મુલાકાતીઓની સંખ્યા
- 3,906,415 વાચકો
Join 1,412 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
સેનમા જગદીશકુમાર કાન… પર સુમંત રાવલ, Sumant Raval | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
પરભુભાઈ મિસ્ત્રી પર રમણલાલ દેસાઈ | |
ચિત્રકાર કે પ્લમ્બર… પર આબિદ સુરતી, Abid Surati | |
Pravin Patel પર ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant… | |
Tank Chandrakant S પર કલાપી, Kalapi | |
દશરથ પંચાલ પર સચ્ચિદાનંદ સ્વામી, Satchidanad… | |
Jayesh Patel પર રવિશંકર મહારાજ, ravishankar… |
રેખાબેન સિંધલના બ્લોગ પરથી સાભાર …
[ http://axaypatra.wordpress.com/2010/02/15/%E0%AA%85%E0%AA%AE%E0%AB%87-%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AA%A8-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%95%E0%AB%87-%E0%AA%85%E0%AA%AE/ ]
ભક્તિ દ્વારા મુક્તિનું કાવ્ય…….. નિરંજન ભગત
The Gift Outright
The land was ours before we were the land’s.
She was our land more than a hundred years
Before we were her people. She was ours
In Massachusetts, in Virginia,
But we were England’s, still colonials,
Possessing what we still were unpossessed by,
Possessed by what we now no more possessed.
Something we were withholding made us weak
Until we found out that it was ourselves
We were withholding from our land of living,
And forthwith found salvation in surrender.
Such as we were we gave ourselves outright
(The deed of gift was many deeds of war)
To the land vaguely realizing westward,
But still unstoried, artless, unenhanced,
Such as she was, such as she would become.
Robert Frost
રાષ્ટ્રપ્રેમના કાવ્યોમાં આત્મસ્તુતિ અને/અથવા પરનિંદાને કારણે વિકૃતિ અને વિરૂપતા પ્રવેશી જાય છે. પરિણામે એ કાવ્યોમાં મોટેભાગે અકવિતા હોય છે. ભાગ્યે જ એવું રાષ્ર્ટ્રપ્રેમનું કાવ્ય હશે કે જે આ અપલક્ષણથી, આ દોષ કે દૂષણથી મુક્ત હોય. સદભાગ્યે રવીન્દ્રનાથ, યેટ્સ અને ફ્રોસ્ટનાં રાષ્ટ્રપ્રેમના કાવ્યો એનાથી મુક્ત છે.
છેલ્લાં વીસ-ત્રીસ વરસથી જેમણે ભારતમાંથી અમેરીકામાં સ્થળાંતર કર્યુ છે, જેમણે ભારતીય નાગરીકત્વનો ત્યાગ કર્યો છે અને અમેરીકન નાગરીકત્વનો સ્વીકાર કર્યો છે અને જેઓ હવે કદી ભારતમાં વસવાના નથી અને હંમેશ માટે અમેરીકામાં જ વસવાના છે તેવા વાચકો માટે અને એમના વંશજો માટે આ કાવ્યનો સવિશેષ અર્થ છે.
એક ભૂમિમાંથી નિર્મૂળ થવું અને અન્ય ભૂમિમાં સમૂળ થવું , એક ભૂમિમાંથી સ્થળાંતર કરવું અને અન્ય ભૂમિમાં સ્થિર થવું સધ્ધર અને સમૃદ્ધ થવું એ એક મોટું સાહસ છે. યુગોથી અસંખ્ય મનુષ્યોએ આ સાહસ કર્યુ છે. મનુષ્યજાતિની અધઝાઝેરી પ્રગતિ આ સાહસિકોના પુરુષાર્થ અને અપરિશ્રમને આભારી છે. આ સાહસિકોને સલામ !
આ પ્રક્રિયામાં આરંભમાં – સ્થળાંતરકારોની પ્રથમ પેઢી માટે – અનેક ભૌતિક, આર્થિક, સામાજિક, માનસિક, આધ્યાત્મિક પ્રશ્નો હોય છે.એમની આસપાસ ભય અને શંકાનું વાતાવરણ હોય છે એથી એમની વિશિષ્ટ અને વિચિત્ર – બલ્કે વિકટ અને વિષમ માનસિક પરિસ્થિતિ હોય છે. આ સંદર્ભમાં આ કાવ્ય પ્રત્યે એમનું ધ્યાન દોરવાનો સહાનુભૂતિપૂર્વક, વિનમ્રતાપૂર્વક મિત્રભાવે પ્રયત્ન છે.
આ કાવ્યમાં ત્રણ – ચાર સૈકા પૂર્વે કેટલાક અંગ્રેજોએ ઈંગ્લેંન્ડમાંથી સ્થળાંતર કર્યુ તે સમયની વાત છે. આપણે ભૂમિના હતા તે પૂર્વે ભૂમિ આપણી હતી. આપણે અમેરીકાના હતા તે પૂર્વે અમેરીકા આપણું હતું. ટૂંકમાં અમેરીકાએ આપણને અપનાવ્યા હતા પણ આપણે અમેરીકાને અપનાવ્યું ન હતું. સો થી પણ વધુ વરસ સુધી એ આપણી ભૂમિ હતી પણ આપણે એ ભૂમિના ન હતા. મેસેચ્યુસેટ્સ આપણું હતું, વર્જિનિયા આપણું હતું પણ આપણે તો ઈંગ્લેન્ડના જ હતા. આપણે તો હજુ સંસ્થાનવાસી જ હતાં. “અમે તો ઈંગ્લેન્ડના, અમે અમેરીકાના નહી ! અમે તો અંગ્રેજ, અમે અમેરીકન નહી ! એવો આપણને વળગાડ હતો. આપણે જેને બાંધ્યું તેનાથી આપણે બંધાયા નહી, ઉલ્ટાનું આપણે જેને ત્યજી દીધું એનાથી
આપણે બંધાયેલા રહ્યા. આપણે કોઈકને કશાકથી વંચિત રાખ્યું હતું, એથી આપણે જ નિર્બળ રહ્યા. પણ જ્યાં આપણને સૂઝ્યું કે જે ભૂમિના અન્નજળ અને તેજ વાયુથી આપણું પોષણ-રક્ષણ કરીએ છીએ એ ભૂમિને જ આપણે આપણી જાતથી વંચિત રાખી છે, ત્યાં જ આપણે એ ભૂમિને આપણી જાતનું સમર્પણ કર્યું અને ત્યાં જ આપણો મોક્ષ થયો. આ સમર્પણ એ જ ભક્તિ અને આ મોક્ષ એ જ ભક્તિ દ્વારા મુક્તિ !
અમેરીકાના પુરુષાર્થ અને પરિશ્રમના ફળરૂપ સુખ-સંપતિ અને સાધન – સામગ્રી આદિનો ઉપયોગ-ઉપભોગ કરવો અને છતાં ‘અમે તો ભારતીય, અમે અમેરીકન નહી !’ એમ માનવું-મનાવવું ગેરનૈતિક છે એટલું જ નહી ગેરકાનૂની પણ છે. એમાં અકૃતજ્ઞતા છે એથી એમાં અભારતીયતા છે. અકૃતજ્ઞતા એ ભારતીય સંસ્કૃતિ નથી.
ગઈ કાલે જે જન્મે ગુજરાતી પણ આજે અને આજ પછી હંમેશ માટે જે અમેરીકન(અને જેમના વંશજો તો જન્મે પણ અમેરીકન) છે એવા ગુજરાતી અમેરીકનો-નો ભૌતિક આર્થિક મોક્ષ તો થયો જ છે અથવા થશે જ પણ જેટલું વહેલું એમનું સમર્પણ એટલો વહેલો એમનો સામાજિક, માનસિક અને આધ્યાત્મિક મોક્ષ !
ગુજરાતી અમેરીકનોને આ લેખ દ્વારા ફ્રોસ્ટના આ મુક્તિમંત્રની સપ્રેમ ભેટ ‘The Gift Outright’ છે: Salvation in surrender – ભક્તિ દ્વારા મુક્તિ !
I was finding TAGAR TAGAR TOLA by Niranjan Bhagat.
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Thank you aapni site par thi mane niranjan bhagat vishe thodu sundar ane saral rite janva malyu
ભગતસાહેબને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
મારું પ્રથમ પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ 2000માં આવ્યું. એના વિશે લખી આપવા હું ભગતસાહેબને મળવા ગયેલી. તેઓ મોટા સાહિત્યકાર છે બસ એટલી જ ખબર. એમના વિશે વધુ કંઈ જ જાણું નહીં.
તેઓ પહેલા મારી સામે જોઈ રહયા. મને તો એ વખતે કોઈ નહોતું ઓળખતું. ભગત સાહેબ ક્યાંથી ઓળખે ?
જરા વિચારીને મને કહે – હું આખું પુસ્તક વાંચીશ. એક એક પાનું. પછી જ લખીશ. ત્રણ ચાર મહિના લાગશે. ધીરજ હોય તો ફાઇલ મૂકી જાઓ.
– ભલે સાહેબ. આપ જ્યારે લખી આપો ત્યારે.
એ પછી હું જેને વાત કરું કે ભગતસાહેબ પ્રસ્તાવના લખી આપવાના છે, એ કોઈ માને જ નહીં..
તમારી કૈક ભૂલ થતી હશે. ભગતસાહેબ કોઈને લખી આપતા નથી….વગેરે
ચાર મહિના પછી હું ફોન કરી લેવા ગઈ. એમણે મને લખેલા કાગળ આપ્યા.
પુસ્તક વિશે કહ્યું, – સારું લખ્યું છે.
હું ખુશ.
પછી મેં હિંમત કરીને કહ્યું, – સાહેબ લોકો તો આવું કહે છે કે તમે લખી આપતા નથી. મને તો આવી કોઇ ખબર નહીં. નવી છું અને ભોળાભાવે તમારું નામ સાંભળ્યું તું એટલે આવી ગઈ !
ભગત સાહેબ કહે – મને લાગ્યું જ કે તમને ખબર નથી. નવા છો એટલે મેં હા પાડી. બાકી હું આમ પ્રસ્તાવનાઓ લખું તો મારે ત્યાં લેખકોની લાઇન લાગે. હું બીજું કાંઈ કામ કરી શકું જ નહીં !
આવા ઉમદા હૃદયના હતા ભગતસાહેબ !
એમને શત શત વંદન.
સુરેશભાઇ, ગુજરાતી પ્રતિભા પરિચય વેબસાઇટનું તમારું કામ ગુજરાતી સાહિત્યમાં ચિરસ્મરણીય, એક અદભૂત દસ્તાવેજ સમાન છે એ માટે તમને અભિનંદન જ નહીં, વંદન.
લતા હિરાણી
Pingback: 1150- કાવ્ય-સાહિત્ય રસિકોમાં પ્રિય કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતની ચિર વિદાય… ભાવાંજલિ | વિનોદ વિ
Pingback: સ્મરણાંજલિ – વેબગુર્જરી
આ સાઈટ પર ગુજરાતી લેખકો, કવિઓ વિશે ઘણું જાણવા મળે છે.
આભાર……
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય