કેમ? શિર્ષક વાંચીને નવાઈ પામ્યા ને? અહીં ઝાંઝવાંનો પરિચય આપવાના છીએ એમ તમને લાગ્યું?!
ના, વાત એમ છે કે, ઈ-વિદ્યાલય માટે નેટ મિત્ર અને જાણીતાં સાહિત્યકાર લતાબહેન હીરાણીએ ‘સ્વયંસિદ્ધા’ ( સુશ્રી. કિરણ બેદીની જીવનકથા) નાં પ્રકરણોની ફાઈલ મોકલી અને મેં ઉત્સાહિત થઈને એમને જવાબ આપ્યો કે, ‘હવે એ બધાં પ્રકરણ ‘વાદળની અભરાઈ’ પર ચઢાવી દઈશ.’ સાઈટ પર પોસ્ટ Schedule કરવાની યાંત્રિક અને નીરસ પ્રક્રિયાને આપેલી એ ઉપમા બહેનને ગમી ગઈ. એના પરથી અમારી વચ્ચે ઈ-સંવાદ ચાલ્યો કે, અવનવી ઉપમાઓ કેવી કેવી હોય?
[ ‘સ્વયંસિદ્ધા’ ઈ-વિદ્યાલય પર આ રહી ..]
ગુજરાતી સાહિત્યમાં ‘ઝાંઝવાનાં જળ ક્યાં ક્યાં ઝળક્યાં?’ – એની યાદી બનાવીએ તો દસ બાર પાનાં તો સહેજે ભરાઈ જાય, જાણેકે, ગુજરાતી કવિઓને બીજી કોઈ ઉપમા સૂઝતી જ નથી! પણ છેક એમ નથી. બળૂકાં ગુજરાતી કવિઓ અને કવયિત્રીઓએ જાતજાતની અને ભાત ભાતની કલ્પનાઓ કરીને ગુજરાતી સાહિત્યને શણગાર્યું છે. એના પરથી મનમાં એવો વિચાર આવ્યો કે,
‘ઝાંઝવાં જ શા માટે? – વાદળની અભરાઈ પરથી ગોતી ગોતીને આવી અવનવી ઉપમાઓ/ રૂપકો નું સ્નેહ સંમેલન રાખ્યું હોય તો?’
મજા આવી જાય!
તો લો.. આમ જડેલી, વીણેલી થોડીક ઉપમાઓ …
કમલવત ગણીને બાલના ગાલ રાતા
રવિ નીજ કર તેની ઉપરે ફેરવે છે.
– કલાપી
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
– મનોજ ખંડેરિયા
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
– રાવજી પટેલ
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના?
પોતાને તુંબડે તરીએ
– મકરંદ દવે
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
– રમેશ પારેખ
આ , મ્હેંક્યા, વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ
આ, મ્હેંદી, મૂકી હાથ કેસહિયર શું કરીએ
ઝરણાં, તોડી, નીકળ્યાં પહાડ,ને વાગી , વાંસલડી રે વાટ
આ ફૂલે મઢ્યા ગાલ,કે ..સહિયર શું કરીએ
– રમેશ પટેલ ( આકાશ દીપ)
તો ચાલો હવે આ શોધને આગળ ધપાવીએ. તમને ગમેલી અને માણેલી આવી ઉપમાઓ ગોતી ગોતીને આ સંગ્રહને સમૃદ્ધ બનાવશોને?
Like this:
Like Loading...
Related
દર્દોને કંઈ ફાગણ હશે, કેવાં ખીલી ઊઠ્યાં?
વિશાદના વૈશાખ છે, અષાઢ ક્યાં હશે?
– મનોજ મુનિ
અષાઢની એ આશ માં ફાગણ પણ ખીલ્યો હશે,
તેને શું ખબર હશે ? વૈશાખની આ વેદના..?
સુરેશભાઈ ભાઈનો બહુ જ સરસ વિચાર ..આ નુતન પ્રકારની સાહિત્યિક રમતની શરૂઆત સારી થઇ છે.
વરને કોણ વખાણે ..જેમ મારા ”મને શું ગમે ” કાવ્યમાંથી આ બે ક્ન્ડીકાઓ ..
શુળોમાં ખીલતા પેલા ગુલાબની જેમ ખીલીને,
સર્વત્ર ગુલાબી પમરાટ પ્રસરાવવાનું મને ગમે.
ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી,
વહેતા ઝરણા જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું ગમે.
મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે
માળાની ઝંખના નથી મારા વિહંગને
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે
કરસનદાસ લુહાર
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
સુરેન ઠાકર ‘મેહુલ’
મજા પડી. લો ત્યારે
ઘુંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઇ હશે.
આદિલને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો
દુનિયાની જે દિવસથી શરૂઆત થઇ હશે….. – આદિલ મન્સૂરી
તારી યાદોનાં હરણ લૈ જાઉં
પીઠ પર નાખીને રણ લૈ જાઉં.….
ખૂબ લાંબો છે મરણનો રસ્તો
જિંદગીભરનાં સ્મરણ લૈ જાઉં….
હોઠ પર પ્યાસના સહરા સળગે
બંધ આંખોમાં ઝરણ લૈ જાઉં….? – – આદિલ મન્સૂરી