ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડલાસમાં મેઘાણી ઉત્સવ


Megh_4

તા. ૧૩, જુલાઈ – ૨૦૧૯ ના દિવસે ડલાસમાં મેઘાણી ઉત્સવ માણવા મળ્યો.

      ભારતમાંથી શ્રીમતિ મંજરી મેઘાણી, શ્રી, નિતીન દેવકા અને શ્રી. રમેશ બાપોદરાએ  સ્વ. ઝવેરચંદ મેઘાણીનાં સર્જનો વાંચી, ગાઈ સૌ પ્રેક્ષકોને નાચતા ઝૂમતા કરી દીધા.

 

This slideshow requires JavaScript.

અને… કેવાં કેવાં ગીતો? ( કોઈની પણ ઉપર ‘ક્લિક’ કરી એ વાંચી/ સાંભળી શકશો )

મારું મન મોર બની થનગાટ કરે

શિવાજીને નીંદરું ના’વે

તમે મારા દેવના દીધેલ છો

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ

રક્ત ટપકતી સો સો ઝોળી

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

તકદીરને ત્રોફનારી

છેલ્લો કટોરો

ચારણ કન્યા

અને બીજાં ઘણાં બધાં લોકપ્રિય લોકગીતો,  સ્વ. ઝવેર ચંદ મેઘાણીની રચનાઓ અને જીવન દર્શન પણ …

સ્વ. ઝવેર ચંદ  મેઘાણીની જીવન ઝરમર અહીં ….

આવા સરસ કાર્યક્રમનું આયોજન કરનાર સૌનો આભાર.

5 responses to “ડલાસમાં મેઘાણી ઉત્સવ

  1. nilam doshi જુલાઇ 14, 2019 પર 10:19 પી એમ(pm)

    Are vah…કાશ! અત્યારે ડેલસમાં હોત.

  2. હરીશ દવે (Harish Dave) જુલાઇ 15, 2019 પર 5:56 એ એમ (am)

    જેમણે સૌરાષ્ટ્રની ભોમકાનું ચિત્રણ ગુજરાતની આંખો સમક્ષ ખડ્યું કર્યું; જેમણે ગરવી ગુજરાતીના ધબકારને નવી બુલંદીએ પહોંચાડ્યો એ રાષ્ટ્રીય શાયર મેઘાણીભાઈને શત શત વંદન.
    મેઘાણી પરિવારે વિવિધ પ્રવૃત્તિઓથી ગુજરાતીઓના રસને ઘડવામાં પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ ફાળો આપ્યો છે. મને યાદ આવે છે મારી યુવાનીના દિવસો જ્યારે મહેંદ્રભાઈ – મંજરીબહેને વિવિધ પ્રવૃત્તિઓ અંકુરિત કરી હતી. મિલાપ, લોકમિલાપ, પુસ્તિકાપ્રવૃત્તિઓ તો અમને આકર્ષતી જ; જૂની ’40ના જમાનાની ક્લાસિક ફિલ્મો અમને પાગલ કરતી!
    નવરંગપુરા સી જી રોડ પર નવા નવા ખુલેલા ગ્રંથાગાર વિશે માહિતી મળી. એક દિવસ સવારે સાડા નવ વાગ્યે ગ્રંથાગાર પહોંચ્યો અને સાવરણી લઈ કચરો વાળતા એક ભાઈને દુકાનના સમય વિશે પૂછ્યું. તેમણે નમ્રતાથી મને બેસાડ્યો. થોડી વારમાં તેઓ પોતે હાથ -મોં ધોઈ આવ્યા,” નમસ્કાર. હું નાનક મેઘાણી.”
    પહેલા જ પરિચયમાં દિલ જીતી લીધું! બે ક્લાક સુધી મેં તેમને મારા બાળપણની વાતો કરી. અમારા બા જે હાલરડાં અમને સંભળાવતા તે ગાયાં. . ‘દરિયાના બેટમાં હું રહેતી’ અને ‘દરિયાના તીર રળિયામણાં રે કાંઠે રમે નાનાં બાળ’ જેવાં ઓછાં જાણીતાં ગીતો મારે કંઠે સાંભળીને નાનકભાઈની આંખો છલકાઈ ગઈ!
    પછી તો અવારનવાર મળવાનું થતું અને નાનકભાઈ મારા મોઢે સૌરાષ્ટ્રની રસધાર અને સોરઠી બહારવાટિયાઓનાં ચરિત્રોનો ટીકાત્મક રસાસ્વાદ રસથી સાંભળતા!
    વર્ષો સુધી નાનકભાઈ સાથે ભાવભર્યો સંબંધ તેમના સ્વર્ગવાસથી નંદવાયો.
    ભાઈ પિનાકિને મેઘાણીભાઈને વેબસાઇટમાં પ્રતિબિંબિત કર્યા તે વાતથી નાનકભાઈ ખૂબ ખુશ હતા.
    આપે મેઘાણીભાઈના પ્રોગ્રામને આ સાઇટ પર મૂકી મહત્ત્વનું કામ કર્યું છે, સુરેશભાઈ! મેઘાણીભાઈ હંમેશા આપણી સાથે જ છે.

  3. હાતિમ ઠાઠિયા સપ્ટેમ્બર 20, 2019 પર 2:27 પી એમ(pm)

    મેઘાણી અને મેઘાણી પરિવારે એક યુગ સર્જયો.કુદરત પણ કમાલ કરે છે! રાણીછાપના વાસણો અને ત્યાર ના વખતે ચાર આન્કડાનો પગાર છોડી બગસરામાં ,હડાળા દરબારમાં બેસીને સૌરાષ્ટ્ર ને અને તેના સાહિત્યને જીવંત કરવા દેવદૂત થ્ઇને મેઘાણીએ અવતાર લીધો!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: