ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બારે મેઘ ખાંગા


rainfall-blue-purchased-use-istock-522795232-300x206

ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે.

  1. ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
  2. છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
  3. ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
  4. કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
  5. પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
  6. નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
  7. મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
  8. અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
  9. મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
  10. ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
  11. પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
  12. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે

મૂળ સ્રોત – અજ્ઞાત

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર

 

4 responses to “બારે મેઘ ખાંગા

  1. pragnaju જૂન 25, 2018 પર 9:13 પી એમ(pm)

    અહીં પણ બારે મેઘ ખાંડા
    ૧૨. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.
    ’મેઘમાળા’ નામના પુસ્તકમાં બાર મેઘ આ પ્રમાણે ગણાવાયા છે: સુબુદ્ધિ, નંદશાલિ, કન્યદ, પૃથુશ્રવા, વાસુકિ, તક્ષક, વિકર્તન, સર્વદ, હેમશાલી, જલેંદ્ર, વજ્રદંષ્ટ્ર અને વિષપ્રદ. જ્યારે ’શ્રાવણી કર્મ’માં તેમનાં નામ કણદ, પૃથુશ્રવા, વાસુકિ, તક્ષક, જલેંદ્ર, વજ્રદંષ્ટ્ર, કેબલ, સુતરામ્બુ, હેમશાલી, સ્વરોધકર અને વિષપ્રદ એમ આપેલા છે.
    અન્ય અર્થ
    ભગવદ્ગોમંડલ પ્રમાણે મેઘ શબ્દના આ ઉપરાંતના અર્થ નીચે પ્રમાણે છે
    સંગીતના મુખ્ય છ રાગોમાંનો એક રાગ. (સંગીત)
    કિષ્કિંધાની પશ્ચિમે આવેલો એ નામનો એક પર્વત. જળની વૃષ્ટિ કરનાર દેવ. એ નામનો એક રાક્ષસ. શિવનાં હજાર માંહેનું એક નામ. (પુરાણ પ્રમાણે)
    એક પ્રકારનો છંદ (પિંગળશાસ્ત્ર પ્રમાણે)
    ઝાકળ. ટોળું; સમૂહ. તાંદળજાનું શાક કે ભાજી. નાગરમોથ નામની વનસ્પતિ. એક જાતનું સુગંધી ઘાસ.
    એક જાતનું ઘર. શિલ્પવિદ્યા પ્રમાણે
    વરસાદ એકમ સમય માટે લંબાઈના એકમમાં મપાય છે,
    સામાન્યરીતે મિલિમીટર પ્રતિ કલાકમાં,
    [૨] કે જે દેશોમાં ઈમ્પિરિયલ એકમોનો વપરાશ છે ત્યાં ઈંચ પ્રતિ કલાકમાં.
    [૩] જેમાં “લંબાઈ”, કે વધુ સ્પષ્ટતાપૂર્વક કહીયે તો, “ઊંડાઈ” મપાય છે તે સપાટ, આડી અને અભેદ્ય સપાટી પર એક ચોક્કસ સમયગાળા, સામાન્ય રીતે કલાક, દરમીયાન પડેલાં વરસાદના પાણીની ઊંડાઈનું માપ હોય છે
    .[૪] એક મિલિમીટર વરસાદ એટલે એક ચોરસ મીટર સપાટી પર પડેલું એક લીટર પાણી એમ ગણાય છે.
    વરસાદ માપવાનો પ્રમાણભૂત રસ્તો “પ્રમાણભૂત વરસાદમાપક” છે, જે ૧૦૦-મિ.મી. (૪-ઈંચ) પ્લાસ્ટીક બનાવટના અને ૨૦૦-મિ.મી. (૮-ઈંચ) ધાતુ બનાવટના મળે છે. અંદરનો નળાકાર 25 mm (0.98 in) વરસાદથી ભરાય છે, પછી ઉભરાતું પાણી બહારના નળાકારમાં આવે છે. પ્લાસ્ટીકના માપકમાં અંદરના નળાકારમાં નીચે તરફ 0.25 mm (0.0098 in) સુધીનું માપ લખાયેલું હોય છે, જ્યારે ધાતુના માપકમાં નીચે તરફ 0.25 mm (0.0098 in) સુધીનું માપ લખાયેલી એક પટ્ટીની જરૂર પડે છે. વરસાદમાપક દ્વારા એકઠા થતા આંકડાઓ હવામાન ખાતાની કચેરીઓ કે મધ્યસ્થ હવામાન સંસ્થાઓને મોકલાય છે જ્યાં તેનો રેકર્ડ રાખવામાં આવે છે.

  2. gopal khetani જૂન 25, 2018 પર 11:02 પી એમ(pm)

    ખૂબ સરસ માહિતી. વડીલો પાસેથી સાંભળ્યુ છે કે શનિવારે વરસાદ ચાલુ થાય (મતલબ કે શુક્રવારનો દિવસ કોરો ધાકડ ગયો હોવો જોઈએ) તો હેલી આવે જ !

Leave a reply to readsetu જવાબ રદ કરો