ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગિદવાણીજી,    Vishan Gidwani


– નિસર્ગોપચારના પ્રણેતા

– બે અનુભવો –   –  ૧  – ,   –  ૨  –

——————————————————

નામ

  • વિશન ગિદવાણી

જન્મ

  • ૧૩, માર્ચ -૧૯૨૪, હૈદ્રાબાદ, સિંધ

અવસાન

  • ૧૬, ફેબ્રુઆરી – ૧૯૮૯, અમદાવાદ

કુટુંબ

  • ?

શિક્ષણ

  • ખેતીવાડી
  • એમ.એસ.સી. ( ફિઝિકસ) – એમ.જી. સાયન્સ, અમદાવાદ

વ્યવસાય

  • પ્રોફેસર, પ્રાકૃતિક ચિકિત્સક

તેમના વિશે વિશેષ

  • ગર્ભ શ્રીમંત, સિંધી કુટુંબના સૌથી નાના દીકરા – લાડકોડમાં ઉછેર
  • બાળપણથી સ્વતંત્ર વિચારવાળા, નીડર અને કુશાગ્ર બુદ્ધિ વાળા અને ધાર્યું કરનાર વ્યક્તિ
  • નાની ઉમરમાં જ ગાંધીજીની આઝાદીની લડતમાં ઝૂકાવ્યું .
  • ૧૭ વર્ષની ઉમરે  સાદાઈ અને સમાજ સેવાની ભાવનાથી ગૃહત્યાગ
  • આજીવન અપરિણીત
  • રાજકીય મિત્રો સાથે મતભેદ થતાં સ્વાર્થી અને લાલચુ રાજકારણી મિત્રોથી દૂર થયા અને આધ્યાત્મિક માર્ગે વળ્યા.
  • ઇન્ટર સાયન્સ સુધી ખેતીવાડીનો અભ્યાસ કરી રાજસ્થાન અને હરિયાણામાં ખેતીવાડીના સફળ પ્રયોગો કર્યા. મોટી સાઈઝના બટાકા ઊગાડી, સ્થાનિક રાજાની ચાહના મેળવી. સ્થાનિક ખેડૂતો માટે નાની હોસ્પિટલ પણ ચલાવી.
  • યોગસાધનામાં અનેક યોગીઓ સાથે સંવાદના અંતે સંત સીયારામ  બાપુની પ્રેરણાથી ભૌતિક શાસ્ત્રના માધ્યમ દ્વારા યોગ શિક્ષણ અને સાધના માટે પ્રેરણા મળી.
  • ખેતીવાડીના અભ્યાસનું સર્ટિફિકેટ લેવા મુંબઈ જતાં રસ્તામાં અમદાવાદમાં જ આગળ અભ્યાસ કરવાનું સૂઝ્યું.
  • અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં એક મિત્ર સાથે રહેતાં, માણેક હર્ષવાલ સાથે મિત્રતા થઈ, જે જીવનભર ટકી. તેમનાં પુસ્તકોના સહારે એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આગળ અભ્યાસ કરી શક્યા. તેમની વિશિષ્ઠ કાબેલિયત જોઈ પ્રિન્સિપાલ શ્રી. આર.ડી. દેસાઈએ તેમને  ટ્યૂટર/  ડેમોન્સ્ટ્રેટર તરીકે નોકરી પણ આપી. તેમની નિગેહબાનીથી એમ.એસ.સી. સુધી અભ્યાસ પૂરો કર્યો, અને વર્ષો સુધી પ્રોફેસર તરીકે સેવાઓ આપી.
  • ખડતલ શરીર બનાવવા ઘી, દાળ વિ.ના અતિશય ઉપયોગના કારણે ૧૯૬૩માં સંધિવાના દર્દમાં સપડાયા, જેને કારણે છ વર્ષ સુધી પીડાયા.
  • ગોરખપુરના વિઠ્ઠલદાસ મોદીના કુદરતી ઉપચાર કેન્દ્રની મુલાકાત લેવા સૂચન મળતાં, ત્યાં પહોંચી ગયા.  ત્યાં પંદર દિવસના નિવાસ દરમિયાન ડો. લિન્ડહર અને ડો. શેલ્ટનના પુસ્તકોની તેમના મન પર ઊંડી અસર પડી અને તેમની જીવનદિશા સાવ બદલાઈ  ગઈ.
  • ૧૯૭૩ – પ્રાધ્યાપક તરીકેની નોકરી છોડી આજીવન પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા સમાજ સેવા કરવાનો ભેખ ધારણ કર્યો, અને સાબરમતીના છેવાડે , ઝૂંપડપટ્ટી વચ્ચે રહી પ્રાકૃતિક ઉપચાર આપવાનુ શરૂ કર્યું.
  • ઉચ્ચ વિચાર વાળા મિત્રોનો સાથ મળતાં ગુજરાતના ૧૪  જિલ્લાઓમાં મહત્વના બધા તાલુકાઓમાં પ્રાકૃતિક ઉપચાર અંગે જાગૃતિ આણવા  તાલીમ શિબિરો આયોજી.
  • ૧૯૮૨ – ‘નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. કોઈ પ્રચાર વિના તેની સાત આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે.
  • ૧૯૮૪ – પ્રા-યોગ ટ્રસ્ટની સ્થાપના અને ‘આરોગ્ય પ્રકાશ’ નામનું ત્રિમાસિક શરૂ કર્યું .
  • ૧૯૮૫ – ગાંધી આશ્રમમાં  આ કામ માટે તેમને રહેવા અને પ્રચાર/ સેવા કામ માટે એક મોટો ઓરડો ફાળવામાં આવ્યો , જ્યાં જીવનના અંત સુધી રહ્યા.

રચના 

  • નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ’

સાભાર

  • વરધી ભાઈ ઠક્કર – પ્રા-યોગ ટ્રસ્ટ
  • શ્રી. માણેક હર્ષવાલ, શ્રી. સુરેશ શાહ

naturopathy_book

………. અહીંથી ડાઉનલોડ કરો

……     પુસ્તક પરિચય અહીં વાંચો

 

4 responses to “ગિદવાણીજી,    Vishan Gidwani

  1. સુરેશ નવેમ્બર 29, 2019 પર 10:34 એ એમ (am)

    From Hiren Pandya ( retired from AECo/ Torrent) –
    Wow… Lot of good old memories to remember him. In 1976, when I was in BSc, he was in the lab. In a practical, before giving understanding, he asked question about medium of magnetism. All of us knew his nature and he used to shout on wrong answers. No one from three of us were answering, he asked again. I answered keeping courage and it was correct answer. On hearing it, he was so pleased and spent lot of time in explaining details. In final exam, he was examiner in practical exam. There was a little mistake practically. He asked theory which was answered correctly by me. I remember he gave full marks in that.
    Well he was there in 1976

  2. pragnaju ડિસેમ્બર 2, 2019 પર 2:25 પી એમ(pm)

    ધન્ય જીવન
    ધન્યવાદ ખજાના માટે

  3. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: