ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દેવિકા ધ્રુવ, Devika Dhruv


devi3# લગાવ  એવા, કહો કેવા ? કે વારંવાર ધક્કા દે.
અરે! લાગ્યું ન લાગ્યું દિલ,ને પારાવાર ઝટકા દે.  

રૂમઝૂમતું  કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો.

#  મળવા જેવા માણસ – એક પરિચય

રચનાઓ – ‘પ્રતિલિપિ’  પર 

# રચનાઓ – ‘લયસ્તરો’ પર 

‘ચિત્રલેખા’ માં પરિચય

# વાચકોને બહુ ગમેલી શ્રેણી – ‘પત્રાવળી’ 


તેમનો બ્લોગ 

devi2

આ ચિત્ર પર ક્લિક કરો.

dhruv

જન્મ

 • ૭, ફેબ્રુઆરી – ૧૯૪૮, અમદાવાદ ( મૂળ વતન – ભુડાસણ )

કુટુમ્બ

 • માતા – કમળા બહેન; પિતા – રસિકલાલ
 • ભાઈઓ – નવિન, વીરેન્દ્ર  ; બહેનો – કોકિલા, સુષ્મા, સંગીતા (બધાં અમેરિકામાં વસવાટ અને  કોઈ ને કોઈ રીતે લલિત કળાઓ સાથે સંકળાયેલાં)
 • પતિ – રાહુલ;  પુત્રો– બ્રિન્દેશ, અચલ 

શિક્ષણ

 • ૧૯૬૮ –  બી.એ. ( સંસ્કૃત) એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ

વ્યવસાય

 • ભારતમાં – ગુજ. યુનિ.માં વહીવટી શાખામાં
 • અમેરિકામાં – શરૂઆતમાં ન્યુયોર્કમાં બેન્કમાં . પછીના જીવનમાં હ્યુસ્ટન ખાતે શિક્ષિકા

devika_dhruv_1

devika_dhruv_2

તેમના વિશે વિશેષ

 • નાનપણથી જ સાહિત્યમાં લગાવ અને ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી.
 • દસમા ધોરણમાં હતાં ત્યારે પહેલી કવિતા ’તમન્ના’ લખેલી.
 • શાળા અને કોલેજ કાળ દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ. એચ.કે. આર્ટ્સ કોલેજમાં હતાં ત્યારે સંસ્કૃતમાં પ્રવચન પણ આપ્યું હતું.
 • બી.એ.માં યુનિ. માં પ્રથમ અને ગોલ્ડ મેડલિસ્ટ
 • પતિ ક્રિકેટના ગજબનાક શોખીન, ૧૯૬૭માં રણજી ટ્રોફીના ક્રિકેટર
 • હ્યુસ્ટનની ‘સાહિત્ય સરિતા’ સંસ્થામાં અને અનેક લલિત કળાના કાર્યક્રમોમાં સક્રીય પ્રદાન

રચનાઓ

 • કવિતા – શબ્દોને પાલવડે, કલમને કરતાલે, અક્ષરને અજવાળે ( ઈ-બુક)
 • પત્ર શ્રેણી – આથમણી કોરનો ઉજાસ ( નયના પટેલ સાથે )
 • સંશોધન–  (અંગ્રેજીમાં) – Glimpses into legacy( Dhruv family), Maa ( Banker family), Gujarati Sahitya Sarita, Houston – History

img_2435

સાભાર

 • શ્રી. નવિન બેન્કર

5 responses to “દેવિકા ધ્રુવ, Devika Dhruv

 1. pragnaju મે 16, 2018 પર 12:14 પી એમ(pm)

  ..
  .
  .
  .
  .
  ચાહે એ શબ્દોના પાલવ હો,ભાવોની સંતાકુકડી હો,અર્થોના ઝૂલા હો,સાહિત્ય આકાશ ધન્ય

  .
  .
  પ્રતિભા પરિચય આટલો મૉડો કેમ ?

 2. Vinod R. Patel મે 16, 2018 પર 12:19 પી એમ(pm)

  સુશ્રી દેવિકાબેન ધ્રુવની જીવન ઝરમર અને એમના સાહિત્ય પ્રદાનની વિડીયો સાથેની સરસ માહિતી એક જ જગાએ શોધીને મુકવા માટે સુરેશભાઈને અભિનંદન.

  દેવિકાબહેન ધ્રુવ. ચિત્રલેખામાં
  તાંજેતરમાં જાણીતા સામયિક ચિત્રલેખામાં પ્રગટ દેવિકાબેન વિષેનો લેખ અહીં આ લીંક પર વાંચી શકાશે.
  https://gadyasarjan.wordpress.com/2018/05/14/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%B5-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B2%E0%AB%87/

 3. Devika Dhruva મે 16, 2018 પર 6:45 પી એમ(pm)

  Thank you, Sureshbhai and all.
  મારા પ્રણામ.🙏🙏

 4. Valibhai Musa મે 17, 2018 પર 12:21 એ એમ (am)

  દેવિકાબહેન એટલે સિદ્ધિઓનો ખજાનો! તેમના વિષે લખો તેટલું ઓછું! તેઓશ્રી ‘વેબગુર્જરી’માં રવિવારી સર્જનાત્મક સાહિત્યવિભાગમાં પદ્યકૃતિઓના ચયન અને સર્જકપરિચયની ઉમદા કામગીરી લાંબા સમયથી બજાવી રહ્યાં છે. ‘આથમણી કોરનો ઉજાસ’ના વિમોચન વખતે અમદાવાદ ખાતે બંને બહેનો અને તેમના પતિદેવો સાથે રૂબરૂ મુલાકાત થયેલી. ‘માયાળુ સ્વભાવ’ તેમની લાક્ષણિકતા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

 5. readsetu મે 21, 2018 પર 12:46 એ એમ (am)

  ખૂબ ખૂબ અભિનંદન દેવિકાબહેન. તમારું કામ એક વધુ વાર પોંખાયું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: