અહીં ગુજરાતની વિવિધ પ્રકારની પ્રતિભાઓના પરિચય છે – એમાં પુનિત મહારાજ, પ્રમુખ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી જેવા સંતો તો છે, પણ ભગત અટકધારી કોઈ ભક્ત નથી – અને એ પણ પાછા એક ડોક્ટર!

હા! ડો ભરત ભગત સાચા અર્થમાં ભગત છે, સંત છે – વિના મૂલ્યે, પોલિયોથી પીડાતા બાળકોનાં ઓપરેશન કરી, કેલિપર આપી ચાલતા કરનાર સેવક છે. શ્રી. પી.કે.દાવડાના બ્લોગ ‘દાવડાનું આંગણું’ પર ડો. ભરત ભગતની આત્મકથા અને એમણે સ્થાપેલી ‘હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન’ની કથા આલેખાઈ છે. એ એનાં પ્રકરણોની અહીં માત્ર અનુક્રમણિકા જ છે. આ રહી –
Like this:
Like Loading...
Related
ડો ભરત ભગત સાચા અર્થમાં ભગત છે, સંત છે
સુરેશભાઈ ના આ વિધાન સાથે હું સો ટકા સંમત છું. ડો.ભગતની સેવા ભાવનાને દિલી
સલામ.
કાશ , ૮૩ વર્ષ પહેલાં આ લખનાર ચાર વર્ષની ઉમરથી પોલીઓ પીડિત જણને ડો. ભરત ભગત
જેવા ડોકટરનો ભેટો થયો હોત !એ વખતે પોલીઓની રસી પણ શોધાઈ નહોતી એ મારા માટે એક
બીજી કમનશીબ બાબત હતી.હવે તો બહોત ગઈ,થોડી રહી.એનો શું અફસોસ કરવો !
પોલીઓ સાથેના અડધા શરીરે જીવવાનો શું પડકાર અને અનુભવ છે એનો જાત
અનુભવ મને છે .
પોલીઓ મારો રસનો (કે અનુભવનો !) વિષય છે.
વિનોદ વિહારમાં પોલીઓ વિશેના બે લેખો આ લીંક પર જરૂર વાંચશો.
( 382 ) આખરે ભારત બન્યું છે પોલિયો મુક્ત- દેશ માટે એક શુભ સમાચાર
https://vinodvihar75.wordpress.com/2014/01/18/382-%E0%AA%86%E0%AA%96%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF/
Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય