     ઉપરાંત જાણીતી ટૂંંકી વાર્તાઓની માઈક્રોફિક્શન બનાવવી, છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન બનાવવી, કોઈ એક થીમ પરથી માઈક્રોફિક્શન રચવી, વગેરે જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે / થનાર છે.

અને આ પ્રવૃત્તિ પણ અત્યંત  આધુનિક, સ્માર્ટ ફોન પર હાલતા ને દોડતા ‘વોટ્સેપ’ ગ્રુપ પર !
આ રહ્યું એ …

whataApp

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

અને એ પ્રવૃત્તિની એક ઝલક અહીં…

ગુજરાત સમાચારમાં…

micro

7 responses to “ઝીણી વાર્તા/ લઘુકથા/ માઈક્રો ફિક્શન

 1. pravinshastri જૂન 4, 2016 પર 2:16 પી એમ(pm)

  આતો સાસુ વહુના વન લાઈનર ટોંણા જેવું સાહિત્ય.
  હું તો ૧૫૦૦ થી ૨૫૦૦ શબ્દો વાળો, મને કોણ સંગ્રહે.
  ખાટી દ્રાક્ષ.

 2. Vinod R. Patel જૂન 4, 2016 પર 2:49 પી એમ(pm)

  જિંદગીની કથાઓ છે બહુ લાઈન
  ક્યાંથી લખાય એને એક લાઈન !

 3. સુરેશ જૂન 4, 2016 પર 3:14 પી એમ(pm)

  બધી વાર્તાઓ આખે આખી જિંદગીની મહાગાથાઓ નથી હોતી.
  કોઈ કવિતા જીવનના સમગ્ર પટને આવરી લેતું મહાકાવ્ય નથી હોતી.

 4. Jignesh Adhyaru જૂન 7, 2016 પર 11:24 એ એમ (am)

  अमारा गृपना उल्लेख बदल आभार सुरेशदादा.. अनोखु, अलग अने असहज काम छे.. पण असंगत तो नथी ज…

 5. પરીક્ષિત જોશી જૂન 7, 2016 પર 12:21 પી એમ(pm)

  આપે માઈક્રોફિક્સન લખતા વોટ્સઍપ ગ્રુપ સર્જનની નોંધ લીધી, એ ગમ્યું. બે અઠવાડિયાથી હું એમાં સક્રિય થયો છું અને ખરેખર સર્જત્મક્તાને નવી ધાર મળી છે…નાનો પણ રાઈ નો દાણો, એ ન્યાયે તમે કરેલું નામાભિધાન ઝીણી વાર્તા ચોટદાર છે…

 6. સંજય ગુંદલાવકર જૂન 17, 2016 પર 3:47 એ એમ (am)

  સર્જનની નોંધ લેવા બદ્દલ આભાર… ગર્વ છે કે એ માઈક્રોફિક્શન ગ્રુપ “સર્જન”નો હું સક્રિય મેમ્બર છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: