જ્યાં સાંજ સવારે ભક્તિવાદકના નિત વાગે નગારા, ગુજરાત છે અમરતધારા,ગુજરાતી સૌથી ન્યારા, જેના સંત,ફકીરો,ભગત,શુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમરતધારા,ગુજરાતી સૌથી ન્યારા..
આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમતવાળા, જ્યાં એકબીજાને ચાહે,ઝંખે કોઈના વિખે માળા, જ્યાં મહેમાનો માટે માથા દે દઉં એને ભલકારા, ગુજરાત છે અમરત ધારા,ગુજરાતી સૌથી ન્યારા..
આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈપણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, અમે દિલથી જીવીએ,દિલથી મરીએ,દિલ દઈ દઈ ફરનારા, ગુજરાત છે અમરત ધારા ગુજરતી સૌથી ન્યારા…
હવે ધરમ કોમના થાય ના ભડકા,બુરી નજરના લાગે, હવે આખી દુનિયા ઉજળી કરવા,સૌ ગુજરાતી જાગે, આ સાંઈરામ માંગે,નભમાં ચમકે ગુર્જરના સિતારા, ગુજરાત છે અમરત ધારા ગુજરાતી સૌથી ન્યારા….
ગીતાબેનની વાતો માણી ધન્ય ધન્ય