ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જનક નાયક, Janak Naik


Janak Naik


jn8

તેમના બ્લોગ પર અહીં ક્લિક કરીને પહોંચી જાઓ

js

આ ચિત્ર પર ક્લિક કરી તેમની યાદમાં યોજાયેલ સ્મૃતિ સમારોહનો અહેવાલ વાંચો.

જન્મ

  • ૧૩, ઓગસ્ટ – ૧૯૫૪, મુંબાઈ

અવસાન

  • ૧૬, એપ્રિલ – ૨૦૧૭, સુરત

કુટુમ્બ

  • માતા -રેખાબહેન  , પિતા – નાનુભાઈ
  • પત્ની – જયશ્રી , પુત્ર – ચિંતન , પુત્રી – દુર્વા

શિક્ષણ

  • બી.કોમ, એમ.એ., NDHSC ( Naturopathy)

વ્યવસાય

  • સાહિત્ય સંગમ’ પ્રકાશન સંસ્થા

તેમની યુ-ટ્યુબ ચેનલ

તેમના વિશે વિશેષ

  • નર્મદ સાહિત્ય સભાના મંત્રી, ‘સાહિત્ય સંગમ’હેઠળ અનેક કાર્યક્રમો યોજ્યા હતા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના વિકાસ મંત્રી
  • સંવેદન અને સુખી જીવન સામાયિકોના તંત્રી
  • બાળકોના વિકાસમાં અત્યંત ઋચિ. બાળકોને વાર્તાઓ કહેવી, તેમની પાસે કહેવડાવવી, લખાવવી, પ્રશ્નોત્તર કરવા, ચર્ચાઓ કરાવવી વિ.
  • પોતાની ષષ્ઠીપૂર્તિ વખતે ૬૦ શાળાઓમાં સાભિનય વાર્તાકથનના પ્રયોગો
  • ‘ગુજરાત મિત્ર’માં દર ગુરૂવારે ‘મનના મઝધારેથી’ કોલમના લેખક
  • તેમનાં પુસ્તકો કેવળ શબ્દ વિલાસ ન રહેતાં અનેક લોકોનાં જીવનને ઉન્નત બનાવતાં સાબિત થયાં છે.

jn5

રચનાઓ

jn7

તેમનાં પુસ્તકો – ‘પુસ્તક સાગર’ પર

jn1jn2jn3

સન્માન 

  • ૧૯૯૪ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ
  • ૨૦૦૧ – નંદ શંકર ચન્દ્રક
  • ૨૦૦૨ – સ્વ. સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક
  • ૨૦૦૨ – ટાગોર ઈન્ટરનેશનલ કલ્ચર અને લિટરેચરનો ગુજરાત એવોર્ડ
  • ૨૦૦૨ – ગીજુભાઈ બધેકા એવોર્ડ
  • ૨૦૧૨ – ધૂમકેતુ એવોર્ડ

સાભાર

  • શ્રી. નાનુભાઈ નાયક

5 responses to “જનક નાયક, Janak Naik

  1. pragnaju એપ્રિલ 16, 2017 પર 6:36 પી એમ(pm)

    Inline image 1
    સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના તીર્થસ્થાન ‘સાહિત્ય સંગમ’ના પ્રણેતા
    જનક નાયકને ‘હિપ હિપ હુર્રે’ કહીને આખરી વિદાય અપાઈ

    સૂરત તા. ૧૬: ‘મિત્રો અને સ્નેહીઓના ખભા પર મારો મૃતદેહ જાય ત્યારે કોઈ ઉદાસ ન હોય, કોઈની આંખમાં આંસૂ હોય અને હું વિદાય લઉં એ મને ન ગમે. હું જાઉં ત્યારે મને હસ્તે મોઢે વિદાય કરજો, બધાં એક જ સુરમાં ‘હિપ હિપ હુર્રે’ બોલાવજો. ત્યારે મારો જીવનનો ઉત્સવ પુરો થયો હોય એવું મને લાગશે.’ આવી લાગણી હંમેશા પ્રેરણાના પિયુષ પાતા લેખક, કેન્સર પીડિત અને આંખ સામે મોત આવી ગયા પછી જનક નાયકે છેલ્લી ઈચ્છા રૂપે પ્રગટ કરી હતી. અને બન્યું પણ એવું જ. તેમના મૃતદેહને સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના તીર્થસ્થાન સમા સાહિત્ય સંગમના પ્રાંગણમાંથી જહાંગીરપુરાના સ્મશાન ગૃહે લઇ જવા રથ ઉપડ્યો ત્યારે તેમના મિત્ર નરેશ કાપડીઆએ કહ્યું, ‘આપણો વહાલો મિત્ર જઈ રહ્યો છે, કેન્સર જીતી ગયું છે, પણ જીવન હારી ગયું નથી. જનક વિચારપુરુષ હતો અને તેના વિચારોથી તે જીવંત જ રહેશે. તેણે આદરેલી સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જારી રાખીને જ આ દોસ્તને કાયમી યાદ કરીશું. આવો તેને હસતા મોઢે વિદાય કરીએ.’ ત્યાર બાદ હાસ્ય થેરાપીના નિષ્ણાત કમલેશ મસાલાવાલાએ રડતા રડતા સૌને હસાવ્યા અને સેંકડો સ્નેહીઓ, વડીલો અને મિત્રોના સામુહિક ‘હિપ હિપ હુર્રે’ના નાદ સાથે રથે સ્મશાન ગૃહ તરફ પ્રયાણ કર્યું હતું,
    તેમના ભાઈ કિરીટ નાયકે જાહેર કર્યું કે મંગળવાર, તા. ૧૮ એપ્રિલની સાંજે પાંચથી સાત દરમિયાન અનાવિલ સમાજની વાડી, મજુરા ગેટ મુકામે જનક નાયકની પ્રાર્થના સભા યોજાશે. સ્મશાન ગૃહમાં પૂર્ણ શાંતિથી અને મિત્રો દ્વારા મૌન પ્રાર્થના બાદ પુત્ર ચિંતન નાયકે પિતાના નશ્વર દેહને ગેસ ચેમ્બરને હવાલે કર્યો હતો.
    જાણીતા લેખક-કવિ-આયોજક જનક નાયકનું રવિવારે સવારે નવ કલાકે ચૌટાબજારની સૂરત જનરલ હોસ્પિટલમાં કેન્સરની બીમારીને કારણે નિધન થયું હતું. તેઓ ૬૩ વર્ષના હતા.
    જનક નાયકને આખરી વિદાય આપવા માટે શહેરના સાહિત્યિક-સાંસ્કૃતિક-શૈક્ષણિક જગતના તથા જાહેર જીવનના અનેક અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. સાંસદ દર્શનાબેન જરદોષ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જનક નાયકના નિધનને તેમના પિતા અને નગરબાપા સમાન નાનુભાઈ નાયકે પોતાને કદી ન પુરી શકાય એવી ખોટ રૂપે અને તેમને અંતીમ આશિષ આપવા આવેલાં ભગવતીકુમાર શર્માએ સુરતની સાહિત્યિક પ્રવૃત્તિ વિધવા થઇ હોવાનું વર્ણવ્યું હતું. જનક હંમેશા પોતાને ભગવતી કુમાર શર્માના માનસ પુત્ર હોવાનું વર્ણવતા હતા.
    હાજર રહેલાં સૌ કોઈએ જનકભાઈએ સાહિત્ય સંગમના નેજા હેઠળ કરેલી પ્રવૃત્તિઓને દિલ ખોલીને વખાણી હતી. સૌએ આજે એક ‘લાઈવ વાયર’ શમી ગયો હોવાની લાગણી અનુભવી હતી.
    સાહિત્યકારો રવીન્દ્ર પારેખ, ડૉ. મુકુલ ચોકસી, ડૉ. રઈસ મનીયાર, ડૉ. પ્રફુલ્લ દેસાઈ, ડૉ. દિલીપ મોદી, બકુલેશ દેસાઈ, ગૌરાંગ ઠાકર, ડૉ. વિવેક ટેલર, કિરણસિંહ ચૌહાણ, પ્રજ્ઞા વશી, યામિની વ્યાસ, એષા દાદાવાલા, પંકજ વખારિયા સહિતના અનેક કવિ-લેખક મિત્રો અને સાહિત્ય પ્રેમીઓએ વિદાય આપી હતી.
    સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કપિલદેવ શુક્લ, નરેશ કાપડીઆ, પ્રો. સોનલ વૈદ્ય-કુલકર્ણી, દિલીપ ઘાસવાલા સહિતના કલાકારો, સાહિત્ય સંગમની ગીત-સંગીતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સેંકડો કલાકારોએ પોતાના રાહબર ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.
    શિક્ષણ જગતના અગ્રણીઓ પૈકી કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર, પૂર્વ કુલપતિ બી.એ. પરીખ, સૂર્યકાંત શાહ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઉપાધ્યક્ષ કમલેશ યાજ્ઞિક, પૂર્વ અધ્યક્ષ રૂપીન પચ્ચીગર, ડૉ. અશ્વિન દેસાઈ, અને અનેક શાળા- કોલેજના આચાર્ય મિત્રોએ વિદાય આપી હતી.
    ૧૩ ઓગસ્ટ, ૧૯૫૪ના રોજ મુંબઈમાં જન્મેલા જનક નાયક એમ.એ. બી.કોમ. અને નેચરોપેથ હતા. સાહિત્ય, બાળસાહિત્ય, લેખન-વાચન, મનોવિજ્ઞાન તથા સંગીત એ તેમના ગમતાં વિષયો હતાં, જેમાં તેમણે ઊંડાણપૂર્વક ઘણું કાર્ય કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ વિકાસ મંત્રી અને નર્મદ સાહિત્ય સભાના મંત્રી હતા. સાહિત્ય સંગમ અને સાહિત્ય સંકુલ વતી તેમના પ્રકાશિત થયેલાં પુસ્તકોની સંખ્યા સવાસો જેટલી મોટી છે. ‘સંવેદન’ અને ‘સુખી જીવન’ માસિક દ્વારા તેઓ હજારો પરિવારને સાહિત્ય તરફ વાળવાનો સતત પ્રયાસ કરતા હતા. ગુજરાતમિત્ર દૈનિકમાં વર્ષોથી પ્રગટ થતી તેમની સાપ્તાહિક કોલમ ‘મનના મઝધારેથી’ દ્વારા તેઓ ઋજુ સંવેદનાઓ પ્રગટાવતા અને માનવ વ્યવહારોને ચર્ચાની એરણે ચકાસતા.

    બે વર્ષ પહેલાં પોતાના જીવનના સાંઠમાં વર્ષ પ્રવેશની ઉજવણી તેમણે ૬૦ શાળાઓમાં જઈને ૭૫ હજારથી વધુ બાળકોને વાર્તા કહીને કરી હતી. બાળકોને વાર્તા કહેવાની સાથે તેઓ વાર્તા લખાવતા, બાળકો વાર્તા કહેતાં થાય, તેની ચર્ચા અને પ્રશ્નોત્તરી કરતા થાય તે માટે તેઓ પ્રવૃત્ત રહેતા. શિક્ષણ શાસ્ત્રી ડૉ. ચંપકલાલ શાહ તેમને ‘આજના બાળકોના ગીજુભાઈ બધેકા’ રૂપે વધાવતા હતા. અનેક વાર્તા સ્પર્ધાઓનું તેમણે આયોજન કર્યું છે અને સાહિત્ય સંગમમાં નિયમિત નવોદિત કવિઓ-લેખકો માટે કાવ્ય-વાર્તા શિબિરો તેઓ યોજતા રહ્યા હતા. તે ઉપરાંત સાહિત્યની ગોષ્ઠીઓ, કવિ મિલન, લેખક મિલન, ગઝલ શિબિર, નાટ્ય શિબિર, નવલકથા સત્ર, હાસ્ય પુસ્તકોના સત્ર, જાણીતા સાહિત્યકારોના આખ્યાનો, પ્રશ્નોત્તરી, જન્મ જયંતિ ઉજવણી તેઓ યોજતા હતા.
    જીવન વિકાસ, બાળસાહિત્ય, નવલકથા, સામન્ય જ્ઞાન, નવલિકા સંગ્રહો, ચિંતન-ચર્ચા, મનોવિજ્ઞાન, સ્વેટ માર્ડન પ્રકારના ગુજરાતી પુસ્તકો સહિતના આંતરિક સૌંદર્યને પ્રગટ કરતા સવાસોથી વધુ પુસ્તકો તેમણે લખ્યાં છે, જેમાંના ઘણાં પુસ્તકોની અનેક આવૃતિઓ પણ થઇ છે. તેમના પુસ્તકો ઠાલો શબ્દ વિલાસ ન રહેતા અનેકોના જીવનને નવો, રચનાત્મક રાહ દેખાડનાર સાબિત થયાં છે. અનેક લોકોએ તેમના પુસ્તકો થકી પોતાનું જીવન સુધાર્યું હોવાનું જણાવ્યું છે. ‘માણસ ઉર્ફે માણસ’ પુસ્તકમાં સુરતના આજના સમાજના સંસ્કારપુરુષોના પરિચય જનકે રોચક શૈલીમાં કરાવ્યા છે.

    જનક નાયકના અસંખ્ય પ્રશંસકો છે. તેમને સાહિત્ય જગત અને સામાજિક જગત તરફથી અનેક માન-સન્માન મળ્યાં છે. ૧૯૯૪માં તેમને નવચેતન ચંદ્રક, ‘વ્હોટ એન્ડ વ્હાય ગ્રંથાવલી’ માટે ૧૯૯૮નો ગુજરાત રાજ્ય સાહિત્ય પરિષદનો એવોર્ડ, ‘ચિ. ઇશાનને’ નવલકથા માટે વર્ષ ૨૦૦૦નો નંદશંકર ચંદ્રક, ‘નાનુબાપાની વિજ્ઞાન વાર્તાઓ’ માટે ૨૦૦૨નો ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને ગીજુબાઈ બધેકા પારિતોષિક, ‘એક હતો હકલો’ માટે ૨૦૦૧નો નવચેતન ચંદ્રક અને સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક, ૨૦૦૨માં ટાગોર ઇન્ટરનેશનલ કલ્ચર એન્ડ લિટરેચર એવોર્ડ, ૨૦૦૨માં ‘ઉજાસ’ સામયિક દ્વારા સાહિત્યિક પ્રવૃત્તિઓનો એવોર્ડ, ૨૦૦૭માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા બાળવાર્તા રજત ચંદ્રક, ૨૦૦૮માં ‘જોડાક્ષર વગરની વાર્તાઓ’ના ૨૫ પુસ્તકોના સંપુટમાં પશુકથાઓના પાંચ પુસ્તકો માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો બાળપુસ્તક માટેનો એવોર્ડ, ૨૦૦૮માં સેહરા ટાઈમ્સનો પ્રાંત એવોર્ડ, ૨૦૧૧માં નવલકથા ‘અવઢવ’ માટે ગુજરાતી સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તક માટેનું પારિતોષિક, ૨૦૧૨માં મનોવૈજ્ઞાનિક વાર્તાઓ ‘ડર’ માટે હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયાનો ધૂમકેતુ એવોર્ડ સહિતના સન્માનો જનક નાયકને મળ્યાં હતા. તેમના અનેક પુસ્તકોના હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદો થયાં છે.janak naik – YouTube
    https://www.youtube.com/channel/UCKyAz3hzQhfVN12IHQwKthQ
    Bahadurpita dand naach – Duration: 9 minutes, 11 seconds. 1 view; 5 days ago. This item has been hidden. Language: English; Content location: United States
    MaiGauTumSoJao Janak Naik – YouTube
    Video for youtube Janak Naik▶ 4:53

    Jul 12, 2010 – Uploaded by Janak Naik
    Singer : Janak Naik Programme on Shammi Kapoor’s Song at Karaoke Track Sahitya Sangam’s Sanskar …
    Janak Naik Mono Acting – YouTube
    Video for youtube Janak Naik▶ 9:29

    Mar 19, 2011 – Uploaded by Janak Naik
    Ratilal Borisagarna Hasya Nibandh par Janak naik e kareli Ekokti Dt. 19-3-11.
    DilkeZarokhome Janak Naik – YouTube
    Video for youtube Janak Naik▶ 4:00

    Jul 12, 2010 – Uploaded by Janak Naik
    Singer : Janak Naik Programme on Shammi Kapoor’s Song at Karaoke Track Sahitya Sangam’s Sanskar …
    Taras One act play by Janak Naik – YouTube
    Video for youtube Janak Naik▶ 9:27

    Jul 12, 2010 – Uploaded by Janak Naik
    Taras Novel Written by Janak Naik. One Act Play by Janak Naik.
    E ane Hu Janak Naik (Gujarati Varta) – YouTube
    Video for youtube Janak Naik▶ 21:54

    Sep 28, 2011 – Uploaded by Janak Naik
    જનક નાયકની ગુજરાતી વાર્તા ‘એ અને હું’નું સાહિત્ય સંગમના હોલમાં પઠન તા. ૧૨-૯-૧૧ના રોજ. આપને વાર્તા …
    Jivan Sathe Maitri Lokarpan Shashikant Shah Vaktvya 13-8 … – YouTube
    Video for youtube Janak Naik▶ 5:31

    Aug 19, 2011 – Uploaded by Janak Naik
    SatyaSodhak Sabha – Dt. 28-1-2016 – Duration: 49:52. Janak Naik 579 views · 49:52. Jivan Sathe …
    Dooria Najdikya Ban Gai – Janak Naik-Disha Desai – YouTube
    Video for youtube Janak Naik▶ 4:39
    http://www.youtube.com/watch?v=UY6pyo-zOE8
    Sep 27, 2011 – Uploaded by Janak Naik
    સાહિત્ય સંગમમાં દર મહિનાના અંતિમ રવિવારે યોજાતા ‘ગીત ગાતા ચલ’ના કાર્યક્રમ તા. 25-9-11ના રવિવારે …
    Rag Shyam Kalyan ni Sargam Dt. 13-9-16 – YouTube
    Video for youtube Janak Naik▶ 1:22:30

    Nov 10, 2016 – Uploaded by Janak Naik
    Janak Naik 250 views · 1:37:50 · Raga Yaman | Raga Yaman Sargam Practice Lesson #1 | Learn …

  2. સુરેશ જાની એપ્રિલ 17, 2017 પર 6:00 એ એમ (am)

    સાહિત્ય સંગમ બ્લોગ પર સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ…
    https://gujaratisahityasangam.wordpress.com/2017/04/16/shradhdhanjali-_-janak-nayak/

  3. prakash shukla એપ્રિલ 18, 2017 પર 12:00 પી એમ(pm)

    kaalaay tasmai namaha.
    i remember shri janakbhai as an enthusiastic and encouraging person.
    i had met him somewhere in 1979/80 during competitions organised by progressive club.
    thereafter i had shifted to mumbai.
    his words about celebrating the death are noteworthy. it requires great guts to write such words and more of that to live it up.
    may god bless his soul.
    prakash shukla

  4. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: