” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”
” મૂંગાં તે કેમ રહેવું? ”
” શબ્દોને આપણે ઓઢીએ ને આપણે વધુ ઉઘાડા પડીએ.”
” મારો વિશ્વાસ કઇ રીતે થઇ શકે?
મેં ખોટાં બિલોમાં, ભળતી સહી કરી
જાળવી અદબ નથી મારા નામની.” – આવું પ્રામાણિકપણે લખી શકનાર !
” કુટુમ્બની સાંકડી વ્યાખ્યામાંથી હું બહાર નીકળી ગયો અને કુટુમ્બનો અર્થ એ રીતે વિસ્તરતો ગયો. મારું સાચું કુટુમ્બ આ જ છે. ”
” ધર્મગ્રંથોમાં દર્શાવેલી જાતજાતની માન્યતાઓ વિશે, સમાજમાં પ્રચલિત અનેક વહેમો વિશે બાળપણથી હું ચીલાચાલુ વલણથી કંઇક જુદું જ વિચાર્યા કરતો હતો. સામાન્ય બુધ્ધિમાં ન ઊતરે એવી કોઇ પણ વાત કેમ સ્વીકારાય, એવો પ્રશ્ન મનમાં સતત ઊઠ્યા કરતો. જ્ઞાતિના ને બીજા સંકુચિત વાડાઓમાં કેદ એવા સમાજને જોઇને, મનુષ્ય જીવનનું ગૌરવ હણાતું જોઇને મન બાલપણથી જ વ્યથા અનુભવતું. પણ પછી થત્તું, જે હું વિચારું છું એ બીજાઓ કેમ વિચારતા નહીં હોય? એમાં રમણભાઇ મને મળી ગયા. બરાબર એ જ વિચારો, પરંપરા સામેનો એ જ આક્રોશ.”
– ‘રમણભાઇ પાઠક’ વિશેના તેમના એક લેખમાંથી
-” To advance art, men’s lives must be given and to receive it , their hearts. ”
– Ruskin
” હજારેક વર્ષ પહેલાં આપણા પુર્વજો જે ભાષા બોલતા તે અપભ્રંશને મળતી આવતી ભાષા હતી. … આસામથી મહારાષ્ટ્ર સુધી થોડાક પ્રાદેશિક ભેદ સાથે આ ભાષા સાહિત્યમાં સ્થિર થયેલી હતી…..”
” ગાંધીજીએ હિન્દુસ્તાનીમાં આપેલાં પ્રવચનોનો ગુજરાતી અનુવાદ ‘ દિલ્હી ડાયરી’ વાંચતાં એમ લાગે છે કે, સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ નૈતિક અધઃ પતન તરફ વળેલી આપણી પ્રજાને હજીયે જો કોઇ તારશે તો આ શહીદ સંતની અમર વાણી જ.”
સમ્પર્ક …………….. 19, શારદા સોસાયટી, પાલડી, અમદાવાદ – 380 007
નામ
ધીરુભાઇ પ્રેમશંકર ઠાકર
ઉપનામ
સવ્યસાચી– શરુઆતમાં
જન્મ
27-જુન, 1918 ; કોડીનાર
વતન – વિરમગામ
અવસાન
૨૨, જાન્યુઆરી – ૨૦૧૪, અમદાવાદ
કુટુમ્બ
માતા – ગોમતીબેન ; પિતા – પ્રેમશંકર
પત્ની – ધનુબેન ( 1939, વિરમગામ) ; સંતાનો – ત્રણ
અભ્યાસ
ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી એમ.એ., પીએચ.ડી.
પ્રવૃત્તિ
અધ્યાપન
1939 – નિવૃત્તિ વખતે મોડાસા કોલેજના આચાર્ય
ફેલો – ગુજરાત સાહિત્ય અકાદમી
મુખ્ય સંપાદક – ગુજરાત વિશ્વકોશ
જીવન ઝરમર
1942 ની ચળવળમાં ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવા તૈયાર થયેલા અંગ્રેજ અફસરને ઊંચા હાથથી ‘ પ્લીઝ સ્ટોપ’ કહેવાની હિમ્મત તેમનું જન્મજાત ખમીર દર્શાવે છે.
લેખન કારકિર્દીનો પ્રારંભ – ‘ ગણધરવાદ’ અને ‘ નિહ્ નવાદ’ જેવા અંગ્રેજી ગ્રંથથી થયો હતો.
પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – મણિલાલ નભુભાઇ – સાહિત્યસાધના
અલ કાઝીની નાટ્ય શિબિરમાં જુલીયસ સીઝરનું પાત્ર પણ ભજવેલું !
1960- 66 ગુજરાત સમાચારના ‘ સાહિત્ય અને સંસ્કાર’ કોલમનું સંપાદન
વાચકોના પ્રતિભાવ