ગુજરાતી બ્લોગ જગતની શરૂઆત થઈ ત્યારે કવિતા જ કવિતા નેટ જગત પર છવાયેલી હતી. આ જણે પણ એક કવિતા એ બાબત લખી હતી –
આ નેટ જગતના આકાશે, સો વાદળ ઉમટી આવ્યાં છે.
કોઈ હલકી ફુલકી વાદળી, તો કોઈ શ્યામ ઘટા ઘનઘોર મહા.
—
તુંય ‘સુજાણ’ લઈ આવ્યો, અવનવી વાનગી થાળ ભરી,
જીવનનું સત્વ પ્રસારીને, પીરસ્યાં વ્હાલાં સર્જન નવલાં.
[ આખી કવિતા અહીં વાંચો ]
ત્યાર પછી તો નેટ જગત ખુબ ફૂલ્યું અને ફાલ્યું, અને કાવ્ય રસ ઉત્તરોત્તર ગૌણ બનવા લાગ્યો. પણ,કાવ્ય રસિકો માટે ખુશ ખબર છે.
શ્રીમતિ લતા હિરાણીએ કાવ્ય સૃષ્ટિની સર્વાંગ સેવા કરવાનું બીડું ઝડપ્યું છે.
કેટકેટલી સામગ્રી ત્યાં પીરસાઈ રહી છે?
- સંવાદ
- કાવ્ય
- અનુવાદ
- આસ્વાદ
- સર્જક
- સ્વરૂપ
- સંચય
વિગતે જાણવા તો રસિક જનોએ કાવ્ય વિશ્વની મુલાકાત જ લેવી રહી.
લતા બહેનને
આ પહેલ માટે
હાર્દિક અભિનંદન
Like this:
Like Loading...
Related
અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.
આદરણીય શ્રી સુરેશભાઇ,
મનમાં આનંદ આનંદ વ્યાપી રહ્યો અહીં કાવ્યવિશ્વ વિશે તમે લખેલી વાતો વાંચીને. તમે એને પૂરપૂરું ખોલી આપ્યું છે. આભાર માનીશ તો તમને નહીં ગમે પણ માફી તો માંગવી જ રહી. કેટલું મોડું આ જોયું એ બદલ !
મજા પડી ગઈ…..