પાણીની પરબમાં જેમ સેવાભાવે પાણી મફત પીવરાવવામાં આવે છે તેમ, જરૂરિયાત વાળા, આર્થિક રીતે પછાત, બાળકોને નિઃશૂલ્ક વિદ્યાદાન અને શૈક્ષણિક મદદ
પ્રેરણા સ્રોત
શિવાનંદ સ્વામી
Only thing in the life to learn is: learn to give, whatever one can.
સ્થળ
સચીન ટાવર, સેટેલાઈટ, અમદાવાદ
સ્થાપના
૫, જુલાઈ – ૨૦૦૫ ( રથયાત્રાનો દિવસ )
સંચાલકો
દિપક અને મંજરી બુચ
દિપક બુચ GSFC માંથી નિવૃત્ત થયા બાદ આ પ્રવૃત્તિ શરૂ કરી.
કાર્યની રૂપરેખા
શાળાએ જતાં જે બાળકો ભણવા માટે તત્પર હોય અને સાથોસાથ તેઓના માતા-પિતા પોતાના બાળકોને ભણાવવા આતુર હોય તેવો વર્ગ પસંદ કરવો.
બાળકોમાં ઇચ્છાશક્તિ પેદા કરવી, સંસ્કાર સિંચન કરવું તેમજ હિંમતવાન વ્યક્તિત્વ ઘડવું જેથી પોતાના પગ ઉપર ઉભા રહી શકે….પોતાના કુટુંબને આર્થિક સંકણામણમાંથી ઉગારે તેટલું જ નહિ પણ સમાજમાં એક સુંદર વ્યક્તિત્વ તરીકે ઉભરી આવે જે ભવિષ્યમાં અન્યોને પણ ઉપયોગી થાય.
ઉપરોક્ત માટે તેઓની કારકિર્દી પૂરી થાય ત્યાં સુધી આંગળી પકડી રાખવી ને ટેકો આપવો જેથી અભ્યાસ પૂર્ણ કરી પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થાય.
પરીક્ષાઓમાં ઉત્તમ માર્ક્સ લાવવા એ એક માત્ર લક્ષ્ય ન રાખતા ઉપરોક્ત આધારે “ભણ્યો તેમજ ગણ્યો “ થાય તેવી ભાવના પરોવાયેલ છે…
સમયાનુસાર ઉમેરવામાં આવેલી પ્રવૃત્તિઓ
દરેક વિદ્યાર્થીને બધી જ સ્ટેશનરી, ચોપડા,નોટબુકસ,પેન,પેન્સિલ,રબ્બર વિગેરે આપવી.
લાઈબ્રેરી – જેથી બાળકોને અન્ય વાંચનમાં રસ પડે અને ઘણું શીખવાનું મળે.
સામાન્ય બીમારીમાં મફત સારવાર મળી રહે તે હેતુથી એક ડોક્ટર સાથે વ્યવસ્થા કરી.
શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવું અને દર વર્ષે એકવાર બાળકોને પ્રવાસમાં લઇ જવાં.
હોશિયાર વિદ્યાર્થીઓને શાળાની ફી માટે મદદ મેળવી આપવી.
ધોરણ ૮ અને તેની ઉપરના ઘોરણના બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેમજ સામાન્ય જ્ઞાન વધે તે હેતુથી જે-તે ક્ષેત્રની અનુભવી વ્યક્તિઓને આમંત્રણ આપી વિદ્યાર્થીઓને સંબોધવા માટે બોલાવવા.
અમદાવાદ મેનેજમેન્ટ એશોસિએશન (AMA) માં જુદા-જુદા પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવા.
જુદી-જુદી સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સંગીત-સ્પર્ધા, નાટક સ્પર્ધા વગેરે યોજવી જેથી બાળકોમાં કળાનો વિકાસ થાય.
પ્રોત્સાહક ફિલ્મો બતાવવી.
ઘોરણ ૧૦ પછી વિદ્યાર્થીને શામાં રસ છે અને તે અનુસાર કયો અભ્યાસક્રમ લેવો? તે અંગે નિષ્ણાત લોકોને બોલાવીને માર્ગદર્શન પૂરું પાડવું.
ઘોરણ ૧૦ ઉપરના બધા જ વિદ્યાર્થીઓનું એલમ્ની ગ્રુપ, જેની મિટિંગમાં દેશ-વિદેશના કરન્ટ ન્યુઝની ચર્ચા તેમજ અનુભવી વ્યક્તિને બોલાવીને કારકિર્દી માટેનું માર્ગદર્શન આપવું.
સેવાભાવી વ્યક્તિઓ દ્વારા “સ્પોકન ઈંગ્લીશ” તેમજ “કોમર્સ” ના કલાસ
સંસ્થા વિશે વિશેષ
૨૦૦૫ માં ૩-૪ વિદ્યાર્થીઓથી શરૂ કરેલ આ પ્રવૃત્તિનો વ્યાપ થતાં , હાલ શાળાના ૨૦૦ અને કોલેજના ૧૦ વિદ્યાર્થીઓ છે.
હોશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે ફીની સગવડતા કરી આપવામાં આવે ત્યારે એક શીખ (નૈતિક જવાબદારી તરીકે વચન લેવરાવવામાં આવે છે કે ..
“અમે આ માટે સમાજના ઋણી છીએ તેથી લીધેલ રકમની પાઈ એ પાઈ અમારા જીવનકાળ દરમ્યાન અનુકુળતાએ અન્યને મદદ માટે વાપરીશું. તેટલું જ નહિ ત્યારબાદ પણ પોતાની રીતે સમાજના નબળા વર્ગને મદદ કરતા રહીશું.”
બાર વિદ્યાર્થીઓ, વિવિધ કોલેજોમાંથી અભ્યાસ પૂર્ણ કરી, બી.એ., બી.કોમ., બી.સી.એ., ડિપ્લોમા એન્જિનિઅરીંગ, એન્જિનિઅરીંગ વિગેરે નોકરીઓમાં જોડાઈ ગયા છે.
Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય
“દાદા દાદીની વિદ્યા પરબ”ની પ્રતિભાનો પરિચય કરાવવા બદલ આભાર વંદન.
adabhoot.
these people deserve awards like padmashree
prakash shukla
aanathi vadhu sari samaj seva kai hoi shake?
Great. આવા માણસોથી જ આ પૃથ્વી ટકી રહી છે.
ધન્ય ધન્ય
“દાદા દાદીની વિદ્યા પરબ” નો પરિચય કરાવવા બદલ ધન્યવાદ
ઉત્તમ સમાજ સેવાનું કાર્ય અને નિવૃત્તિનો સદુપયોગ.
Pingback: દાદા દાદીની વિદ્યાપરબ – અમદાવાદ