ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હરીશ નાગ્રેચા, Harish Nagrecha


hareesh31_5_171.jpg

પ્રેરક અવતરણ
“તને દુ:ખી થવાનો કોઈ હક્ક નથી, ને એટલે જ માગ્યા વિના જે મળે કે આવી પડે એની શરમ શેની ?”
” ફળની આશા રાખવાનો તને પૂર્ણ હક્ક છે… પરંતુ કર્મ કર્યા બાદ જે કાંઇ ફળ મળે તે તરફ રાગ દ્વેષ જેવી કોઇ પણ પ્રતિક્રિયા કરવાનો હક્ક નથી.” – સ્વામી દયાનંદ ( સ્વામી ચિન્મયાનંદજીના શિષ્ય)

“ ક્યારનો આવીને ઊભો છુ ઉંબરે,
આવ-કાર જો આપો નહીં,
જા-કારો તો કરો !”

“પ્રેમ કરવા માટે સમય શોધવો પડે”

“મન રબરનો દડો થઈ ગયું”

“પ્રશ્નોનું વાવેતર, વાચનનું ખાતર, જોયા કરવાનું સિંચન, પારસ સમા શબ્દોની ચમત્કૃતિ જાણવા – માણવાની ઉત્કંઠા”

# તેમની વાર્તાઓ    :      –     1   –     :     –    2    –

# એક વેબ સાઇટ

_________________________________________________________________________

સમ્પર્ક  –   ‘સી’ વિંગ, ફ્લેટ – 311, વાસવાણી માર્ગ, જે.પી. રોડ, સાત બંગલા વરસોવા , અંધેરી (વેસ્ટ) , મુંબાઇ – 400 061

જન્મ

  • ૨૫-ડિસેમ્બર, ૧૯૩૪; કરાંચી

કુટુમ્બ

  • માતા – ડાહીબેન; પિતા – હેમરાજ
  • પત્ની – બંસરી (દેસાઈ); પુત્ર – તનય

અભ્યાસ

  • બી.એ. (ઈકોનોમિક્સ)
  • એડવાન્સ ડિપ્લોમા ઈન જર્નાલિઝમ

વ્યવસાય

  • નોકરી, સેક્રેટરી જનરલ, ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન

જીવન ઝરમર

  • ‘ટૂંકી” વાર્તા કરતાં “લાંબી” નવલિકાના લેખક
  • કવિતા લખતાં લખતા વાર્તા લખતા થઇ ગયા.
  • ભાવિ જગત તેમને સજ્જન તરીકે પ્રથમ અને સ્વજન તરીકે પછી સ્મરે એવી એમની મનીષા
  • ગુજરાતી, ઈંગ્લીશ, હિંદી, અને મરાઠી ભાષાઓથી પરિચિત
  • પરિશ્રમથી પ્રેરણાની માવજત
  • ‘ગોળની કણી’ નવલિકા એ સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ

શોખ

  • એકલા પડવાનો અને રખડવાનો

રચના

  • વાર્તાસંચય – તું બોલને
  • નવલિકા – ગોળની કણી

લાક્ષણિકતા

  • પાત્રસ્થિતિગત મનોવૈજ્ઞાનિક ગ્રંથિક્ષણ પકડવાની સૂક્ષ્મ દ્રષ્ટિ ….કૃતિને કળામયતાથી રસી શકે છે.  

સન્માન

  • ૧૯૬૭ – વર્ષની શ્રેષ્ઠ નવલિકા, કુમાર, ‘સન્ડે જ સન્ડે…’
  • ૧૯૭૭ –  ટેલિ-પ્લે સ્પર્ધા, મુંબઈ દૂરદર્શન, પ્રથમ ‘બીકનું બંડલ’

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

હિમાંશી શેલત, Himanshi Shelat


 himanshi-shelat.jpg“લગ્નસંબંધ અને સ્ત્રીના વિકાસને શો સંબંધ”

“જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”

“મૂળ પ્રાણીમાત્રને રસપૂર્વક, ઝીણવટથી જોવાનું ગમે”

“સંવેદનશીલતા માત્ર વિચારોમાં કે કાગળિયામાં ન રહી જાય એ જીવવું”

“કીર્તિ શબ્દ બહુ વજનદાર, ભાઈ ! અમારે દટાઈ જવું નથી.”

#    રચનાઓ :     –  1  –      :    –   2   –  

__________________________________________  

Read more of this post

અશોક દવે, Ashok Dave


”હું ભાગ્યે જ સાહિત્યનું કંઈ પણ વાંચુ છું”

” લખવાના કારણે મારે તો બપોરનાય ઉજાગરા થાય છે.”

“ આ માણસે બુધવારની સવાર વર્ષો પર્યંત પડવા નથી દીધી!…..હાસ્યજ્યોતિથી બપોરિયાં ઊજવે છે….કલમનો ઉપયોગ અંગત રાગદ્વેષ માટે ક્યારેય કરતો નથી”
– રાધેશ્યામ શર્મા

પ્રેરક અવતરણ
” Never Explain. Your friends don’t need it. Your enemies won’t believe it.”
” कुछ करके भी दिखाना पडता है ।”

# રચનાઓ: બુધવારની બપોરે માંથી   -૧- -૨- :  -૩- :   -૪-  :  -૫ –

# તેમનો પોતાનો બ્લોગ ( છેક ૨૦૦૧માં શરૂ  કરેલો )

______________________________________________________ Read more of this post

જામન, Jaaman


7.jpg

” કવિ જામન ગુજરાતી રંગભૂમિ ના કાંતદર્શી કલાકાર હતા“ 

” જે વસ્તુ તમે જોઈ નથી, તમે અનુભવી નથી, એ માં કલ્પનાનો આશરો લઈ, પ્રસંગો ગૂંથી તમે નાટકમાં લાવો છો   એ માટે તમને ધન્યવાદ ઘટે છે કારણકે કલ્પનાને જિંદગીમાં બનતી સત્યઘટનાઓની હકીકતમાં તમે સિદ્ધ કરી દેખાડી છે “
 – આનંદશંકર ધ્રુવ

” બદલાતી અભિરૂચિનો અણસાર એમનાં નાટકોમાં છે “

_______________________________________________________
Read more of this post

%d bloggers like this: