ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – સુધીર ગાંધી


વ્યવસાયે એન્જિનિયર એવા સુધીર ભાઈનો જન્મ રાજકોટમાં ૧૨, ફેબ્રુઆરી – ૧૯૪૩ ના દિવસે થયો હતો. પણ તેમનો અભ્યાસકાળ અમદાવાદમાં અને વ્યવસાય કાળ વડોદરામાં પસાર થયો છે. આમ તેઓ થોડાક વધારે ગુજરાતી છે! તેમના પિતાશ્રી રમણલાલ પણ એન્જિનિયર હતા. બનારસ હિન્દુ યુનિ.માંથી સ્નાતક થયેલા રમણલાલ અમદાવાદની અરવિંદ મિલમાં ચીફ એન્જિનિયરના હોદ્દા સુધી પહોચ્યા હતા. તેમનાં માતુશ્રી શાંતાબહેન ગ્રુહિણી હતાં.

સુધીરભાઈએ શાળા શિક્ષણ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં વિસ્તારમાં આવેલી પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાં મેળવ્યું હતું. અમદાવાદની એલ.ડી. એન્જિ. કોલેજમાંથી ૧૯૬૪ની સાલમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે બહાર પડેલા સુધીરભાઈએ ત્યાર બાદ અમેરિકાની ઓક્લોહામા યુનિમાંથી એ જ વિષયમાં એમ.એસ. ની ડીગ્રી હાંસલ કરી હતી. આ ઉપરાંત તેમણે ૧૯૮૪ – ૮૫માં વડોદરામાંથી Post graduate diploma in Business Management (PGDBM) નો અભ્યાસ પણ કર્યો છે.

બે વર્ષ અમેરિકામાં ગાળી, જરૂરી વ્યાવસાયિક તાલીમ મેળવી, અમેરિકાના બાવીસ રાજ્યોમાં પ્રવાસ કરી, તેઓ વડોદરામાં આવેલી SME fabrication company માં પ્રોડક્શન એન્જિનિયર તરીકે જોડાયા હતા. ત્યાં જાતજાતની મશીનરી – ખાસ કરીને પ્રેશર વેસલ વિ. ના ફેબ્રિકેશનમાં તેમણે પ્રવીણતા હાંસલ કરી હતી અને એ કંપનીના ડિરેક્ટર પદ સુધી પહોંચ્યા હતા. ૨૦૧૨ની સાલમાં નિવૃત્ત થયા બાદ તેમણે પોતાનો કન્સલ્ટિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો, જે આજની તારીખ સુધી ચાલુ છે.

આ ગાળામાં વ્યવસાયના સબબે તેમ જ અંગત રસથી તેમણે વિશ્વના ઘણા દેશોની મુલાકાત પણ લીધેલી છે. આમ સુધીર ભાઈ વિશ્વપ્રવાસી પણ છે. વ્યવસાય ઉપરાંત સુધીરભાઈના રસના વિષયો વાંચન, લેખન અને ક્રિકેટ છે.

તેમનાં પત્ની – વર્ષા ગ્રુહિણી છે. તેમનો મોટો દીકરો ઉમંગ વડોદરામાં ડોક્ટર છે, અને નાનો દીકરો ઉજ્વલ અમેરિકામાં કોમ્પ્યુટર એન્જિનિયર છે.

પણ, મળવા જેવા માણસ તરીકે તેમની ઓળખ ઊગતા એન્જિનિયરો અને યુવાન વાચકો માટે તેમણે લખેલ પુસ્તકોનાં કારણે છે. તેમણે ઊગતા એન્જિનિયરો માટે લખેલાં બે પુસ્તકો ખાસ કરીને નાની કક્ષાના ઉદ્યોગોમાં કામ કરતા એન્જિનિયરોમાં બહુ પ્રચલિત થયાં છે.

નિવૃત્ત થયા બાદ બાળપણમાં વાંચનની ટેવના કારણે થયેલા પોતાના વિકાસ પર તેમની નજર ગઈ. પોતાની ત્રીજી પેઢીનાં બાળકોને વાર્તાઓ કહેતાં, તે બધી વાર્તાઓને શબ્દદેહ આપવા પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. આના કારણે તેમની આ બાબતમાં લેખન પ્રવૃત્તિ શરૂ થઈ. આગળ જતાં તે માત્ર બાળકો પૂરતી મર્યાદિત રહી નથી. તેમણે વયસ્ક વ્યક્તિઓ માટે પણ પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે.

તેમણે લખેલ એક પુસ્તક “Vishisht- A Robo-kid” નો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. આધુનિક ટેક્નોલોજી યુગને અનુરૂપ આ કથામાં એક અનાથ બાળક્ના વિકાસની વાત આપણા ચિત્ત પર સચોટ અસર કરી જાય છે.

આ ઉપરાંત સુધીરભાઈને ઈશ્વર ઉપર અનુપમ શ્રદ્ધા છે.
પોતે હાંસલ કરેલી સિદ્ધિઓ માટે પોતાની આવડત કરતાં પરમ તત્વની કૃપાનો સ્વીકાર કરવા જેવી નમ્રતા ધરાવતા સુધીર ભાઈ સાચા અર્થમાં ‘મળવા જેવા માણસ’ છે.

તેમનાં સર્જનો

એમેઝોન પરથી
1. VISISHTA
2. GEN-NEXT
3. ROOLER COASTER
4. FUN TONIC
5. TEILIGHT TALES
6. AT THE TWILIGHT HOUR
7. FABRICATION INDUSTRY AT A GLANCE
8. FABRICATION PROCESSES

૨) પી.ડી. એફ. રૂપમાં

– રસ ધરાવનાર વાચકે સુધીર ભાઈનો સંપર્ક સાધવો.

તેમનો સંપર્ક કરવો હોય તો –

ફોન નં . 89809 38365

2 responses to “મળવા જેવા માણસ – સુધીર ગાંધી

  1. pragnaju ફેબ્રુવારી 23, 2023 પર 9:36 એ એમ (am)

    મળવા જેવા માણસ તરીકે તેમની ઓળખ ઊગતા એન્જિનિયરો અને યુવાન વાચકો માટે તેમણે લખેલ પુસ્તકોનાં કારણે છે. તેમણે ઊગતા એન્જિનિયરો માટે લખેલાં બે પુસ્તકો ખાસ કરીને નાની કક્ષાના ઉદ્યોગોમાં કામ કરતા એન્જિનિયરોમાં બહુ પ્રચલિત થયાં છ આવા એન્જિનિયર ત્રીજી પેઢીનાં બાળકોને વાર્તાઓ કહેતાં, તે બધી વાર્તાઓને શબ્દદેહ આપવા પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. આના કારણે તેમની આ બાબતમાં લેખન પ્રવૃત્તિ શરૂ થઈ. આગળ જતાં તે માત્ર બાળકો પૂરતી મર્યાદિત રહી નથી. તેમણે વયસ્ક વ્યક્તિઓ માટે પણ પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે તે અદભુત વાત બદલ નમન
    ધન્યવાદ

  2. yogeshochudgar માર્ચ 5, 2023 પર 3:35 એ એમ (am)

    મળવા જેવા માણસ.. શિર્ષક હેઠળ નવા નવા..જૂદા જૂદા ક્ષેત્ર ના સફળ વ્યક્તિઓનો પરિચય થશે..કાંઇક નવું શીખવા મળશે..એ આનંદ અદભૂત હશે.

    યોગેશ ચુડગર ના વંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: