આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ
સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ
“બાપુ” ના નામે પ્રસિદ્ધિ મેળવી ચૂકેલા શ્રી ચાંપસી ભાઈ ભારમલ નાગડા નો જન્મ ૨૨/૧૧/૧૯૨૦ કચ્છ રાપર માં થયો હતો. અભ્યાસ સાતમી સુધી,પણ શાળા છોડતી વખતે એમણે બે ભિન્ન ભૂમિકા ઓ ભજવી એક યુધિષ્ઠિર ની અને બીજી ગામડા ના માસ્તર ની.
એમણે “જોગીદાસ ખુમાણ” અને “મુળુ માણેક”જેવા સફળ ગુજરાતી ચિત્રો બનાવ્યા. પ્રકાશ પિકચર્સ ના ‘ ભક્ત સુરદાસમાં નગરશેઠ,'”જમાઈરાજ “માં પિતા અને “કહ્યાગરા કંથ” માં ભૂમિકાઓ કરી.”મળેલા જીવ” નામે ચિત્ર તૈયાર કર્યું. “પુનરાવર્તન” નાટક માં પ્રો. સત્યમૂર્તી ની ભૂમિકા , વાણી ની ગંભીરતા અને મર્યાદિત હલન ચલન સાથે ભજવી હતી.”અલ્લાબેલી”માં મૂળવાની ભૂમિકા ભજવી ને ગુજરાતી રંગભૂમિ ને સજીવન બનાવી દીધી. ઇન્સ્પેક્ટર સાહેબ માં અનંતરાય,દુનિયા શું કહેશે માં સામ્યવાદી પિતા ,સાષ્ટાંગ નમસ્કાર માં ખેલદિલ શિકારી,સમય ના વહેણ માં ધરમદાસ , પરણ્યા પહેલા માં ગામડિયા પિતા,ભાડૂતી પતિ માં મણિશંકર,નાગાબાવા માં ઘમંડી મહંત,”સુમંગલા” માં સુજ્ઞ રાય ની ભૂમિકા માટે દેવકરણ નાનજી નું પ્રથમ પારિતોષિક મળેલું.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય