ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વ્યુત્પત્તિ – ૧


     આમ તો આ બહુ જ મોટો વિષય છે. પણ સુરતના મિત્ર શ્રી. જીતેન્દ્ર દેસાઈના ઉત્સાહને માન આપી એક નાનકડી શરૂઆત – તેમના જ શબ્દોમાં

શબ્દ સ્મૃતિ

     અમેરિકા રહેવાસી ભાઈ શ્રી સુરેશ જાની જોડે  એમના “ગુજરાતી પ્રતિભા પરિચય “ બ્લોગ અને ઈમેલ દ્વારા  “વાદળીઓ સંબંધ “ બંધાયો. એમણે શબ્દો અને શબ્દોની વ્યુત્પત્તિ વિષે જે કઈ જાણતા હો તે અથવા જે કઈ વાંચ્યું હોય તે લખવા કહ્યું  અને લખીને મોકલવા કહ્યું જેથી  એમના બ્લોગમાં એની ચર્ચા આગળ ચાલે

       સ્વ. શ્રી હરિવલ્લભ ભાયાણી ના  પુસ્તક “ શબ્દ કથા” માંથી કેટલાક શબ્દો ની અત્રે “શબ્દ સ્મૃતિ “ રૂપે  ચર્ચા કરવા ધારી છે.એમાં એવા શબ્દો આવે જે આપણે ભૂલી ચુક્યા છીએ અથવા ભૂલી જવાના છીએ.આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આવો આપણે એવા કેટલાક શબ્દો ને યાદ કરીએ.

અંગૂછો

 • અંગ લુછવાનો કપડાનો ટુકડો  – સંસ્કૃત – अन्गोच्छ – પ્રાકૃત – અંગપુન્છય

ઉખાણું

 • કોઈની બુદ્ધિની કસોટી કરવા પૂછાતો કોયડો – સંસ્કૃત માં आख्यान શબ્દ  છે સાથે उपाख्यान પણ છે.આના પરથી પ્રાકૃતમાં ઉપફખાણક અને તે પરથી આવ્યું  ઉખાણું ! પરંતુ અર્થ બદલાઈ ગયો.ક્યાં આખ્યાન ક્યાં ઉપાખ્યાન  અને ક્યાં ઉખાણું.

આવા તો અધધ! કઈ કેટલા  શબ્દો હશે ! તમને યાદ આવે છે ? તો  લખો નીચે ….

21 responses to “વ્યુત્પત્તિ – ૧

 1. સુરેશ મે 1, 2018 પર 9:42 એ એમ (am)

  ઉખાણું પરથી ‘અર્થનો અનર્થ’ યાદ આવી ગયો. એ આમ તો સાવ જુદો જ વિષય છે. પણ બીજા એક બ્લોગ પર એ હાસ્ય ઉપજાવવાના ઉદ્દેશથી ‘છાપ્યો’ હતો !
  રસિકોને એ પણ મજા આપે તેવો વિષય છે –

  https://dhavalrajgeera.wordpress.com/2011/05/31/weong_use/

 2. Vinod R. Patel મે 1, 2018 પર 11:12 એ એમ (am)

  મસોતું – ઘરમાં સાફ સુફી કરવા વપરાતો કપડાનો ટુકડો.- જે મોટે ભાગે ગંદો હોય છે !

  તબડકું – લોખંડનું મોટું વાસણ – મોટા બાઉલ જેવું . ગામડામાં મોટે ભાગે ઢોરને ખોરાક ખવડાવવા માટે વપરાય છે.

  ચંપી- આજનો માથાના વાળ સાફ કરવા માટે ખુબ વપરાતો પદાર્થ જે શેમ્પુ તરીકે જાણીતો છે એ મૂળ

  ચંપી .. ચ્મ્પું .નો અપભ્રંસ શબ્દ લાગે છે.!

  • સુરેશ મે 1, 2018 પર 11:25 એ એમ (am)

   મસોતું/ તબડકું વિ. શબ્દો વિશે લેક્સિકોનમાં જોઈએ તો કદાચ એને રૂઢિ પ્રયોગ ગણાવતા હશે. પણ મોટા ભાગે એ સંસ્કૃત વાળાઓની (!) બહુ પહેલાં ગુજરાતના મૂળ આદિવાસીઓની ભાષામાંથી આવેલા શબ્દો લાગે છે.
   એનું સંશોધન કોણ કરે?

  • જીતેન્દ્ર દેસાઈ મે 3, 2018 પર 12:57 એ એમ (am)

   બરોબર છે. “તબડકું” પરથીજ ” તામગડો” યાદ આવે છે? દક્ષીણ ગુજરાતના ગામોમાં પ્રચલિત હતો. સંસ્કૃત ताम्रघट પરથી ઉતરી આવેલો હશે.આવોજ શબ્દ છે – “બઘોણું” યાદ આવે છે? !

   • Vinod R. Patel મે 3, 2018 પર 11:31 એ એમ (am)

    “બઘોણું” – મહેસાણા જીલ્લાના ગામોમાં એને “બોગેણું ” કહેતા સાંભળ્યું છે.
    બાર ગાઉં બોલી બદલાય !

   • સુરેશ મે 3, 2018 પર 11:41 એ એમ (am)

    અમદાવાદમાં પણ અમે બોઘેણું કહેતા.
    મૂળ બોઘરણું …
    ન○ દૂધ, છાસ વગેરે માટેનું પહોળા પેટ અને મોઢાવાળું ત્રાંસા મોટા કાંઠાનું ધાતુનું એક વાસણ [સરo म. बोघणी] નo પહોળા મોંની વટલોઈ न.
    પહોળા મોંની વટલોઈ; પહોળા મોઢાનું ધાતુનું વાસણ.

 3. અક્ષયપાત્ર/Axaypatra મે 1, 2018 પર 11:41 એ એમ (am)

  આગગાાડી, દંતમંજન, હટાણુ, મોંસૂઝણુ,

  • જીતેન્દ્ર દેસાઈ મે 3, 2018 પર 1:03 એ એમ (am)

   બરોબર છે.આમજ યાદ કરીને જણાવતા રહો!
   આગગાડી પરથીજ “માલગાડી” છે [ અહીં સુરતમાં એ નામની એક દુકાન છે!] ઉપરાંત “ભારખાનું” – ” સિંગલ” એટલે “એકલો”નહીં પણ અંગ્રેજી “SIGNAL” નું તળપદી ગુજરાતી!

 4. SARYU PARIKH મે 1, 2018 પર 4:40 પી એમ(pm)

  હડફેટ, હાકલા, છાંગલી, નઘરોળ,

  • જીતેન્દ્ર દેસાઈ મે 3, 2018 પર 1:08 એ એમ (am)

   આભાર!
   આમાં નઠારુ ,નગુણું, દેકારા,પડકારા… ઉમેરી શકાય?
   આભડછેટ શબ્દ ક્યાંથી આવ્યો હશે?

 5. Pragnaji મે 1, 2018 પર 10:04 પી એમ(pm)

  વંડી -વાડા કે કમ્પાઉન્ડની બેઠા ઘાટની ભીંત,
  અમે નાના હતા ત્યારે રાજકોટથી આવેલ અમારા મહેમાન નો દીકરો આ શબ્દ વાપરતો ..”હું વંડી ઠેકીને બોલ લઇ આવું છું.”

  • સુરેશ મે 2, 2018 પર 7:24 એ એમ (am)

   સૌ મિત્રોની જાણ સારૂ..
   અહીં પ્રયત્ન ભુલી જતા શબ્દો ભેગા કરવાનો નથી પણ તેમનાં મૂળ જાણવાનો છે. જીતેન્દ્ર ભાઈ જેવા મિત્રોને માટે એ કવિતા કે વાર્તા જેવો રસનો વિષય છે.
   વંડો – કદાચ મૂળ ‘વાડી’ હશે – એનું મૂળ લેક્સિકોન પરથી …

   [प्रा. (सं. वाटी); સરo म.) સ્ત્રીo બાગ; બગીચો (૨) ફળઝાડનું ખેતર (રહેવાની સવડ સાથેનું) (૩) ફૂલ ગૂંથીને કરેલો શણગાર (૪) નાતવરા ઇo માટે બાંધેલી વચ્ચે ચોકવાળી જગા (૫) (અનેક રહેઠાણનો) નાનો વાડો કે મહોલ્લો; પોળ જેવી જગા (૬) કુટુંબકબીલો; પરિવાર (લા.)

   • જીતેન્દ્ર દેસાઈ મે 3, 2018 પર 1:27 એ એમ (am)

    આભાર સુરેશ ભાઈ ! પછી વિચાર્યું કે ભલે ને લોકો ફક્ત આવા પ્રકારના શબ્દો મોકલે ! વ્યુત્પત્તિ ની “ઉત્પત્તિ” આપના blog મારફત કરી શકાય! [ આના ઉપરથીજ આ ” મારફત” અને અટક “મારફતિયા” ફારસી ભાષામાંથી આવેલા છે!]

   • Jitendra Desai મે 3, 2018 પર 11:27 પી એમ(pm)

    અંગ્રેજોએ આના પરથી VARANDAH બનાવ્યું હશે? અને ફારસી, ઉર્દૂ નું बरामदा?

 6. સુરેશ મે 3, 2018 પર 7:15 એ એમ (am)

  જીતેન્દ્ર ભાઈ.
  તમે સરસ શરૂઆત કરાવી દીધી. આપણે આખો શબ્દ કોશ ન ફેંદી શકીએ પણ કવિતા કે વાર્તાની જેમ આમ શબ્દ ચટકા માણી શકીએ.
  એક સરસ મજાની વાત…
  આપણને સૌને ભાવતો સત્યનારાયણ્નનો શીરો ….. ફારસી શબ્દ છે !
  લેક્સિકોનમાંથી
  [फा.] પુંo ઘઉંનો લોટ કે સોજી વગેરેને ઘીમાં શેકીને તેમાં પાણી, ગોળ/ખાંડ નાંખીને બનાવવામાં આવતી એક મીઠી વાનગી (૨) શીરું; શીરા જેવો રગડો; ખીરું
  આ વાતની ખબર મને પડી , એ વાત મજાની છે –
  મારી દીકરીના દીકરાને YMCA માં તરવાના ક્લાસમાં લઈ ગયો હતો. હુ વાલીઓએ રાહ જોવા માટેના બાંકડા પર બેઠો હતો. બાજુમાં એક છોકરીની મા બેઠી હતી, આપણા દેશી જેવી જ દેખાતી હતી. આપણે તો ‘કાકા’ સ્ટાઈલે વાત શરૂ કરી. તેને પણ મઝા આવી. ખબર પડી કે, તે ઈરાનની હતી. મેં ગુજરાતીમાં ફારસી શબ્દો છે, તેની વાત કરી અને તે તો ખુશ ખુશ થઈ ગઈ. ( શહેનશાહ, બાદશાહ, સિપાઈ વિ.) પછી શીરાની વાત ખબર પડી !

 7. pragnaju મે 3, 2018 પર 5:03 પી એમ(pm)

  . પછી શીરાની વાત ખબર પડી !
  શીરાની જેમ વાત ગળે ઉતરી ગઈ !

 8. P>P>Paramr મે 7, 2018 પર 11:47 એ એમ (am)

  બોલી શકાય પરંતુ ગુજરાતીમાં લખી ન શકાય તેવો અક્ષર છે.તે અક્ષરની જગ્યાએ લખવા સ નો ઉપયોગ થાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: