જન્મ ૨૩ ૦૪ ૧૯૧૦ જન્મસ્થળ જગુદણ મહેસાણા વ્યવસાય ભવાઈ અભ્યાસ ધોરણ ૨ સુધી રંગભૂમિ પ્રવેશ નવ વર્ષે પિતા મણિલાલ મુલચંદ નાયક ૧૯૧૦ ની આસપાસ સુરત માં શ્રી દેશી નાટક સમાજ માં રહ્યા.ત્રણ રૂપિયા ના પગારે. મુદ્રપ્રતાપ અને માલતી માધવ માં નાનકડી ભૂમિકા તેમને ફાળે આવી. મુંબઈ દેશી નાટક સમાજ માં પન્દર રૂપિયા ના પગારે મુંબઈ આવ્યા. જયશંકર સુંદરી નું પાત્ર જોઈ ને ગાંડા ગાંડા થઇ ગયા અને એ પાત્ર ભજવવા ના ઓરતા જગ્યા. ૧૯૨૨ માં ૫૧ રૂપિયા ના પગારે મુંબઈ ગુજરાતી નાટક કંપની માં જોડાયા અને સૌભાગ્ય સુંદરી,કમલતા, મધુબંસરી , નંદબત્રીસી, મેઘમાલિની વગેરે માં નાની નાની ભૂમિકા ઓ કરી. પ્રાણસુખ ભાઈ ના અવાજ ની પ્રશંસા થવા લાગી.રાજબીજ,કનક તારા , કુંજબાળા ,રસિક મણિ માં મુખ્ય ભૂમિકા ભજવવા ની તક મળી. ૧૯૨૬ માં “રાઈ નો પર્વત ” નાટક ભજવ્યું. કુમળી કળી ,કોલેજ કન્યા નાટકો માં એમની કીર્તિ વધી. કોલેજ કન્યા ના છગન રોમીઓ સાથે મિસ કિશોરી નું પાત્ર ભજવ્યું. એમનું અવસાન ૧૨ ૦૩ ૮૯ માં બીમારી ને કારણે થયું.
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય