“આજે મને પ્રશ્ન થાય છે: બા આ બધું ક્યાં શીખેલી? આ સંસ્કાર, આ કલારુચિ, નૈતિક હિંમત – ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું ?પતિ પત્નીના જીવનની પશ્વાદભૂ અને ઉછેર સાવ અલગ. બા કદી શાળાએ ગઇ નહોતી. ખોબા જેવા ગામડાની અત્યંત ગરીબ વિધવા માની ચાર-પાંચ દીકરીઓમાં ચોથો નંબર. જ્યારે પપ્પાજી – સ્વ. ગુણવંતરાય આચાર્ય – નીડર પત્રકાર. સ્વાતંત્ર્યસંગ્રામના સાહસિક લડવૈયા. ક્રાંન્તિકારી વિચારક. પણ બા કોઇ ઉંડી આંતરસુઝથી આ સાવ નવી દુનિયામાં તરસી ધરતીમાં જળ પેઠે શોષાઇ ગયેલી”
” એ બધાં સ્મરણો વાદળની જેમ છવાયેલાં જ રહે છે અને ગમે ત્યારે વરસી પડે છે.”
– સખા સમ પિતાની યાદમાં
” આ વિશાળ ભૂરા ઘુમ્મટની પેલે પાર જો ઇશ્વર હોય તો એની એંધાણી મને કેમ મળતી નથી? …. અછડતો અણસાર, કે ઇશ્વર હજી છે….. તારી વેદનાનો અસ્થિકુંભ વહાવી દે નદીના પવિત્ર જળમાં. જ્યારે તું સંપૂર્ણ વીખરાઇ જઇશ ત્યારે અસ્તિત્વમાં આવીશ અને ત્યારે તારી પાસે કોઇ જ દુઃખ શેષ નહીં રહે. ”
– ‘અણસાર’ ની નાયિકા રૂપાની સ્વગતોક્તિ
પ્રેરક વાક્ય
” It is always morning somewhere in the world.”
# રચનાઓ : પોતાની માતા વિશે
__________________________________________ Read more of this post
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ