ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પંકજ જોશી, Pankaj Joshi


રીડ ગુજરાતી પર તેમની સાથે એક મૂલાકાત

વિકિપિડિયા પર

વિજ્ઞાનના વિખ્યાત સામાયિક Scientific American’ માં તેમના બે લેખ

ગૂગલ સ્કોલર તરીકે તેમની વિગતો

‘આજકલ’ પર એવોર્ડ સમાચાર

સંપર્ક
ઈમેલ – psjcosmos@gmail.com

જન્મ
૨૫, એપ્રિલ , ૧૯૫૩; શિહોર ( ભાવનગર જિ. )

કુટુમ્બ
માતા – અરૂણા  ; પિતા – શાંતિલાલ
પત્ની -દિવ્યા ;  દીકરી – નુપૂર

શિક્ષણ
૧૯૭૫ – એમ.એસ.સી.
૧૯૭૯ – પી.એચ.ડી.

વ્યવસાય
TIFR માં સિનિયર પ્રોફેસર
ચારૂસેટ યુનિ. ના કુલપતિ ( Provost)  

તેમના વિશે વિશેષ

  • ઘરશાળાના વિદ્યાર્થી , બાળપણથી વિજ્ઞાનમાં ઊંડો રસ.
  • માતાના પિતા ચંદ્રશંકર યાજ્ઞિકે શિહોર વગેરે વિસ્તારમાં ખૂબ સામાજિક કાર્ય કર્યું હતું.
  • તેમનો પી.એચ.ડી. માટેનો વિષય – ‘A Study of Causality Principle in General Relativity’.
  • બ્લેકહોલની તસવીર લેવાની ઐતિહાસિક ઘટનામાં માતબર પ્રદાન.
  • બ્લેક હોલ અને તારાઓની મૃત્યુ પછીની સ્થિતિ અંગે નેકેડ સિંગ્યુલારિટી નામની થિયરીના સંશોધક
  • તેમના સંશોધનને ધ્યાનમાં લઇને સ્ટિફન હોકિંગે તેમને ૧૯૮૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આમંત્રણ આપીને બોલાવ્યા હતા. સ્ટિફન હોકિંગને તેઓ પોતાના ગુરૂ માનતા.
  • વિશ્વની અનેક સંસ્થાઓમાં વિઝિટિંગ પ્રોફેસર
  • ચારુસેટમાં આવતા પહેલાં મુંબઇ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના ડિપાર્ટમેન્ટ ઑફ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં સિનિયર પ્રોફેસર.
  • આણંદ પાસે ચાંગા ગામમાં આવેલ ચારુસેટ યુનિ. ના કુલપતિ
  • તેમના નામે 200 જેટલા પબ્લિકેશન્સ ઈન્ટરનેશનલ જર્નલ્સ અને બુક્સમાં છે.
  • સાતથી વધુ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી પીએચ ડી.ની પદવી મેળવી છે. તારાઓના વિલય અંગેની તેમની ફાયર બોલ થીયરી આજે વિશ્વમાં ચર્ચામાં છે. તાજેતરમાં અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ `સાઇન્ટિફિક અમેરિકન’ મેગેઝીને તેમનો લેખ તથા કાર્ય કવર સ્ટોરી તરીકે પ્રસિદ્ધ કર્યું છે જેનો વિશ્વની પંદરથી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.

રચનાઓ

ગુજરાતીમાં – કુતુહુલ, બાળ શ્રેણી, ભાગ ૧,૨; કુતુહુલ, કિશોર શ્રેણી, ભાગ ૧,૨; પ્રયોગોની મઝા, અવનવા પ્રયોગો, તારા સૃષ્ટિ, બ્રહ્માંડ દર્શન, બ્રહ્માંડ-ગોષ્ઠિ

અંગ્રેજીમાં – અનેક સંશોધન લેખો અને વિજ્ઞાન સંબંધી પુસ્તકો

સન્માન
વિધ્યાવિકાસ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સારસ્વત ગૌરવ એવોર્ડ

૨૦૨૦ – સાયન્સ ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના એવા ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીનો વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ

6 responses to “પંકજ જોશી, Pankaj Joshi

  1. pragnaju ઓગસ્ટ 25, 2020 પર 6:20 પી એમ(pm)

    સાતથી વધુ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી પીએચ ડી.ની પદવી મેળવી છે. તારાઓના વિલય અંગેની તેમની ફાયર બોલ થીયરી આજે વિશ્વમાં ચર્ચામાં છે. તાજેતરમાં અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ `સાઇન્ટિફિક અમેરિકન’ મેગેઝીને તેમનો લેખ તથા કાર્ય કવર સ્ટોરી તરીકે પ્રસિદ્ધ કર્યું છે જેનો વિશ્વની પંદરથી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.

  2. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Hatim Khan સપ્ટેમ્બર 20, 2020 પર 8:35 એ એમ (am)

    મહાન વ્યક્તિ નો નાનેરો પરિચય. ગુજરાત માં આવી મહાન હસ્તીની કેટલાં ને ખબર હશે??આપ ધૂળધોયાનુ કામ કરી સોનું તારવો છો.અભિનંદન

  4. hthathia@hotmail.com સપ્ટેમ્બર 20, 2020 પર 8:38 એ એમ (am)

    સાહેબ હું જ્યારે પણ અભિપ્રાય આપું છું તો વળતો જવાબ આવે છે કે આ ટિપ્પણી પ્રસિધ્ધ થ્ઇ ગ્ઇ છે આમ કેમ???

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: