હું પુરાતત્વને વરેલો છું અને તેમા જ કાર્ય કરતાં શહીદ થવા ઇચ્છુ છુ. મારું એક માત્ર ધ્યેય છે – પશ્ચિમ ભારતના વિષદ સંશોધન-પ્રકાશન પછી સિંધ, અફઘાનિસ્તાન અને મધ્ય પૂર્વ (સુમેર પેલેસ્ટાઇન) ની સંસ્કૃતિઓનું સંશોધન અને સમન્વય પ્રદર્શિત કરવાનું.
– પુરૂષોત્તમ પંડ્યા
સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ પુરાતત્વવિદો એ કાર્ય કર્યું છે. એક ભગવાનલાલ ઇન્દ્રજી જેમણે અશોકના શી લાલેખમાં રહેલ લીપીને ઉકેલી, બીજા ડો. એચ.ડી. સાકળિયા અને ત્રીજા પી.પી. પંડ્યા
– નરોત્તમભાઇ પલાણ
પુરાતત્વની વેબ સાઈટ પર તેમનો પરિચય
સમ્પર્ક
ઈમેલ –
bhatigal.sanskruti@gmail.com
મોબાઈલ
98252 1807 98252 18903
આખું નામ – પુરૂષોત્તમ પંડ્યા
જન્મ
૮, નવેમ્બર – ૧૯૨૦ ; કોટડા સાંગાણી (તા. ગોંડલ, જિ. રાજકોટ )
અવસાન
૧૨, ફેબ્રુઆરી – ૧૯૬૦, રાજકોટ
કુટુમ્બ
માતા– મણીબેન, પિતા –પ્રેમશંકર,
પત્ની– જયાબેન; પુત્રો– પીયૂષ, મનીષ, હિતેષ, પરેશ; પુત્રી – પ્રતિમા
શિક્ષણ
પ્રાથમિક – કોટડા સાંગાણી
માધ્યમિક – કમરીબાઇ હાઇસ્કુલ, જેતપુર
બી.એ.– શામળદાસ કોલેજ, ભાવનગર; ધરમેન્દ્રસિહજી કોલેજ રાજકોટ
એમ.એ. – ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ
વ્યવસાય
મુંબઈ રાજ્યના પુરાતત્વ ખાતામાં
તેમના વિશે વિશેષ
- તેમના પિતા કોટડા સાંગાણી રાજ્યના મુખ્ય માપણી અધિકારી હતા અને દાદા રાજ્યના પુરોહિત હતા.
- મેટ્રિકમાં સેન્ટર માં પ્રથમ આવેલ
- એમ.એ. માં પુરાતત્વના બધા જ પેપરમાં મુંબઇ યુનિવર્સીટીમાં પ્રથમ આવેલ.
- મહાત્મા ગાંધીજીની હાકલ થતા કોલેજનો અભ્યાસ છોડી સ્વાતંત્ર્યની લડાઇમાં જોડાયા
- મહાત્મા ગાંધીજીના સૂચનથી મલાડ (મુંબઇ) ખાતે શ્રીનાથજીના નેતૃત્વમાં શરૂ થયેલ ‘અહિંસક વ્યાયામ સંઘ’ ની તાલીમ શિબિરમાં તાલીમ લીધી.
- યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગમાં આસિ. સુપ્રિ.ની પોસ્ટ માટે પસંદ થયા પણ વિશ્વ પ્રસિધ્ધ પુરાતત્વવિદ ડો. એચ. ડી. સાંકળિયા (મુંબઇ રાજ્યના પૂરાતત્વ ખાતા ના સલાહકાર ) અને મુંબઇ રાજ્યના નાણામંત્રી શ્રી ડો. જીવરાજ મહેતાની સલાહથી ગુજરાતમાં શરૂ કરેલ સંશોધન કાર્ય ચાલુ રાખવા એ નિમણુંક પત્રનો અસ્વીકાર કર્યો.
- ૧૯૫૦ માં જામનગર મ્યુઝિયમમાં ક્યુરેટરની જ્ગ્યા માટે જોડાયા.
- ફક્ત બે માસની તાલીમ મંજુર થતા શ્રી પી. પી.પંડ્યાએ વગર પગારે પોતાના ખર્ચે વિશ્ર્વપ્રસિધ્ધ પૂરાતત્વવિદ ડો. એચ. ડી. સાંકળીયા, ડો. બી સુબ્બારાવ, શ્રી એમ.એન. દેશપાંડે, ડો. દીક્ષીત વિ. પાસેથી જુદી જુદી તાલીમ લીધી.
- ૧૯૫૧ – ૫૯ દરમિયાન નીચેનાં સંશોધનો –
- મધ્યકાલીન પાષાણ યુગના પાંચ સ્થળોમાં આદિ માનવની હયાતિ
- હડપ્પન સંસ્કૃતિના ૬૫ ટીંબાઓ શોધ્યા
- ૧૫૦૦ વર્ષ પ્રાચીન ક્ષત્રપકાળની ૧૧૦ વસાહતો
- મૈત્રક કાલીન મંદિરો
- ઈ.પૂ. ૧૨૫૦ થી ૬ઠી સદી સુધીની પ્રભાસપાટણ (સોમનાથ) સાંસ્ક્રૃતિક કડીઓ.
- રોઝડી (શ્રીનાથ ગઢ ગોંડલ પાસે) ૪૫૦૦ વર્ષ પ્ર્રાચીન હડપ્પન સંસ્કૃતિનું કિલ્લેબંધ નગર
- ખંભાલિડા ગામ( રાજકોટ જીલ્લા) પાસે ૧૮૦૦ વર્ષ પ્રાચીન બુધ્ધ ગુફાઓનો સમૂહ
- લાખા બાવળ, આમરા,, સોમનાથ,રોઝડી, પીઠડીયા, આટકોટ, મોટી ધરાઈ ગામે હડપ્પા સંસ્કૃતિ ના પ્રસાર અને પ્રકાર જાણવા ઉત્ખનન
- તેમની પત્નીની યાદમાં જયાબેન ફાઉન્ડેશન ( રાજકોટ ) સ્થાપવામાં આવેલ છે – જે સમાજ સેવાનાં ઉમદા કામ કરી રહેલ છે.
રચનાઓ
અનેક પુસ્તકો અને સંશોધન લેખો
તેમના જીવન અને કાર્ય વિશે પુસ્તકો
મધાહ્ને સૂર્યાસ્ત, પુરાતત્વમાં સૌરાષ્ટ્ર ( તેમના દીકરા પીયૂષ પંડ્યાએ લખેલ)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય