ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

યોગેશભાઈ – મળવા જેવા માણસ


સાભાર – શ્રી. સોહમ ભટ્ટ, સુરત

yogesh

યોગેશ શિવશંકર જોશી

….સમાજ માં ઘણાં પાત્રો એવાં હોય છે, જે કોઈ નવલકથા ના #કિરદાર ની જિંદગી જીવતાં હોય છે.
….આ વ્યક્તિ નાં હાથમાં જે ડોલ છે, તે પ્લાસ્ટિકની ડોલ તેની પોતાની નથી. તેણે દ્રાક્ષ ભરવા આ ડોલ કોઈ પાસેથી, થોડાં કલાકો પૂરતી ઉછીની લીધી છે ! ડોલમાં ૬ કિલો દ્રાક્ષ છે.
… પહેલાં દ્રાક્ષ ની વાત: ધોમધખતા તાપમાં, જામનગર ના સેન્ટ્રલ બેંક રોડ પર જઈ રહેલી દ્રાક્ષ ની લારીને આ શખ્સે ઉભી રખાવી, દ્રાક્ષ નો ભાવ પૂછ્યો. લારીવાળો કહે: છેલ્લી ૬ કિલો જેટલી છે, છેલ્લો ભાવ કિલોના ૩૦…લઈ લ્યો બધી.
…. દ્રાક્ષવાળા મેમણ લારીધારક ને આ શખ્સે કહ્યું: હું આ દ્રાક્ષ ચાખું તો ગાયની માટી બરાબર, ગરીબોને ખવડાવવી છે, દોઢસો માં આપી દે. લારીવાળા એ આપી દીધી.
…મને કુતૂહલ થયું: લારીવાળો જતો રહ્યો પછી, મેં આ મહાશય ને રસ્તા વચ્ચે તડકામાં ઉભાં રાખ્યા. મને ગરમીમાં અકળામણ થતી હતી તો પણ, મેં આ મહાશય ને પૂછ્યું: તમે પોતે કોઈ ની દુકાન ના ઓટલે જિંદગી ખેંચો છો…૬ કિલો દ્રાક્ષ, ગરીબો માટે ?! ….મામલો સમજાવશો ?!
…એક ઓશિકું..બે ચાદર… ઓશિકાં પાસે પડેલો સફેદ શર્ટ અને, જૂનાં ગીતો સાંભળવા એક પોકેટ રેડિયો…આટલો અસબાબ ધરાવતાં આ મહાશય એ, એ ઓટલા પાસે, પોતાની પથારી નજીક ઉભાં ઉભાં કહ્યું: સામે દેખાય છે એ બે માળનું રોડટચ મકાન, મારાં બાપનું છે. હું ઓટલે રહું છું. મકાન ૨૦૧૨ માં ૩ કરોડ માં મંગાયેલુ. વેચ્યું નથી. જ્ઞાતિની વાડી બનાવવા દાનમાં આપી દીધું ! અમે ત્રણ ભાઇઓ. ત્રણેય જુદાં જુદાં ઓટલા ના નવાબ. મારી ઉંમર ૬૫, મારાં થી મોટો ૭૦ નો, એક નાનકડો છે, તે રખડતાં રામ. અમે ત્રણેય વાંઢા. વરસો સુધી પૈતૃક સંપત્તિ માટે ઝઘડ્યા, પછી દાનમાં આપી દીધી.
… અત્યારે લોકડાઉન છે.. રોજ.. બસ્સો રુપિયાની #ચા કીટલામા ભરી… જુદાં જુદાં વિસ્તારમાં ગરીબોને ચા પિવડાવુ છું… આજે એ ગરીબોને ચા ઉપરાંત દ્રાક્ષ પણ આપીશ !
…૨૨ મી માર્ચે, સાત કિલો બટેટાં અને સાત કિલો તેલ સાથે, રાહત રસોડું શરૂ કર્યું હતું ગરીબો માટે, દાતા મળતાં ગયાં, લોકો ને ખવડાવ્યું..પછી કેટલાક સાથીદારો એ રસોડું #ટેકઓવર કરી લીધું ! મને સેવા ગ્રુપ માં થી કાઢી મૂક્યો ! આજે એ રસોડું ૬૦ હજાર નાં પગારદાર બેંક કર્મચારીઓ ને લોકડાઉન ને કારણે, ટિફીનો વેંચે છે ! નામ સેવાનું !!
… હું અગાઉ લોજ માં ખાતો, લોકડાઉન માં લોજ બંધ છે અને, એક રાવલ પરિવાર બે ટાઇમ ખવડાવે છે. હું અનાજ- કરિયાણું- શાકભાજી મારી મરજી મુજબ, એ પરિવાર ને પહોંચાડું. બસ, મોજ.
…આ ઉંમરે, ઉઘાડા શરીરે તેને #લૂ નથી લાગતી…એ વિચાર કરતાં કરતાં… મેં એને આવક નું સાધન પૂછ્યું: તેણે કહ્યું…મન પડે ત્યારે, સેન્ટ્રલ બેંક નજીક ફરાળી કચોરી ની રેંકડી કાઢું !!
… વાતવાતમાં, વચ્ચે તેણે જણાવ્યું: ખિસ્સામાં દસ પંદર હજાર જમા થાય એટલે જૂનાગઢ ના જંગલો માં જાઉં. સાધુઓને હાથે રસોઈ બનાવી જમાડું. સેવા કરૂં.. બદલામાં ગાંજો પીઉં….બસ, મોજ.
…. મારૂં નામ યોગેશ શિવશંકર જોષી. એક જમાનામાં હું પણ, અખબાર સાથે જોડાયેલો, મશીન નો કારીગર હતો….એમ તેણે વાતચીતમાં જણાવ્યું.
…વાત પૂરી થયાં પછી, તેણે કહ્યું: થોડીવાર જૂનાં ગીતો સાંભળીશ, પછી ચા નો કીટલો.. દ્રાક્ષ…ને ગરીબગુરબાની સેવા….બસ , આ જિંદગી !!

નોંધઃ આ મકાન નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણ ની વાડી માટે આ ત્રણેય ભાઈઓએ દાન માં આપ્યું છે. અંદરોઅંદર પૈતૃક સંપત્તિ માટે ઝઘડ્નાર આ ભાઇઓ ની ઈચ્છા છે, #બાપ શિવશંકર નું નામ, વાડીનાં મુખ્ય દાતા તરીકે લખાય, જિંદગી માં બસ, બીજી કોઈ તમન્ના નથી.

એક આડવાત:
આ શખ્સ ની માતા સવિતાબેન નું આઠ વર્ષ પહેલાં, સવારે અવસાન થયું તે બપોરે, શોભનાબેન નામનાં ૭૦ વર્ષ નાં વૃધ્ધા ક્યાંક થી, અહીં આવી ચડ્યા. આટલાં વર્ષો થી આ ડોશીમા બાજુના ઓટલા પર રહે છે, બારેમાસ ! યોગેશ ભાઈ નામના આ પ્રૌઢ…. શોભનાબેન માં માતા જૂએ છે… બધું જ પૂરૂં પાડે છે… દાંત પર ઘસવાની #બજર પણ…..

… પંદરેક મિનિટ, તડકામાં ઉભો, રોડ પર, પરસેવે રેબઝેબ થયો. પણ, આનંદ એ થયો કે, યોગેશભાઈ ને સાંભળનાર કોઈ વર્ષો પછી મળ્યું…એની ખુશી એની આંખોમાં ડોકાતી હતી…. પછી, હું મારાં ઘર તરફ જતો રહ્યો, યોગેશ જોષી નો આ ફોટો ખેંચી.

 –  સંજય રાવળ – જામનગર

4 responses to “યોગેશભાઈ – મળવા જેવા માણસ

  1. prakash એપ્રિલ 15, 2020 પર 4:29 પી એમ(pm)

    dhanya yogesh bhai, sanjay rawal ane soham rawal no aabhar, jemna thaki ek ujala man ni vyakno parichay thayo

  2. જિતેન્ મહેતા વડોદરા એપ્રિલ 15, 2020 પર 10:57 પી એમ(pm)

    ખરેખર મળવા જેવા માણસ- આજીવન સેવાના ભેખધારી યોગેશભાઇ એક આદર્શ પ્રેમાળ પ્રતિભા ગણાય. દરેક રીતે અભિનંદનના અધિકારી યોગેશભાઇ એક આદર્શ કર્મવીરની જેમ સાચી માનવતાના પ્રહરી છે પરિચય માટે સંજયભાઈ નો આભાર–જિતેન્ મહેતા વડોદરા

  3. readsetu એપ્રિલ 22, 2020 પર 1:00 એ એમ (am)

    સલામ સલામ સલામ

    On Thu, 16 Apr 2020 at 02:36, ગુજરાતી પ્રતિભા પરિચય wrote:

    > સુરેશ posted: “સાભાર – શ્રી. સોહમ રાવલ, સુરત ….સમાજ માં ઘણાં પાત્રો એવાં > હોય છે, જે કોઈ નવલકથા ના #કિરદાર ની જિંદગી જીવતાં હોય છે. ….આ વ્યક્તિ નાં > હાથમાં જે ડોલ છે, તે પ્લાસ્ટિકની ડોલ તેની પોતાની નથી. તેણે દ્રાક્ષ ભરવા આ > ડોલ કોઈ પાસેથી, થોડાં કલાકો પૂરતી ઉછીની લીધી ” >

  4. anil1082003 એપ્રિલ 22, 2020 પર 10:24 પી એમ(pm)

    HAJU PAN SEVA BHAVI MANAS JIVE CHE. DHANYA CHE TEMNE. SELFISH MANAS NE VICHAVVO JOIA. GOOD LUCK TO YOGESH BHAI & PARICHAY APNAR SOHAM BHAI & SANJAY BHAI.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: