“સુખી રહેવું હોય તો કરેલા ઉપકાર ભુલી જવા.”
# ચારેતરફ રમ્ય કુદરત પથરાયેલી હતી.આસપાસની વનરાઇમાંથી ગળાઇને આવતો સુર્યાસ્તનો સોનેરી તડકો, ખળખળવહેતી નદીના સ્વચ્છજળમાં ઉતરી જતો હતો.વનરાજીમાં ખેલતા હરણા,સસલા ને વૃક્ષો પર સંતાકુકડી રમતા ખિસખોલી જેવા નિર્દોષ પ્રાણીઓ જેને આધૂનિક સુખસગવડ કે માણસની પ્રગતિ કે અધૌગતિ સાથે કોઇ નિસ્બત નહોતી.એ તો સદીઓથી એમ જ પોતાની મસ્તીમાં જીવતા હતા. પ્રકૃતિમાં ક્યાય વિસંવાદિતા નહોતી.કોઇ દુષ્ટ માણસનુ હદય પણ કુણુ પડીજાય એવુ પવિત્રતાસભર વાતાવરણ હતુ.
# પ્રેરક જીવન મંત્ર તમે વેંત નમશો તો કોક હાથ નમશે.
# પ્રેરક વ્યક્તિઓ રોહિતભાઇ શાહ, ગોવિંદભાઇ મારુ
# તેમનો બ્લોગ – vhirpara.blogspot.com
———————————————————————————————————
સમ્પર્ક
- સરનામું – ૧૧૭ બેડરોક ડ્રાઇવ. વોકર્શવિલ મેરીલેંડ,૨૧૭૯૩
- ફોન – ૩૦૧ ૫૯૧ ૪૩૮૮
- ઈમેલ – vshirpara@gmail.com
જન્મ
- ૮, જાન્યુઆરી – ૧૯૪૯, અમરેલી
કુટુમ્બ
- માતા – સાકરબેન. પિતા – હંસરાજભાઇ કાબરિયા
- પતિ – સ્વ. સવજીભાઈ; પુત્રો – સંદિપ( ડોક્ટર) ; ગૌરાંગ ( સોફ્ટવેર એંજીનીયર)
શિક્ષણ
- પ્રાથમિક – અમરેલી કન્યાશાળા
- માધ્યમિક – ૧૯૬૨ ૧૯૬૬ મ્યુનીસીપલ ગલ્ર્સ હાઇસ્કુલ
- ઉચ્ચ – ૧૯૬૬ ૧૯૭૦ , બી. એ. સંસ્કૃત સાથે.
વ્યવસાય
તેમના વિશે વિશેષ
- અમરેલીમાં ખેડુત પરિવારમાં જન્મ
- ગામમાં પુસ્તકાલય હતા એનો ઘણો લાભ બાળપણથી લીધેલો. મુખ્ય મનોરંજન વાંચન – ફાનસને અજવાળે
- મનોરંજનના સાધનોમાં એકાદ બે થીયેટર કે કયારેક આવી ચડતા સરકસ, મદારી કે કઠપુતળીના ખેલ
- તેમને ભરતગુંથણ ને મોતી પરોવવાનો શોખ હતો. એ સિવાય રાત્રે બહેનો શેરીમાં ગરબા લેવા ભેગા થાય.
- ત્યારે જીવન પ્રાથમિક કક્ષામાં હતું. રેડીયો, ટીવી કે ફોન તો જવા દો પણ વિજળી પણ નહોતી.
- ખુલ્લા ખેતરોની હરિયાળી, આભના ચંદરવા ને નવલખ તારા, વહેલી પરોઢના સુર્યોદય કે વર્ષાની હેલી ને વર્ષાના તાંડવથી ધ્રુજતુ આકાશ. કુદરતના આ બધા રંગો મન ભરીને માણ્યા છે.
- બી.એ. સુધીના અભ્યાસમાં સંસ્કૃતકાવ્ય મેઘદુત, શાકુંતલ, કુમારસંભવ વગેરે ગુજરાતી અનુવાદમાં ભણેલા.
- પતિ વ્યવસાયે દાંતના ડોક્ટર
- રોહિતભાઇ શાહ ને ગોવિંદભાઇ જેવા હિતેચ્છુ મિત્રોની પ્રેરણાથી છેવટે અક્ષરદેહે વ્યક્ત થવાની તક મળી.
- પુસ્તકો પ્રગટ થવા માટે દિકરા ગૌરાંગનો બહુ ફાળો છે.
- ૧૯૮૦થી ૧૯૮૫ અમેરિકામાં આવ્યા બાદ કામ કર્યુ
- એક ઇલેકટ્રીક કંપનીમાં પી.સી. બોર્ડમાં વેલ્ડીંગનો ધુમાડો આંખમાં ગયો ને સાથે એ જ સમયે મધુપ્રમેહ નિદાન થયો. આંખને નુકશાન થયુ એ તો શરુઆતમાં ખબર ન પડી.પણ જયારે આંખમાં કુંડાળા પડવા લાગ્યા ત્યારે ઘણૂ મોડુ થઇ ગયુ હતું. એ સમયે ખાસ સારવાર પણ નહોતી.નોકરી તો ગુમાવી નેસાથ આંખ પણ. લેસરથી લોહીનું બ્લીડિંગ તો અટક્યુ પણ જે ધાબું પડી ગયુ એનો કોઇ ઇલાજ નહોતો.
- કોમ્યુટરમાં મોટો ફોન્ટ કરી વાંચી લખી શકે છે.

રચનાઓ
- વાર્તા – અંતરનું સંવેદન, પ્રેમનાં પુષ્પો, ઉરનાં આંસુ, સ્નેહની સૌરંભ, વીણેલાં મોતી
Like this:
Like Loading...
Related
તમારા વિના અમને એમની ઓળખ આજે ન મળતે.
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય