ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સોમનાથ મંદિર – યાત્રાધામ સોમનાથ




આવા ઘણા બધા વિડિયો અહીં….
સ્થળનું નામ:
સ્થાન:
  • વેરાવળ પાસે. જિલ્લો સોમનાથ. પશ્ચિમ ગુજરાત
  • ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે
પ્રકાર:
  • યાત્રાધામ
  • પ્રાચીન ઐતિહાસિક સ્થળ
  • દરિયાકિનારાનું સ્થળ
  • પર્યટક સ્થળ
મહત્ત્વ:
વિશેષતાઓ:
  • બેનમૂન સ્થાપત્યથી સુશોભિત, પુનરોદ્ધાર પામેલ સોમનાથ મંદિર
  • મંદિરના આદિ જ્યોતિર્લિંગની ભક્તિભાવભરી આરતી- સવાર, બપોર, સાંજ
  • હૃદય ધડકાવી દે તેવાં સ્પંદનો જગાવતી સંગીતમય આરતી
  • રાત્રે મંદિરના પ્રાંગણમાં રોચક ‘સાઉન્ડ એન્ડ લાઇટ શો’
  • મંદિરની દિવાલોને અથડાતાં અરબી સમુદ્રનાં મોજાં
  • ભગવાન શ્રી કૃષ્ણને જે સ્થળે પારધીનું તીર વાગ્યું હતું તે ભાલકા તીર્થ
  • ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્થાને દેહત્યાગ કર્યો તે નિજ ધામ પ્રસ્થાન તીર્થ
  • અતિ પ્રાચીન મંદિરનાં નવસો વર્ષ જૂનાં ખંડેરોના અવશેષોનું મ્યુઝિયમ
  • સોમનાથ મંદિરથી અર્ધો કિલોમીટર દૂર ત્રિવેણી સંગમ – અહીં હિરણ, કપિલા અને સરસ્વતી (ગુપ્ત સરસ્વતી) આ ત્રણ નદીઓ સમુદ્રમાં સમાય
વર્ણન/ અન્ય વિગતો:

(1) સોમનાથ મંદિર સંકુલ

  • સોમનાથ મંદિરનું અવર્ણનીય શિલ્પ-સ્થાપત્યકામ ચાલુક્ય શૈલીથી
  • વિશિષ્ટ શૈલીથી બંધાયેલ છેલ્લા આઠસો વર્ષનું એકમાત્ર મંદિર
  • મંત્રમુગ્ધ કરતાં કોતરણીકામવાળાં ભવ્ય ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્યમંડપ
  • 150 ફૂટ શિખર પર દસ ટન વજનનો કલશ તથા 27 ફૂટ લાંબો ધ્વજદંડ
  • મંદિર પ્રાંગણમાં બેસવા માટે ચારે તરફ લૉન/ બેન્ચિઝ – બાંકડા
  • મંદિરનાં પ્રાંગણમાં બેઠાંબેઠાં વિશાળ અરબી સમુદ્રનાં અફાટ વિસ્તારનું મનોહર દ્રશ્ય
  • મંદિરની પાછળની પાળેથી સમુદ્રની જળરાશિ પર સૂર્યાસ્તનું અદભુત દર્શન
  • મંદિરનાં પ્રાંગણમાં અનોખો, દક્ષિણ ધ્રુવ સૂચક તીરસ્તંભ
  • સોમનાથના તીરસ્તંભથી ઠેઠ દક્ષિણ ધ્રુવ સુધીના રસ્તે માત્ર સમુદ્ર જ સમુદ્ર
  • પ્રાચીન સોમનાથ મંદિરનાં ઐતિહાસિક અવશેષોનું મ્યુઝિયમ
  • મંદિરના સંકુલમાં પ્રાચીન સોમનાથ મંદિરની જગ્યાએ અહલ્યાબાઈએ બંધાવેલ અહલ્યેશ્વર મંદિર
  • ગણપતિજી અને હનુમાનજીનાં દર્શનીય મંદિર

(2) નિજ ધામ પ્રસ્થાન તીર્થ સંકુલ

  • સોમનાથ મંદિરથી આશરે 2 કિલોમીટર દૂર, આશરે દસ મિનિટની ડ્રાઇવ પર
  • આ પવિત્ર તીર્થ હિરણ્ય (હિરણ) નદીના શાંત અને પાવન તટ પર
  • અહીં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના અવતાર કાર્યનું સમાપન કર્યું
  • નિજ ધામ પ્રસ્થાન તીર્થ ગોલોકધામ અથવા દેહોત્સર્ગ તરીકે પણ ઓળખાય
  • ભગવાન શ્રીકૃષ્ણનું ધામ તેથી ‘ગોલોકધામ’
  • અહીં ભગવાન શ્રીકૃષ્ણએ પાથિવ દેહ છોડ્યો, તેથી આ સ્થાન ‘દેહોત્સર્ગ’
  • ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ધામે પ્રસ્થાન કરી ગયા, તેથી ‘નિજ ધામ પ્રસ્થાન’
  • આ સંકુલનાં પટાંગણમાં ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકા, દાઉજી બલરામજીની શેષનાગ ગુફા, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, મહાપ્રભુજીની બેઠક
  • આ સ્થળેથી ભગવાન શ્રી કૃષ્ણ યોગધારણાથી પોતાના ધામે સંચર્યા
  • અહીં ‘પાદુકા છત્રી’ – ચરણ મંડપમાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણપાદુકાઓ છે
  • ભગવાને વડીલ બંધુ બલરામજીને અહીંથી શેષનાગ સ્વરૂપે પાતાળમાં જવા અનુમતિ આપે તે સ્થાન દાઉજીની શેષનાગ ગુફા અહીં છે
  • ગીતા મંદિરમાં ચારે દિવાલો પર શ્રી ગીતાજીના અઢાર અધ્યાયના બધા જ શ્લોકોનું આલેખન
  • લક્ષ્મીનારાયણ મંદિરમાં શંખ ચક્રધારી લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજમાન
  • મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીની બેઠક (65મી બેઠક) અહીં છે (ભારતમાં મહાપ્રભુજીની 84 બેઠકો છે)
  • મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ 500 વર્ષ પહેલાં અહીં ભાગવત સપ્તાહ યોજી હતી
  • નિજ ધામ પ્રસ્થાન તીર્થ શાંત હિરણ નદીતટ પર આવેલ મનોહર અને મનને પરમ શાંતિ આપે તેવું પવિત્ર સ્થાન

(3) ત્રિવેણી સંગમ તીર્થ

  • નિજધામ પ્રસ્થાન તીર્થ (ગોલોકધામ / દેહોત્સર્ગ) થી મંદિર તરફ પાછાં ફરતાં રસ્તામાં હિરણ્ય, કપિલા અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર આ ત્રિવેણી સંગમ તીર્થ
  • આ તીર્થ સોમનાથ મંદિર અને નિજ ધામ પ્રસ્થાનની વચ્ચે
  • અહીં હિરણ, કપિલા અને સરસ્વતી- ત્રણે નદીઓ સમુદ્રને મળે, તેથી ત્રિવેણી સંગમ
  • શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ તીર્થ પર સ્નાન કરી પિતૃતર્પણ કરે છે

(4)  ભાલકા તીર્થ

  • ભાલકા તીર્થ સોમનાથ – વેરાવળના જૂના રોડ પર
  • સોમનાથ મંદિરથી આશરે પાંચ કિલોમીટર દૂર
  • અહીં ભગવાન શ્રીકૃષ્ણનું સુંદર મંદિર
  • આ સ્થાને ભગવાન શ્રીકૃષ્ણને પારધીનું તીર વાગ્યું, જ્યારે ભગવાન દેહલીલા સંકેલવાના હેતુથી પીપળાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ બેઠા હતા
  • ભાલકા તીર્થ મંદિરમાં જમણા પગ પર ડાબો પગ ચડાવી આડે પડખે થયેલ ભગવાન શ્રી કૃષ્ણની ભાવવાહી મૂર્તિ – પગમાં તીર વાગેલ છે, પાસે પારધી ક્ષમા માગતો બેઠો છે

(5) સોમનાથમાં અન્ય દર્શનીય સ્થાનો

  • ફોટોગ્રાફી માટે / સમય પસાર કરવા / શાંતિથી બેસવા / ટહેલવા ખૂબ લાંબો દરિયા કિનારો
  • ત્રિવેણીના કિનારા પાસે શ્રી પરશુરામ મંદિર – જલેશ્વર મહાદેવ – તપેશ્વર મહાદેવ – પાંડવ ગુફા
  • સોમનાથથી ભાલકા તીર્થ જતાં રસ્તામાં શશીભૂષણ મહાદેવ તથા ભીડભંજન ગણપતિજીનાં મંદિરો – દરિયામાં અર્ધ-ડૂબતાં શિવલિંગનાં દર્શન કરવા બપોરે સાડા ત્રણે પહોંચી જઈ, પછી આગળ ભાલકા તીર્થ જવું – અહીંથી પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને તીર માર્યું હોવાની લોકવાયકા
  • વેણેશ્વર મહાદેવનું મંદિર અને અન્ય સ્થળો

ઇતિહાસ/ ઐતિહાસિક મહત્ત્વ:

  • પ્રાચીન પુરાણો અને અન્ય ધર્મગ્રંથો અનુસાર ચંદ્ર દેવતા દ્વારા સોમનાથ મંદિરની સ્થાપના
  • ચંદ્રને તેમના શ્વસુર દક્ષ પ્રજાપતિનો શાપ હતો – તેમાંથી મુક્તિ પામવા ચંદ્રએ ગુજરાતના પશ્ચિમ કિનારે, અરબી સમુદ્રને કિનારે ભગવાન શિવની આરાધના કરી
  • ભગવાન શિવે પ્રસન્ન થઈ ચંદ્રને દક્ષના શ્રાપમાંથી મુક્તિ અપાવી
  • ચંદ્રએ અહીં સમુદ્ર કિનારે ભગવાન શિવનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું
  • ચંદ્ર (સોમ) દ્વારા નિર્મિત આ મંદિર તે જ સોમેશ્વર મહાદેવ કે સોમનાથ મહાદેવ
  • પાંચેક હજાર વર્ષ પહેલાં અહીં સોમનાથમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાર્થિવ દેહ ત્યાગ કર્યો
  • મહાભારતના યુદ્ધ પછી, વ્યથિત ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા છોડી ગુજરાતમાં સોમનાથના દરિયા કિનારે આવ્યા
  • સોમનાથ નજીક ભાલકા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે એક પારધીએ તેમના પગની પાનીને હરણ સમજીને તીર માર્યું
  • તીરથી આહત થયા પછી, દેહત્યાગના નિશ્ચયથી ભગવાન શ્રી કૃષ્ણ ભાલકા તીર્થ છોડીને હિરણ નદીના કાંઠે આવ્યા – ત્યાંથી તેમણે સદેહે સ્વધામ તરફ પ્રયાણ કર્યું જે સ્થાન આજે ‘નિજ ધામ પ્રસ્થાન તીર્થ’ કહેવાય છે –
  • સોમનાથથી ઉના-દીવ રોડ પર આશરે 20 કિલોમીટર દૂર પ્રાચી ગામ
  • પ્રાચીમાં માધવરાયજીનું મંદિર તથા પ્રાચીન મોક્ષનો પીપળો
  • પ્રાચીમાં પિતૃતર્પણનું માહાત્મ્ય – પીપળે પાણી ચઢાવવાનું મહત્ત્વ
  • કહે છે કે યુધિષ્ઠિરે અહીં ગોત્રહત્યાના દોષનિવારણ અર્થે પિતૃવિધિ કરી હતી
  • મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, સ્વામી સહજાનંદજી, મહાત્મા ગાંધી અને કસ્તુરબા સહિત ઘણાં પ્રાચીની મુલાકાતે આવી ચૂક્યાં છે

વિશેષ નોંધ:

સંબંધિત પોસ્ટ / લેખ:

3 responses to “સોમનાથ મંદિર – યાત્રાધામ સોમનાથ

  1. Pingback: ગુજરાત – સ્થળ પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Joshi Mukesh માર્ચ 12, 2017 પર 1:46 એ એમ (am)

    PLEASE SHARE THE YOUR POET

    2017-03-04 19:42 GMT+05:30 ગુજરાતી પ્રતિભા પરિચય :

    > હરીશ દવે (Harish Dave) posted: “. સ્થળનું નામ: સોમનાથ / પ્રભાસ પાટણ સોમનાથ
    > સ્થાન: વેરાવળ પાસે. જિલ્લો સોમનાથ. પશ્ચિમ ગુજરાત ગુજરાતના પશ્ચિમ દરિયા
    > કિનારે પ્રકાર: યાત્રાધામ પ્રાચીન ઐતિહાસિક સ્થળ દરિયાકિનારાનું સ્થળ પર્યટક
    > સ્થળ મહત્ત્વ: ભગવાન શિવનું હજારો વર્ષ પુરાણું ભવ્ય સ”
    >

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: