ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – રામદે અને ભારતી ખુંટી


સાભાર – શ્રી. ગીરીશ પંચાલ ,  VTV news

a327

આ દંપતી વિદેશની સુખ-સાહ્યબી છોડીને બન્યા ‘દેશી’
એર હોસ્ટેસ પત્ની કરે છે પશુપાલન, પતિ બન્યો ખેડૂત

વિદેશ જવું અને વિદેશના રંગરુપમાં રંગાવું ભાઈ કોને ન ગમે… તેમાં પણ લાખ રૂપિયાની નોકરી હોય, એશો-આરામની જિંદગી હોય, તો તમે એ નોકરી છોડી પાછા ભારત આવવાનું વિચારી શકો? ન જ વિચારો, પરંતુ આજે એક એવા યુવા દંપતીની વાત કરવા જઈ રહ્યા છે. જેણે એશો-આરામની વિદેશી લાઈફ છોડી આજે ગામડાનો વેશ ધારણ કર્યો છે.

કોણ છે તે યુવા દંપતી?
એક એવું દંપતી જેણે બદલ્યો વેશ, એક એવું દંપતી જેણે ત્યજી વિદેશી સુખ-સાહ્યબી, એક એવી ભારતીય નારી જેણે એર હોસ્ટેસની નોકરી છોડી આજે બની ગઈ ગોવાલણ. આ એક એવા યુવા દંપતીની કહાની છે જેણે વિદેશી વેશભૂષા છોડી, લાખો રૂપિયાની નોકરી છોડી અને આજે દેશ પર આવી ખેતી અને પશુપાલન કરે છે. આ એક એવા પુરુષની કહાની છે જેણે ખેતરમાં પગ નહોતો મુક્યો. એક મહિલાની કહાની છે જેણે ક્યારેય હાથમાં છાણનો તગારું પોતાના હાથમાં નહોતો લીધો. આ કહાની છે… પોરબંદરના બેરણ ગામમાં રહેતા રામદે ખુંટી અને તેમની પત્ની ભારતી ખુંટીની…

વિદેશી સુખ-સાહ્યબી છોડી પોતાના ગામ પરત ફર્યા
રામદે ખુંટી અને ભારતી છેલ્લા 8 વર્ષથી ઈંગ્લેન્ડમાં સ્થાઈ થયા હતા. બંને પતિ-પત્ની ઈંગ્લેન્ડમાં ખુબ સારી પોસ્ટ પર હતા. ભારતી ખુંટી બ્રિટીશ એરવેઝમાં એર હોસ્ટેસ તરીકો નોકરી કરી રહ્યા હતા. પરંતુ પોતાને ત્યાં દિકરાનો જન્મ થયો. આ બંને પતિ-પત્નીએ વિદેશી ધરતી અને નોકરી છોડી ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. એક દિવસ એવો પણ આવ્યો કે બંને પતિ-પત્ની એ વિદેશી સુખ-સાહ્યબી છોડી પોતાના ગામ પરત ફર્યા. ગામડે પરત ફર્યા બાદ પણ બંને પતિ-પત્નીએ નોકરી અંગે ન વિચારી ખેતી અને પશુપાલન કરવાનું વિચાર્યું. આજે બંને દંપતી ખેતીની સાથે-સાથે પશુપાલન કરે છે.

સટાસટ ભેંસો દોહી રહી છે
હવે જે દ્રશ્ય તમે જોવા જઈ રહ્યા છો.. તે જોતા તમને માન્યામાં નહીં આવે કો, શું હકીકતમાં આ એજ વ્યક્તિ છે. આ એજ રામદે ખુંટી અને ભારતી ખુંટી છે. કારણ કે, જેણે ક્યાંરેય ભેંસનો આંચળ પણ પકડયો ન હતો તે આજે સટાસટ ભેંસો દોહી રહી છે. દૂધની સેર તો એવી ફૂટી રહી છે જાણે વર્ષોથી ભેંસો દોહવાનો અનુભવ હોય. આ દ્રશ્ય જોતા તો વિશ્વાસ જ નહીં આવે કે, વિદેશી જીવન અને વિદેશી ધરતી પર રહીને આવેલી કોઈ મહિલા આ પ્રકારનું પણ કામ કરી શકે.

ગામડામાં સંતાનનો ઉછેર કરવો હતો
બંને દંપતીનું એવું માનવું છે કે, તેઓ પોતાના પુત્રનો ભારતીય પરંપરા ઉછેર કરવા માગતા હતા. જેને લઈને આ પ્રકારનો નિર્ણય લીધો છે. જોકે તેઓ ભારત આવીને પણ સારી નોકરી કરી શકતા હતા. પરંતુ તેમને ગામડાની અંદર રહીને જ પોતાના સંતાનનો ઉછેર કરવો હતો. સાથે નોકરી નહીં પરંતુ બાપદાદાનો ધંધો કરવો હતો. જેથી તેમણે ખેતી અને પશું પાલનનો વ્યવસાઈ કરવાનું પસંદ કર્યું. આજે આ બંને યુવા દંપતી ખેતી કરી રહ્યા છે.

યુટ્યુબ ચેનલ પણ બનાવી
એટલું જ નહીં પરંતુ આજની યુવા પેઢીને ગ્રામ્ય જીવન તરફ આકર્ષવા માટે બંને દંપતીએ પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી છે. જેના પર પોતાના રોજે-રોજના દૈનિક કાર્યોને અપલોડ કરી યુવાઓને જાગૃત કરવાની કાોશિશ પણ કરે છે. આ દંપતીએ તો પાતાના સંતાનને સારા સંસ્કાર અને દેશની પરંપરા સાથે જોડવા વિદેશી જીવન છોડ્યું અને ખેતી-પશુપાલન પસંદ કર્યું. પરંતુ આશા રાખીએ કે આ અહેવાલ બાદ જે યુવાઓ ખેતીથી દૂર ભાગી રહ્યા છે, ગામડું છોડી શહેર તરફ ભાગ્યા છે તેઓ ફરી ગામડાં તરફ આકર્ષીત થશે.

એમની યુ-ટ્યૂબ ચેનલ અહીં ….

One response to “મળવા જેવા માણસ – રામદે અને ભારતી ખુંટી

  1. વિનોદ પટેલ માર્ચ 25, 2019 પર 10:01 પી એમ(pm)

    મહેસાણા બાજુના પટેલના ઘણા છોકરાઓ પોતાની બાપદાદાની ખેતીની વિરાસતને છોડી અમેરિકામાં મજુરી કરવા લાખો રૂપિયા ખર્ચીને આવે છે એમણે આ દંપતી પાસેથી બોધ પાઠ લેવા જેવો છે.

    આ સત્ય કથાએ દર્શિક ની જાણીતી નવલકથા ”ઝેર તો પીધાં છે જાણી જાણી ” ની યાદ અપાવી દીધી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: