1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું. નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા.
૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો. નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને સ્વતંત્ર ચિંતન દેખાય છે.
તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય