ખોળાના બાળકને સારામાં સારું શિક્ષણ આપવા પેટે બાંધનાર માબાપ તો હોય. કોઈક વીરલા એકાદ ગરીબ બાળકને ભણાવવાનું કામ માથે લે – એમ પણ બને.
પણ…. આખી ને આખી શાળા ( ભુલ્યો… શાળાઓ) દત્તક લેનારા પણ છે.
એ ટ્રસ્ટની વાત કરીએ એ પહેલાં એ સ્પષ્ટ થવું જોઇએ કે ‘ભલું’ એટલે શું ? એમને અન્ન-કપડાં-ઝૂંપડાં જોગવી આપવા એટલું જ? એ બધી અવશ્ય પાયાની જરૂરતો છે. બેશક, એ પ્રાથમિક (પ્રાઇમરી)છે. એના વગર ના ચાલે, પણ કેવળ એટલાથી પણ ના ચાલે. શ્રેય તો એથી વિશેષ કશુંક છે.
જવાબ માટે જેના પર ભવિષ્યકાળ નિર્ભર છે એવા વીરલાઓની અત્યારે પાંગરી રહેલી પેઢી ઉપર ! એ બાળકોની આખી શ્રેણી નિબીડ અંધકારમાં જન્મી છે. એમને જિંદગીના એમના હકના મળવા જોઈતા અજવાસની કલ્પના જ નથી. એ સવારે એક ટંક જ ખિચડી પામે છે, બીજી વારની ખિચડી માટે બીજી સવારની રાહ એમને જોવાની રહે છે. નાનપણથી જ અંધશ્રધ્ધા. કુરિવાજો અને આદિમકાળના જમાનાનાં અવિચારી બંધનો એમને ઘેરી વળે છે, પોતાના મોટા બાંધવોને એ દારુ પી પીને મરી જતાં નજર સામે જુએ છે ને છતાં એ નરકમાં આળોટતા રોકનાર કોઇ નથી. મોટા થઇને એ લોકો પણ જે પ્રજા પેદા કરશે એમને માટે પણ એ જ નરકવાસ છે. આ સિલસિલાનો છે કોઇ અંત ?
—
એનો અંત લાવી શકાય માત્ર અને માત્ર બાળકોની કેળવણી વડે. એકલો ‘શિક્ષણ’ શબ્દ સાંકડો છે. એમાં ભણતર આવે છે, પણ ગણતર નથી આવતું. પણ છતાં એની શરૂઆત બેશક શાળાકીય શિક્ષણથી કરવી પડે. પરંતુ જે બાળકોમાં ભણવાની કોઇ જ તમન્ના પેદા થઇ નથી તેમને શાળાનું નિર્જીવ મકાન શું આકર્ષી શકવાનું ?
આવી શાળાઓને દત્તક લેનારા ‘મુછાળા’ અને ‘મુછાળી’ દંપતી ( રતીભાઈ અને નલિની બહેન મુછાળા)

ઉપરના ચિત્ર પર ક્લિક કરી એમની વેબ સાઈટ પર વિશેષ માહિતી મેળવો.
Like this:
Like Loading...
Related
Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય