ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નવીન બેન્કર, Navin Banker


હ્યુસ્ટન, અમેરિકામાં

ગુજરાતી સાંસ્કૃતિક

પ્રવૃત્તિઓના

અદના સેવક

પરિચય – દેવિકા ધ્રુવ
મળવા જેવા માણસ – પી.કે. દાવડા
એક સત્યકથા – ગફુર ચાચા
એક વાર્તા – બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો
તેમણે લખેલ રિપોર્ટ – ‘અકિલા’માં
સાધુ વાણિયો બીજા જન્મે
તેમનાં પોતાનાં સંસ્મરણો

તેમનો બ્લોગ – અહીં ક્લિક કરો

જન્મ

૨૬, સપ્ટેમ્બર – ૧૯૪૧; ભુડાસણ (જિ. અમદાવાદ )

અવસાન

૨૦, સપ્ટેમ્બર – ૨૦૨૦, હ્યુસ્ટન, ટેક્સાસ, અમેરિકા

કુટુમ્બ

માતા– કમળાબેન ; પિતા – રસિકલાલ
બહેનો – કોકિલા, સુષમા, દેવિકા, સંગીતા; ભાઈ – વીરેન્દ્ર
પત્ની – કોકિલા( લગ્ન – ૧૯૬૩)

શિક્ષણ

૧૯૫૮ – SSC
૧૯૬૨ – બી.કોમ. – ગુજ. યુનિ., એચ.એ. કોમર્સ કોલેજ, અમદાવાદ

વ્યવસાય

૧૯૬૨ – ૧૯૭૯ – સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં, ઓડીટર
૧૯૮૬ પછી – હ્યુસ્ટનમાં બહેન ડોક્ટર કોકિલાબેન પરીખની ઓફીસમાં એકાઉન્ટ્સ મેનેજર

લગ્ન વખતે

તેમના વિશે વિશેષ

 • પિતા સામાન્ય સ્થિતિના – મીલમાં નોકરી
 • કુટુમ્બની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલા
 • ૧૯૬૨- પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી.
 • સવાસો જેટલી તેમની નવલિકાઓ  સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગડાયજેસ્ટ, આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી. તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં.
 • ૧૯૬૪ – ૧૯૭૭ –  ડઝનેક એકાંકીઓ અને  કેટલાંક  ત્રિઅંકી નાટકોમાં કામ
 • ૧૯૭૯ -૧૯૮૬ – ભારત અને અમેરિકા વચ્ચે આવન જાવન
 • ૧૯૮૬ પછી – અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રદાન, નાટકોમાં ભાગ,  હ્યુસ્ટનમાં થતા વિવિધ પ્રવૃત્તિઓના હેવાલોનું સામાયિકોમાં લેખન
 • જૂની/ નવી રંગભૂમિ વિશે ઊંડું જ્ઞાન

રચનાઓ

 • વાર્તા – હેમવર્ષા, અરમાનોની આતશબાજી, રંગભીની રાત્યુંના સમ, કલંકિત, પરાઈ ડાળનું પંખી
 • ૧૮ જેટલી રોમેન્ટિક પોકેટ બુક્સ

સાભાર

દેવિકાબેન ધ્રુવ અને અન્ય મિત્રોના બ્લોગ/ વેબ સાઈટ

6 responses to “નવીન બેન્કર, Navin Banker

 1. સુરેશ સપ્ટેમ્બર 11, 2020 પર 9:29 પી એમ(pm)

  નવીનભાઈની નમ્રતાનો આનાથી વધારે સારો શો પૂરાવો જોઈએ?
  —————–
  આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.
  ( એમનાં સંસ્મરણોમાંથી )

 2. chaman સપ્ટેમ્બર 12, 2020 પર 8:24 એ એમ (am)

  આવી વ્યક્તિને એનો સમાજ ન ઓળખી શકે એટલે આપના જેવી અનોખી વ્યક્તિ જ આ કાર્ય કરી શકે. આપને મારા ખુબ ખુબ અભિનંદન.

 3. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Niravrave Blog સપ્ટેમ્બર 13, 2020 પર 2:48 પી એમ(pm)

  તેમનો છૈલો પત્ર….આગળની ખબર હોય તો જણાવવા વિનંતિ
  From: Navin Banker
  Date: Mon, Sep 7, 2020 at 3:17 AM
  Subject: જિન્દગીની સમી સાંજે તારીખ- ૬ સપ્ટેમ્બર ૨૦૨૦
  To:pragnajuvyas@yahoo.com

  જિન્દગીની સમી સાંજે

  તારીખ- ૬ સપ્ટેમ્બર ૨૦૨૦

  મિત્રો, સ્વજનો, પ્રિયજનો,

  કેટલાક સમયથી હું બિમાર છુ, મને Metastatic Adenocarcianoma of the LUNGS એટલે કેફેફસાનું કેન્સરથયું છે.૨૦૦૬માં મને પ્રોસ્ટેટ કેન્સરની સર્જિકલ કરાવેલી. The processs cancer spreding from the primay site is called Metastastic. આ કેન્સર સેલ્સ હાડકા અને લોહીમાં ફેલાઇ જાય છે ત્યારે અસાધ્ય બની જાય છે.

  મારૂં કેન્સર ચોથા તબક્કાનું છે.

  તબક્કો ૪ કોઇપણ T, N, M દુરના અવયવોમાં પણ ફેલાઇ ગયેલુ.

  મેં ધુમ્રપાન દારુ કે બીયર સુદ્ધા નો ટેસ્ટ કર્યો નથી છતાં મને ફેફસાનું કેન્સર !!!

  આ ઉંમરે (૭૯) મને કોઇ સર્જરિ, રેડીએશન કે કેમોથેરાપી આપી શકાય તેમ નથી

  બાય ધ વે, આ ૨૬ સપ્ટેમ્બરે મને ૭૯ પુરા થઈને ૮૦મું વર્ષ બેસશે.. મારૂં ક્ષીણ થઇ ગયેલું શરીર કોઇ હેવી મેડીસીન્સ સહન કરી શકે તેમ ન હોવાથી,મને માત્ર દુખાવો દુર કરવાની દવા જ આપવામાં આવે છે. – મોર્ફીન,

  હાલ તો હું પથારીમાં પડ્યો રહું છું, પુસ્તકો વાંચું છું ટીવી પર સિરીયલો જોતો હોઉં અને પ્રતીક્ષા

  કરતો હોઉં છું

  જિન્દગીની આ સમી સાંજે આટલી વાતો કરી લીધી. ફરી મળાય, ન મળાય. અલવિદા….દોસ્તો !!!

  નવીન બેન્કર ( હ્યુસ્ટન)

  With Love & Regards,

  NAVIN BANKER
  6606 DeMoss Dr. # 1003,
  Houston, Tx 77074
  713-818-4239 ( Cell)
  My Blog : navinbanker.gujaratisahityasarita.org
  એક અનુભૂતિઃએક અહે

 5. mhthaker સપ્ટેમ્બર 21, 2020 પર 9:42 એ એમ (am)

  We-pray-for-our-friend-for-eternal-peace-to-his-benevolent-Soul.

 6. pragnaju સપ્ટેમ્બર 23, 2020 પર 3:33 પી એમ(pm)

  આપણા કરતા નાની ઉંમરનાને શ્રધ્ધાંજલી આપવી વધુ કરુણાજનક લાગે.
  હોઝપીસમા તેમણે સ્થિતી અને અંજામ સ્વીકારેકલો હતો તેમની આ વાત -‘હાલ તો હું પથારીમાં પડ્યો રહું છું, પુસ્તકો વાંચું છું ટીવી પર સિરીયલો જોતો હોઉં અને પ્રતીક્ષા કરતો હોઉં છું
  જિન્દગીની આ સમી સાંજે આટલી વાતો કરી લીધી. ફરી મળાય, ન મળાય. અલવિદા….દોસ્તો !!!
  પડઘાય છે અમારા પણ અલવિદા….દોસ્ત દાવડાના આંગણામા આપેલ શ્રધ્ધાંજલી
  પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પવિત્ર આત્માને શાંતી અર્પે
  તથા
  પરિવારને આ દુઃખ સહેવાની હિંમત આપે એવી પ્રાર્થના ..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: