સાભાર – શ્રી. વિનોદ પટેલ

આ એક નવી વેબ સાઈટની આજે ખબર પડી. [ અહીં ક્લિક કરો ]
ત્યાંથી આ ઉદ્ ઘોષણા….
ગુજરાતી ભાષાના વિકાસ માટે અત્યારે ચારે તરફ યથાશક્તિ પ્રયત્નો થઇ રહ્યા છે. આમ તો ભાષા એ વ્યક્તિ અને પ્રજામાં જીવતું જીવનભૂત તત્વ છે. પ્રજાના માનસમાં અને વ્યવહારમાં એ જીવે અને એનું પ્રતિબિંબ જેમ અન્યત્ર એજ રીતે સાહિત્યમાં પડતું હોય છે.
આવું સાહિત્ય માત્ર પુસ્તકોના પાનાંઓ પર રહે તો એની મર્યાદા વધતી જાય. પ્રત્યાયનના સાધનો અને ધોરણો વિકસે એજ રીતે સાહિત્યના પણ પ્રત્યાયન આયામો વધવા જોઈએ. જે માધ્યમ સૌથી વધુ સક્રિય હોય એનો મહત્તમ વિનિયોગ થવો જોઈએ. તો વ્યાપની શક્યતાઓ વધુ છે.
આવું થોડા રાજકોટનાં નવયુવાન સાહિત્યચાહકોને થયું. અને એનું પરિણામ તમારી સામે છે. આ યુવકોની છેલ્લા એકાદ વર્ષની મહેનતનું આ પરિણામ છે. હેતુ માત્ર સાહિત્યનો અને એ દ્વારા ભાષાનું વ્યાપક વિસ્તરણ થાય એજ.
અહીં મધ્યકાળથી માંડીને સાંપ્રત ગુજરાતી સાહિત્યની કૃતિઓ યથાતથ સ્વરૂપે આપની સામે છે. એ તમારા આનંદનું અને ભાષા પ્રત્યે પ્રેમનું કારણ બને એજ ઉપલબ્ધિ. આવા અનેક પ્રયોગો થશે તો સાહિત્ય તો બહુજન સુધી પહોંચશે જ પણ સાથે ભાષા પણ નવતર અને નવા આયામ રચશે એવી અમને તો શ્રદ્ધા છે. આપ એને બેવડાવો એવી અભ્યર્થના.
આભાર
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ