ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

એક નવો વિભાગ


           ‘ગુજરાતી સારસ્વત પરિચય’ નામથી તા. ૨૮, મે – ૨૦૦૬ ના રોજ શરૂ કરેલ આ બ્લોગના રૂપ અને વ્યાપમાં ઉત્તરોત્તર ફેરફારો થતા રહ્યા છે. ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ નામના અને ગુજરાતની નામાંકિત વ્યક્તિઓના પરિચય આપતા બ્લોગને એમાં ભેળવી દઈ આ પ્રક્રિયા ચાલુ થઈ હતી. તે વખતના સાથી શ્રી હરીશ દવેનું એ સૂચન હતું. આ બ્લોગે કરેલ પ્રગતિ એ સૂચનની યથાર્થતાની સાક્ષી પૂરે છે.પછી તો તેમાં ઘણા ફેરફારો, ઉમેરા, રંગ રૂપ પરિવર્તન અને વિકાસ થતાં રહ્યાં.

સાથી મિત્રો અને સક્રીય વાચકોના
યોગદાન અને સહકાર વિના 
આ શક્ય ન જ બન્યું હોત.
તે સૌના અમે ઋણી છીએ.
આભાર.

           ૨૦૧૬નું આ વર્ષ વિદાય લેવામાં છે ત્યારે, પોર્ટલેન્ડ, ઓરેગન નિવાસી, બુઝુર્ગ અને ઉત્સાહી મિત્ર ડો. કનક  રાવળના જૂની યાદોને સંગ્રહિત કરવાના ધખારાને સાદર વંદન અને સલામ સાથે આ નવો વિભાગ શરૂ કરતાં આનંદની લાગણી થાય તે સ્વાભાવિક છે.

ગુજરાત સ્થળ પરિચય

આવો પહેલો પરિચય – માતર ભવાનીની વાવ – અમદાવાદ

mb1

આ ફોટા પર ક્લિક કરો

 એ જણાવવાની શું જરૂર છે કે, દુનિયાના ખૂણી ખૂણે ફેલાઈ ગયેલા, પ્રત્યેક ગુજરાતીના દિલમાં માદરે વતન માટે પ્રેમ અને આદરની લાગણી સદા વસતી રહે છે. એને આવું બધું જાણવાની ઘણી ઈંતેજારી હોય છે. કોઈ ખાસ પ્રચાર વિના, સતત વધતા રહેલ ‘મુલાકાતીઓની સંખ્યા’  આની સાક્ષી પૂરે છે.

આજનો એ આંક ……

gpp

  સૌ વાચક મિત્રોને વિનંતી કે, આવી માહિતી મેળવી આપવામાં અમને મદદ કરે. આ લખાણની જેમ હોય કે પી.ડી.એફ. ફાઈલ હોય – અને નેટ ઉપર કોઈ પણ વેબ સાઈટ પર પ્રકાશિત કરેલ હોય અથવા છપાયેલાં પુસ્તકોમાંથી સ્કેન કરીને બનાવેલ ચિત્ર ( Image) હોય તો પણ ચાલશે – દોડશે!

4 responses to “એક નવો વિભાગ

  1. chaman ડિસેમ્બર 16, 2016 પર 12:49 પી એમ(pm)

    ધન્યવાદ એમને જેમણે આ વિચારના બી રોપી દીધા છે. સૌ વાંચકવર્ગ અહિ આવી પ્રતિભાવના પાણી આ બીજને સિંચતા રહે એવી આશા રાખુ છું! સૌને કંઈને કંઈ મેળવવાનું છે, ગુમાવવાનું કંઈ નથી! જ્યાં જ્યાં વસે એક ગુજરાતી……….!

    આભાર સાથે,
    ‘ચમન’

  2. pravinshastri ડિસેમ્બર 16, 2016 પર 9:22 પી એમ(pm)

    ગુજરાત અને ગુજરાતી ને ચેતંનવંતી રાખનાર તરીકે ભાવી પેઢી આપને યાદ રાખશે. વ્યુઝના આંકડા જ સાબીતી આપે છે કે આપે સતત લોક ચાહના મેળવી છે. ધન્યવાદ અને અભિનંદન સુરેશભાઈ. એક ગરવા ગુજરાતીને સલામ.
    પ્રવીણ શાસ્ત્રી.

  3. aataawaani ડિસેમ્બર 16, 2016 પર 10:43 પી એમ(pm)

    પ્રિય સુરેશભાઈ આતો તમે બહુ વખાણવા જેવું કાર્ય આરંભ્યું કહેવાય નિ: શંક ખુબ સફળતા મળશે .

  4. HARIDAS RAIGAGA ડિસેમ્બર 26, 2016 પર 10:42 એ એમ (am)

    Pls pick up a rare book (perhaps only book) titled as “Bhagu To Bhomka Laje” by Jaymal Parmar. This is an extensive research work about “Paliya” in entire gujarat, each one is a story of valour, bravery, sacrifice and pride of Gujarat.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: