ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ


Harnish Jani Tribute    હરનિશ જાની એ શ્રધ્ધાનો વિષય નથી, હાસ્યનો વિષય છે, એટલે એમને શ્રધ્ધાંજલિ નહી.., હાસ્યાંજલિ શોભે! એમને ગુમાવ્યાનું દુ:ખ જરૂર થયું છે.., કારણ એક હાસ્યકાર ગુમાવ્યો છે.., એ કહેતા “ Laughing is a serious matter!” અમે બંને એક જ ક્ષેત્રમાં હતા, એટલે મને એમને ઓળખવાની તક વધારે મળેલ. વર્ષો પહેલાં કિશોરભાઇના ગુર્જરીના પહેલા અંકથી જ પરિચય થયેલ. ગુર્જરીમાં એમનો હાસ્ય લેખ વાંચતાં વાંચતાં જ નક્કી કરી લીધેલ, કે આ માણસ મળવા જેવો છે, અને એ પર ચક્રો ગતિમાન કરી દીધાં! પછી તો એમનો એક પણ લેખ વાંચવાનો બાકી નહીં રાખેલ! ફોન, પત્ર દ્વારા મળવાનું થયું, ને અવાર નવાર રૂબરું પણ મળવાનું થયું. સામાન્ય રીતે એક બાજુ જાણીતી વ્યક્તિ હોય, અને બીજી બાજુ મારા જેવી સામાન્ય વ્યક્તિ હોય તો કેમેસ્ટ્રી જામે નહીં.., તમે ગમે તેટલાં ફાંફાં મારો પણ દાળ ગળે નહીં. અમારી બાબતમાં ઉલટું થયું! એમને જાણતા પહેલાં એ મને માણતા થઇ ગયા! ક્યાંય પણ એમનો કાર્યક્રમ હોય, ત્યાં મને પણ રેકમન્ડ કરતા! હ્યુસ્ટન, યુકે, ન્યુ જર્સી ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમો સાથે થયા, એક બાજુ હરનિશ જાનીનો સ્ટેન્ડઅપ કોમેડી શો હોય તો બીજી બાજુ મહેન્દ્ર શાહનો સ્ટેન્ડઅપ કાર્ટુન શો હોય.., બસ ફરક ફક્ત એટલો જ કે હરનિશભાઇ ઉભા ઉભા સ્ટેન્ડઅપ કોમેડી કરતા, ને લોકો બેઠા બેઠા માણતા. મહેન્દ્ર શાહની બાબતમાં લોકો ઉભા ઉભા એમનાં કાર્ટુન્સ માણતા ને મહેન્દ્ર શાહ એક ખૂણામાં ખુરસી પર બેસી માણવાવાળાને નીરખતા! જો કે લોકોને આ કેમેસ્ટ્રી માફક આવી ગયેલ, લોકોને હાસ્ય માણવાના ઓપ્સન્સ મળતા.., લોકો એક ખૂણે ઉભા ઉભા કાર્ટુન્સ જોઇને કંટાળતા તો આખું ટોળું બીજા ખૂણે હરનિશભાઇને સાંભળવા જતું રહેતું! હરનિશભાઇને કહેતો.., “ માફ કરજો, પણ હમેશાં હું “ હરનિશ ” લખવામાં કન્ફ્યુઝ થાઉં છું.., “ ન” ને હ્રસ્વઇ આવે કે દીર્ઘઇ? એ કહેતા, “ ગુજરાતીમાં લખો, તો હ્રસ્વઇ દીર્ઘઇ કંઇ ફરક નથી પડતો, પણ અંગ્રેજીમાં લખો તો એપોસ્ટ્રોપી “ S” કરવાનો!હરનિશભાઇ મારાં કાર્ટુન્સ પ્રદર્શનના આગ્રહી જ નહીં પ્રોત્સાહક પણ હતા, અને મિત્રોને મારી ઓળખાણ આપી ખાસ કહેતા.., ક્યાંક સાહિત્ય, લીટરરી કે ચાલો ગુજરાતના મેળાવડામાં હજ્જારો સાહિત્યકારો, કવિઓ, લેખકો જોવા મળશે પણ કાર્ટુનીસ્ટ તો એક જ જોવા મળશે!”

       હંસા બહેન, તમે અને કટુંબ એકલા જ નહીં.., આપણે બધા હરનિશભાઇને મીસ કરશું! એમને યાદ કરીએ ત્યારે એમના હાસ્ય લેખો , અને કોમેડી યાદ આવે જ ને? અને એ યાદ આવે ત્યારે હોઠો પર હાસ્ય આવે , તો પછી એમને “હાસ્યાંજલી” કેમ નહીં?

      આ સાથે અવારનવાર પ્રસંગોપાત્ત એમના પર બનાવેલ કાર્ટુન્સ. એક પ્રસંગ તો ખાસ યાદ રહી જાય એવો, વીપુલભાઇએ એમના ઓપીનીયનના દસમી એનીવર્સરીના કાર્યક્રમમાં અમને લંડન આમંત્રેલ અને દુનિયાની નાનામાં નાની ગાડીમાં કીર્તીદા જોષી, ચંદ્રિકા જોષી નણંદ ભોજાઇ હોટલ પરથી હરનિશ કપલને પીકઅપ કરી ચાર જણ અને આઠ બેગો સાથે લંડન સફરે ગયેલ, મેં એ પ્રસંગ ઘરે આવતાં જ કાર્ટુનમાં ઢાળેલ!

-મહેન્દ્ર શાહ.

hj1HJ2hj3hj4

હરનિશભાઈના કુટુંબીજનો ( ફોટો સૌજન્ય  –  ડો. રાજેન્દ્ર ત્રિવેદી )

HJ_family

Advertisements

3 responses to “હરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ

  1. ગોવીન્દ મારુ ઓગસ્ટ 23, 2018 પર 10:20 એ એમ (am)

    હૃદયસ્થ હરનીશભાઈને હાસ્યાંજલી…

  2. Hemant M Shah (@mrhemantshah) સપ્ટેમ્બર 3, 2018 પર 6:52 એ એમ (am)

    He was from my hometown and When I was in UK in one of the library I had an opportunity to read his book. I am missing him very much. May his soul rest in peace.

  3. readsetu સપ્ટેમ્બર 3, 2018 પર 7:04 એ એમ (am)

    હરનીશભાઈ એક મજાનાં મિત્ર હતા. અમારો પરિચય લંડન સાહિત્ય અકાદમીના અધિવેશનમાં થયેલો. એ પછી અમે થોડા થોડા સંપર્કમાં રહેલા. એ અમદાવાદ આવેલા ત્યારે મારા ઘરે નિરાંતે બીજા મિત્રો સાથે મન ભરીને વાતો કરેલી. હાસ્ય એમનો જીવનધર્મ હતો… અને હસાવતા હસાવતા રડાવવાનુય એ જાણતા.
    તમે એમના વિષે સરસ લેખ કર્યો છે. કાર્ટૂન તો મજ્જાના.. તમે પણ સર્વ કલાના કસબી છો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: