ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નાનુભાઈ નાયક, Nanubhai Naik


NN1‘સુરતના નગરબાપા’ – શ્રી. ભગવતીકુમાર શર્મા

———————————————————————

સમ્પર્ક

જન્મ

  • ૧૦, મે – ૧૯૨૭, ભાંડુત, તા. ઓલપાડ, જિ. સૂરત

અવસાન

  • ૧૭, મે – ૨૦૧૮, સુરત

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – ?
  • પત્ની – ?; પુત્રો – જનક, કિરીટ

શિક્ષણ

  • મેટ્રિક

વ્યવસાય

  • સાહિત્ય પ્રકાશન, લેખન, સામાજિક કાર્યકર

nn2

તેમના વિશે વિશેષ

  • મેટ્રિક થયા પછી છ મહિના મુંબાઈની સિદ્ધાર્થ કોલેજમાં અભ્યાસ શરૂ કરી છોડી દીધો અને શબ્દ રચના હરિફાઈઓ યોજવા લાગ્યા.
  • દોઢ વર્ષ ‘નવસારી સમાચાર’ના તંત્રીપદે
  • સંદેશ, પ્રતાપ, નૂતન ભારત, ચેત મછેન્દર વિ. દૈનિક/ સામાયિકોમાં કટાર લેખન , ૨૦૦થી વધારે વાર્તાઓ અને લેખો છપાયા છે.
  • ‘જનસત્તા’માં ‘સબરસ’ શ્રેણી હેઠળ બાળકો માટેની વાર્તાઓ
  • સુરતની નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ – હાલમાં તેના  ઉપપ્રમુખ
  • સુરતની ‘સાર્વજનિક શિક્ષણ સંસ્થા’ના મેનેજિંગ ટ્રસ્ટી
  • સુરત પ્રેસ માલિક મંડળના પ્રમુખ
  • ગુજરાત પ્રિન્ટર ફાઉન્ડેશનના સ્થાપક. એક વખત તેના પ્રમુખ પણ હતા.
  • ‘ ચતુરનો ચોતરો’ અને એવા બીજા  સાહિત્ય સમ્મેલનોનું આયોજન.
  • ‘નાની છીપવાડ’ -સુરત ખાતે હાથથી કમ્પોઝ કરાતાં પુસ્તકો છાપવાના પ્રેસથી શરૂઆત કરીને બે પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓના માલિક  –  જે માત્ર પ્રકાશન કરતી વેપારી સંસ્થા નહીં પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક ફેરફારો માટેની લોકમાન્ય પીઠિકા બની રહી છે.
  • ‘સાહિત્ય સંગમ’ વિશે એક સંશોધન લેખ શ્રીમતિ શાંભવી પંડ્યાએ તૈયાર કરેલો છે.
  • સુરતની ‘સાહિત્ય સંગમ’ સસ્થામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય મથક ‘સંસ્કાર ભવન’માં દર મહિને પાંચ થી છ સાહિત્ય અને કળાને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.
  • ટીવીના વધતા જતા પ્રભાવ સામે વાંચન રસ કેળવાય તે માટે સસ્તી ચોપડીઓ પ્રજાને મળી રહે , તે માટે સતત કાર્યરત. ‘ગ્રંથ યાત્રા’ યોજના હેઠળ માત્ર ૫૪૫ ₹ માં દર વર્ષે ૨૩ પુસ્તકોનું વિતરણ એ આનો આંખે ઊડીને વળગે તેવો દાખલો છે.
  • તેમની પ્રારંભિક રચનાઓ  ‘પ્રાણ જાગો રે!’ અને ‘નારી નરનું રમકડું’ બહુ જ લોકપ્રિય બનેલી છે.
  • બંધારણીય સુધારણાઓ માટે તેમણે સૂચવેલા સુધારાઓમાંથી ૧૫ સ્વીકારવામાં આવ્યા છે.
  • તેમના જીવન અને દર્શનના નિચોડ જેવું પુસ્તક ‘ -‘The World of My Dream’ તેમનું શ્રેષ્ઠ સર્જન છે.

રસના વિષયો

  • સાહિત્ય, રાજકારણ, પત્રકારિત્વ, ખેતી, વાંચનનો પ્રસાર

The World of my dream-Front-Eng

રચનાઓ

સાભાર 

  • શ્રીમતિ મૌલિકા દેરાસરી

2 responses to “નાનુભાઈ નાયક, Nanubhai Naik

  1. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. સુરેશ મે 18, 2018 પર 7:45 એ એમ (am)

    સાભાર – પ્રજ્ઞાબહેન વ્યાસ
    જાણીતા સાહિત્યકાર, ચિંતક નાનુભાઇ નાયકનું અવસાન
    — સામાન્ય ખેડુત પરિવારમાંથી આવેલા નાનુબાપાએ 92 વર્ષની લાંબી ઇનિંગ રમીને સુરતને સાહિત્યથી તરબોળ કર્યું હતુ
    — તાજેતરમાં જ તેમના પુસ્તક મારા સપનાનું વિશ્વને વિનોબા ભાવે એવોર્ડ પ્રદાન થયો હતો.
    સુરત જ નહીં ગુજરાતી સાહિત્ય જગતમાં નાનુબાપા તરીકે જાણીતા અને જેમને લોકો નગરબાપા તરીકે પણ ઓળખતા હતા તેવા પ્રખર સાહિત્યકાર નાનુભાઇ નાયકનું સુરતમાં 92 વર્ષની વયે ગુરુવારે બપોરે અવસાન થયું છે. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામમાં સાવ સામાન્ય ખેડુત પરિવારમાંથી સુરત આવેલા નાનુભાઇનું સુરતના અને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમના પુસ્તક મારા સપનાનું વિશ્વને તેમની 10 મેા દિવસે વર્ષગાંઠના દિવસે જ વિનોબા ભાવે એવોર્ડ એનાયત થયો ત્યારે નાદુરસ્ત તબિયત હોવા છતા તેઓ હાજર રહ્યા હતા.
    સુરતમાં ગુજરાતી સાહિત્ય માટે જાણીતા એવા સાહિત્ય સંગમના પ્રણેતા નાનુભાઇ નાયક 92 વર્ષની લાંબી ઇનિંગ રમીને ગુરુવારે ફાની દુનિયા છોડી ગયા છે. તેમણે પત્રકારત્વ અને સાહિત્યમાં અઢળક લેખો લખ્યા છે. સેંકડો પુ્સ્તકો તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યા છે. તેમના સાહિત્યની સફરમાં તેમણે સાહિત્ય સંગમ જેવું વિશાળ વટવૃક્ષ આપ્યું છે.
    મહાત્મા ગાંધીના ઉત્તમ વિચારોથી પ્રભાવિત નાનુભાઇએ 695 પાનાનું મારા સપનાનું વિશ્વ પુસ્તક લખ્યું હતું. તેનો અંગ્રેજી અને મરાઠી ભાષામાં પણ અનુવાદ થયો છે.નાનુભાઇની વિદાયને કારણે સુરતના સાહિત્ય જગતમાં ન પુરાઇ તેવી ખોટ પડી છે.પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પવિત્ર આત્માને શાંતી અર્પે તથા પરિવારને આ દુઃખ સહેવાની હિંમત આપે એવી પ્રાર્થના ..!
    એક વાર તેઓશ્રી એ જ મને કહેલુ કે, ”જીવન એક સરિતા છે, તેના પ્રવાહને જુદાજુદા સ્વરૂપો, જુદીજુદી અવસ્થાઓ અને મર્યાદાઓ હોઈ શકે પરંતુ, ગતિશીલતા એ તેનો ધર્મ છે.. જીવનના કોઈ તબ્બકે સ્વજનોથી હજારો માઈલ દૂર જવું પડે, છતાં એ નજીક જ લાગે છે… જુઓ, ઋણાનુંબંધી પ્રેમને કોઈ અંતર નથી જ .. એટલે જ એ અલૌકિક કહેવાય છે ને? ”
    અત્યારે આ શબ્દો યાદ આવે છે ને અશ્રુઓ વહી જાય છે.. તેઓ અનંત યાત્રાએ નીકળી ગયા પરંતુ ૠણાનુબંધ અમર રાખતા ગયા. એમના પવિત્ર વ્યક્તિત્વની મહેંક કાયમ પ્રસરેલી રહેશે…એમની આપેલી શિક્ષા અને સંસ્કાર એ જ તો અમારા જીવનની મુડી છે.. ! ગુરુ-શિષ્યાનું આ ઋણાનુબંધ સદાય અમર રહેશે..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: