ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હવે એ જાનીમાં જાન નથી


H.Jani

     હજારોના જાનમાં જાન લાવી દેનાર હસમુખા અને અનેકોના દિલોજાન દોસ્ત હરનિશ જાની હવે આ જગતમાં નથી.

      નુજર્સીની ગુજરાતી સાહિત્ય સભાના પ્રણેતા શ્રી. રામ ગઢવીના આ સમાચાર સખેદ અહીં પ્રગટ કરવા પડે છે.

મિત્રો,

      અત્યંત ખેદથી જણાવીએ છીએ કે આપણા પ્રિય મિત્ર હરનિશ જાનીના નિધનના દુઃખદ સમાચાર આપ સહુને પહોંચાડવાની અમને ફરજ પડે છે. હરનિશભાઈ થોડા સમયથી પ્રિન્‍સ્ટન મેડિકલ સેંટરમાં હતા, અને છેલ્લા થોડા દિવસોથી તો લાઇફ સપોર્ટ પર હતા. એ સપોર્ટ ગઈ કાલે, 20 ઑગસ્ટના બપોરે બારેક વાગે કાઢી લેવાયા પછી સાંજે 8:30 વાગે તેઓએ દેહ છોડ્યો હતો.

      જાણીતા હાસ્યલેખક અને આપણી ઍકેડેમી તરફથી અપાતા 2014ના શ્રી ચુનિલાલ વેલજી મહેતા પારિતોષિક સહીત ઘણાં સન્માનોના વિજેતા હરનિશભાઈ એક ઘણા મનોરંજક વક્તા પણ હતા. એમને જાણતા લોકો એમને આવી ગયેલા હૃદયરોગના ‘વિક્રમ સ્થાપતા હુમલાઓ’ વિષેની એમની હળવી વાતો ભૂલી નહીં શકે. એમના ત્રણેક રમૂજી વાર્તાસંગ્રહો, અને ગુજરાતના અખબારોમાં લોકપ્રિય કૉલમો નિયમિત રીતે લખનાર તરીકે હરનિશભાઈ જાણીતા હતા. ઍકેડેમીનો ‘સર્જકો સાથે સાંજ’ નામનો કાર્યક્રમ એમણે વર્ષો સુધી ઉત્સાહથી અને એમની આગવી શૈલીથી ચલાવ્યો. ઍકેડેમીને એમની ખોટ ઘણી સાલશે.

      હરનિશભાઈ એમની પાછળ પત્ની હંસાબેન અને શોકગ્રસ્ત કુટુંબને છોડી ગયા છે. એમના આત્માને પરમ શાંતિ મળે એવી અમારી પ્રાર્થનામાં આપ જોડાશો એવી આશા છે.

   હરનિશભાઈના અંતિમ સંસ્કાર શુક્રવાર, 24 ઑગસ્ટના દિવસે સવારે નીચે મુજબ થશે…

9AM-11AM
Franklin Memorial Park
1800 Rt 27
North Brunswick
NJ 08902 

આપનો,

રામ ગઢવી

હરનિશભાઈનો પરિચય – તેમના જ શબ્દોમાં અહીં….

તેમને ઘેર બે  રાત વિતાવી તેમનો સહવાસ ભરપેટ માણ્યો હતો – તે યાદ અહીં…

Advertisements

One response to “હવે એ જાનીમાં જાન નથી

  1. સુરેશ જાની ઓગસ્ટ 23, 2018 પર 6:17 પી એમ(pm)

    કોકિલા બહેન રાવળના ઈમેલમાંથી…
    હંસાબેન જાની સાથે નિરાંતે વાત થઈ. તેમના કહેવા પ્રમાણે આ નવમો હાર્ટ એટેક હતો. દરેક વખતે સ્ટેન્ટ મૂકાવતા હતા.
    તેમના મગજમાં હજી વાર્તાઆે ઘડાતી હતી. એકવાર ડોકટરને કહે ‘મને ઘેર જવાદો મારા મગજમાં ચાર વાર્તા ઘૂમે છે તે લખવી છે અને મારા કુળદેવી હર્ષદમાતા ઉપર પણ લખવું છે.’
    આમ તેઓ ચાર વાર્તા સાથે લઈને ગયા છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: