ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રભુલાલ દ્વિવેદી, Prabhulal Dwivedi


pd7"એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, 
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી."
( વાંચો અને સાંભળો )
----
"મીઠા લાગ્યાં તે મને આજના ઉજાગરા
 જોતી’તી વ્હાલાની વાટ રે... અલબેલા કાજે ઉજાગરો"
----
રચનાઓ  :  -  ૧  - :  - ૨ -    

#  તેમની એક રચનાનું સરસ રસદર્શન 

 

pd8

તેમની યાદમાં બનાવેલી સરસ વેબ સાઈટ

pd4

આ ચિત્ર પર ક્લિક કરો

નામ
પ્રભુલાલ દયારામ દ્વિવેદી
જન્મ
૧૫, નવેમ્બર - ૧૮૯૨, વીરપુર, જિ. રાજકોટ

શિક્ષણ

મિકેનિકલ એન્જિ. માં ડિપ્લોમા

અવસાન

૩૧, જાન્યુઆરી -૧૯૬૨; મુંબાઈ

કુટુમ્બ

  • માતા – ફૂલબાઈ ; પિતા – દયારામ
  • પત્ની – દમયંતી ; પુત્ર – વિનયકાન્ત, પુત્રીઓ – ચાર ( નામ? )

This slideshow requires JavaScript.

જીવનઝરમર

  • ગુજરાતી રંગભૂમીને પોતાના અનેક નાટકો દ્વારા સમૃદ્ધ કરી.
  • લાગણીપ્રધાન, સરળ, રસપ્રદ અને તેમ છતાં નીતિમત્તા, ઉચ્ચ વિચારો અને શુદ્ધ વ્યવહારના પાત્રો રચનારા કવિ.
  • પૌરાણીક તથા સામાજિક વિષયવસ્તુવાળા અનેક નાટકો રચ્યા.
  • તેમની રચનાઓ પર મૂળશંકર મૂલાણીની શૈલીની છાપ વર્તાય છે.
  • નાટ્યક્ષેત્રે અનેક નવીન અખતરાઓ તેમણે કર્યા.
  • સામાજિક નાટકો દ્વારા સમાજના દંભ અને સડાને ખુલ્લા પાડવાનું કામ સુંદર રીતે કર્યું.
  • તેઓ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલા છે. તેમના નાટકોમાં ભારતની પૌરાણીક મહત્તા, રજવાડી વીરતા વગેરે જોવા મળે છે.
  • તેમના નાટક ‘વડીલોને વાંકેી ગુજરાતી રંગભૂમી પર એક વિક્રમ સ્થાપ્યો છે.
  • દેશી નાટક સમાજ અને લક્ષ્મીકાંત નાટક સમાજે તેમના નાટકો ભજવ્યા છે.
  • તેમણે પોતાની આત્મકથા પણ લખી છે.
વિડિયો
નાટકો
  • સામાજિક નાટકો – ગાડાનો બેલ, શંભુમેળો, સંપત્તિ માટે, વડીલોને વાંકે, સંતાનોને વાંકે, સજ્જન કોણ, એક અબળા, માયાના રંગ, સત્તાનો મદ, યુગપ્રભાવ, ઉઘાડી આંખે, સમય સાથે, સામે પાર, સોનાનો સૂરજ, વૈભવનો મોહ, દેશદીપક
  • ઐતિહાસિક નાટકો – અક્ષયરાજ, સાગરપતિ, સાંભરરાજ, સમુદ્રગુપ્ત, કુમારપાળ, માલવપતિ મૂંજ, પૃથ્વીરાજ ચૌહાણ, સિરાજુદૌલા, કાલિવાહન, સમર કેસરી
  • પૌરાણીક નાટકો – સતી વત્સલા, અહલ્યાબાઇ, શંકરાચાર્ય, અરુણોદય, સત્યપ્રકાશ, શાલિવાહન, દેવી સંકેત (મૂળ ‘વૈરાટી’નું હોથલ પદમણી), સાવિત્રી, શ્રવણકુમાર, વિદ્યાવારિધિ
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

યુસુફ મહેરઅલી, Yusuf Maherally


“એ મહેરઅલી હતા કે જેમણે પોતાના જીવન દ્વારા એ સિદ્ધ કરી દેખાડ્યું કે, માનવ-કલ્યાણ માટે પ્રેમ અને આદર્શ એવાં તત્ત્વો છે, જે વિબિન્ન રાજનૈતિક દળો અને ધર્મો વચ્ચે સેતું બની શકે છે.” – ડૉ. રામમનોહર લોહિયા

 

નામ

યુસુફ મહેરઅલી

જન્મ

૨૩ સપ્ટેમ્બર ૧૯૦૩; ભદ્રેસર-કચ્છ

અવસાન

૨ જુલાઇ ૧૯૫૦; મુંબઇ

અભ્યાસ

  • અર્થશાસ્ત્રમાં સ્નાતક – ૧૯૨૫
  • એલએલ.બી – ૧૯૨૯

જીવન ઝરમર

  • કચ્છી વેપારી કુટુંબમાં જન્મ. મૂળ નામ યુસુફ મહેરઅલી મરચંટ
  • વિદ્યાર્થીકાળથી જ દેશની આઝાદીની લડતમાં જોડાયા.
  • મુંબઇની ‘એલ્ફિન્સ્ટન કોલેજ’માં નાટકમાં તેમણે ‘મૌલાના આઝાદ’નું પાત્ર ભજવ્યું તથા ગિરફતારી ભોગવી.
  • કૉલેજના ‘સોશ્યયલ સ્ટડી સર્કલ’ની ‘વિશ્વવિદ્યાલય સુધાર સમિતિ’ના અધ્યક્ષ નિમાયા.
  • જનતામાં જાગૃતિ લવવા માટે ‘પદ્મા પ્રકાશન’ દ્વારા ભારતીય નેતાઓના પ્રેરણાદાયી જીવનચરિત્રો છપાવ્યાં અને વહેંચ્યા.
  • ‘યુથ લીગ’ના મંત્રી તરીકે હોલેન્ડમાં આયોજીત ‘વિશ્વશાંતિ તરુણ કોંગ્રેસ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
  • આઝાદીની ચવળમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
  • પ્રજામાં તેઓ અદભૂત લોકચાહના ધરાવતા હતા. ઇ.સ. ૧૯૪૦માં તેમની ધરપકડના વિરોધમાં મુંબઇના કાપડ બજાર, સ્ટોક માર્કેટ, કોટન માર્કેટ અને બુલીયન માર્કેટે સ્વયંભુ બંધ પાળ્યો.
  • ઇ.સ. ૧૯૪૨માં મુંબઇના મેયર તરીકે ચૂંટાયા. આ સમયે તેઓ લાહોર જેલમાં હતા.
  • ઇ.સ. ૧૯૪૯થી મૃત્યુપર્યંત મુંબઇ વિધાનસભાના સભ્ય.

સંદર્ભ

  • કચ્છના જ્યોતિર્ધરો – ડૉ. ગોવર્ધન શર્મા, ડો. ભાવના મહેતા

પાર્થિવ ગોહિલ, Parthiv Gohil


સાંભળો

: :

તેમની વેબસાઇટ

http://www.parthivgohil.com

 

નામ

પાર્થિવ ગોહિલ

 

જન્મ

૧૮ ફેબ્રુઆરી ૧૯૭૬ ઃ ભાવનગર

કુટુંબ

  • પત્ની – માનસી પારેખ ગોહિલ (‘ગુલાલ’ સિરિયલની નાયિકા)

તેમના વિશે

  • સૌરાષ્ટ્રના ગોહિલ કુટુંબમાં જન્મ
  • દાદા અને પિતા સંગીત પ્રત્યે અતિ રૂચિ ધરાવતા
  • ફક્ત ચૌદ વર્ષની ઉંમરે પંડિત ઓમકારનાથ ઠાકુર પ્રતિયોગીતાના અને રાજ્ય પ્રતિભા શોધમાં વિજેતા
  • ઉસ્તાદ ઝીઆ ફારુદ્દીન ડાગર પાસે સંગીતની તાલીમ
  • ૧૯૯૮માં સારેગમાના ફાઇનલ સુધી પહોંચ્યા
  • ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે અનેક શિખરો સર કર્યા
  • હિન્દી સીનેજગતમાં અનેક ફિલ્મોમાં પોતાનો સ્વર આપ્યો.
  • ઇટીવી પર ‘ સૂર પાંચમને મેળે’ અને આલ્ફા ગુજરાતી પર ‘ સારેગમા’નું સંચાલન
  • દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા છે.

હિન્દી ફિલ્મો

  • કિસાન, વાદા રહા, સાંવરિયા, દેવદાસ, જીના સિર્ફ મેરે લિયે, રિશ્તે, બચના એ હસિનો

ગુજરાતી આલ્બમો

  • સાત સૂરોને સરનામે, તારી સાથે, ્પૃથ્વીના પ્લેટફોર્મ પર, અનૂભૂતિ, સંમોહન

વધુ માહિતી

સંપર્ક

  • parthivgohil@gmail.com

 

 

 

શરીફા વકીલ ટોપીવાળા, Sharifa Vakil Topiwala


નામ

શરીફા વકીલ ટોપીવાળા

જન્મ

૧૩ ઓગસ્ટ ૧૯૩૮; મુંબઇ

 

કુટુંબ

  • પિતા – પુરંજનલાલ
  • માતા – વિલિયનબહેન
  • પતિ – ચંદ્રકાન્ત (લગ્ન સને ૧૯૬૦)
અભ્યાસ
  • એમ.એ.બી.એડ.
કારકીર્દી
  • શિક્ષિકા તરીકે પોરબંદરમા કામગીરી
રચના
  • અનુવાદ – સાહિત્ય એક સિદ્ધાંત,સમકાલીન વિવેચન
સંપર્ક
ડી – ૬, પૂર્ણેશ્વર ફ્લેટ્સ, ગુલબાઇ ટેકરા, અમદાવાદ – ૩૮૦ ૦૧૫.
સંદર્ભ
  • સાક્ષરનો સાક્ષાત્કાર – ૧૦

દિલીપ જોશી, Dilip Joshi


તેમનો સાક્ષાત્કાર માણો. 

નામ 

દિલીપ જોશી

જન્મ

૨૬ મે ૧૯૭૦

તેમના વિશે

  • જાણીતા અભિનેતા
  • અનેક સફળ ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો છે.
  • હિન્દી ફિલ્મોમાં પણ મુખ્યત્ત્વે હાસ્યપ્રધાન પાત્ર તરીકે અભિનય.
  • હિન્દી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માહ’એ તેમને ‘જેઠાલાલ’ તરીકે ઘર ઘરમાં જાણીતા કર્યા.
સિદ્ધિ
  • ૯માં ભારતીય ટેલી પુરસ્કારમાં તેમને શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો પુરસ્કાર મળ્યો.
પ્રદાન
  • હિન્દી ફિલ્મો – મૈને પ્યાર કીયા, હમ આપકે હૈ કૌન, યશ, ખીલાડી ૪૨૦, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, વન ટુ કા ફોર, હમરાઝ, દિલ હૈ તુમ્હારા, ડોન મીથું સ્વામી, વોટ્સ યોર રાશી, ઢૂંઢતે રહ જાઓંગે.
  • ગુજરાતી ફિલ્મ – હું, હુંશી, હુંશીલાલ
  • ગુજરાતી નાટક – બાપુ તમે કમાલ કરી
  • હિન્દી સિરિયલ – ગલતનામા, ગોપાલજી, દાલ મૈં કાલા, કોરા કાગઝ, હમ સબ ઐક હૈ, દો ઔર દો પાંચ
વધુ વાંચો

આશા પારેખ,Asha Parekh


તેમના સંખ્યાબંધ વિડિયો નિહાળો

નામ

આશા પારેખ

જન્મ

૨ ઓક્ટોબર ૧૯૪૨; મહુવા – જિ. ભાવનગર

કુટુંબ

  • પિતા – પ્રાણલાલ પાતેખ
  • માતા – સુધા પારેખ (કોસ્ચ્યુમ ડિઝાઇનર)
Asha_Parekhતેમના વિશે થોડું
  • મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં હિન્દુ પિતા અને મુસ્લીમ માતાને કુખે જન્મ
  • એકમાત્ર સંતાન હોવાને કારણે લાડકોડમાં ઉછેર
  • માતાના આગ્રહને કારણે અત્યંત નાની ઉંમરે શાસ્ત્રીય નૃત્યની તાલીલ લીધી. અનેક નૃત્ય કાર્યક્રમો આપવાનો પ્રારંભ કર્યો.
  • આવા એક કાર્યક્રમમાં જાણીતા નિર્માતા બિમલ રોયની નજર પડી. ‘બાપ બેટી’ ફિલ્મ દ્વારા ફક્ત દસ વર્ષની ઉંમરે સીનેપ્રવેશ.
  • સોળ વર્ષની ઉંમરે નિર્માતા વિજય ભટ્ટ દ્વારા તેઓ ‘સ્ટાર મટીરીયલ’ ન હોવાને કારણે ફિલ્મ ‘ગૂંજ ઊઠી શહનાઇ’ ફિલ્મમાંથી કાઢી મુકાયા.
  • એસ. મુખરજીની ફિલ્મ ‘દિલ દેકે દેખોજી’ ફિલ્મ દ્બારા અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો. ફિલ્મને સારી સફળતા મળી.
  • અભિનેતા શમ્મી કપૂર સાથે અનેક સફળ ફિલ્મો આપી. નોંધપાત્ર ફિલ્મો છે; તિસરી મંઝીલ, જવાન મહોબત્ત વગેરે
  • સને ૧૯૬૬માં આવેલ ‘દો બદન’ ફિમથી પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરી.
  • ૨૧ વર્ષ સુધી ફિલ્મનિર્માણના ક્ષેત્રે કામ કર્યું.
  • ૧૯૯૦થી ટેલીવિઝન ધારાવાહિકના નિર્માણક્ષેત્રે ઝંપલાવ્યું. ‘આકૃતિ’ ફિલ્મ નિર્માણ કંપનીના નામ હેઠળ ‘કોરા કાગઝ’, પલાશ-એક ફૂલ’, ‘દાલ મે કાલા’ વગેરે નામની સફળ ટીવી ધારાવાહિકનું નિર્માણ કર્યું.
  • ગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’માં કાર્ય કર્યું. ફિલ્મને અભૂતપૂર્વ સફળતા મળી.
સિદ્ધિ/સન્માન
  • ‘ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ’ના પ્રથમ સ્ત્રીઅધ્યક્ષા (૧૯૯૮ થી ૨૦૦૧)
  • ‘સિને કલાકાર સંઘ’ના પ્રમુખ (૧૯૯૪-૨૦૦૦)
  • તેમના માનવ સેવાના કાર્યો પ્રત્યે આભાર દર્શાવવા મુંબઇની એક હોસ્પીટલનું ‘આશા પારેખ હોસ્પીટલ’ નામાભિધાન કરવામાં આવ્યું.
  • ‘સિને કલાકાર કલ્યાણ સંઘ’ના ખજાનચી
  • ૭મો આંતરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ અકાદમી પુરસ્કાર (૨૦૦૭)
  • લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૯મો બોલીવુડ એવોર્ડ્સ (અમેરિકા)
  • લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૫મો વાર્ષિક આંતરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ (પુણે)
  • કટી પતંગ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર
  • પદ્મશ્રી પુરસ્કાર (૧૯૯૨)
  • કલાકાર પુરસ્કાર
  • સપ્તતરંગ કે સપ્તર્ષી પુરસ્કાર
  • ભારતીય ઉદ્યોગ ફેડરેશન દ્વારા જીવંત દંતકથા પુરસ્કાર
  • સહ્યાદ્રી નવરત્ન પુરસ્કાર
  • પ્રકૃતિ રત્ન પુરસ્કાર
પ્રદાન
  • હિન્દી ફિલ્મો – દિલ દેકે દેખો, હમ દિન્દુસ્તાની, ઘુંઘટ, જબ પ્યાર કિસીસે હોતા હૈ, તિસરી મંઝીલ, ઝીદ્દી, દો બદન, ઉપકાર, ચિરાગ, નાદાન, ઉધાર કા સિંદૂર, મેં તુલસી તેરે આંગન કી, વગેરે
  • ગુજરાતી ફિલ્મ – અખંડ સૌભાગ્યવતી
  • હિન્દી ધારાવાહિક – કોરા કાગઝ, દાલ મેં કાલા, બાજે પાયલ, પલાશ – એક ફૂલ
  • ગુજરાતી ધારાવાહિક – અખંડ સૌભાગ્યવતી, જ્યોતિ
વધુ વાંચો

ફાલ્ગુની પાઠક, Falguni Pathak



ઢગલાબંધ ગીતો સાંભળો

અને અહીં પણ

 

એક સરસ લેખ

જન્મ

  • ૧૨ માર્ચ ૧૯૬૪

ઉપનામ

ગરબાની રાણી, દાંડીયાની રાણી

તેમના વિશે

  • ઇ.સ. ૧૯૮૮માં ‘યાદ પિયા કી આને લગી’ આલ્બમથી સંગીતક્ષેત્રે પ્રવેશ
  • અનેક સફળ ગીતો આપીને પ્રચંડ લોકચાહના મેળવી
  • મુખ્યત્વે ગુજરાતી ગરબા અને લોકસંગીત આધારીત ગીતો ગાયા છે.
  • ‘તા થૈયા’ બેન્ડના માધ્યમથી દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો. વિશાળ ચાહક વર્ગ.
રચનાઓ
  • આલ્બમ – યાદ પિયાકી આને લગી, મૈને પાયલ હૈ છમકાઇ, મેરી ચુનર ઉડ ઉડ જાયે, મેરી ચુનર ઉડ ઉડ જાયે, દિલ ઝુમ ઝુમ નાચે, સાંવરિયા તેરી યાદ મેં, તેરી મેં પ્રેમ દિવાની
  • ફિલ્મો – પ્યાર કોઇ ખેલ નહીં, દિવાનાપન, પ્રથા, ના તુમ જાનો ના હમ, લીલા
વધુ વાંચો

દિશા વાકાણી, Disha Vakani


નામ

દિશા વાકાણી

જન્મ

૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ ; અમદાવાદ

કુટુંબ

  • પિતા – ભીમ વાકાણી
  • ભાઇ – મયૂર વાકાણી (તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં સુંદર બનેલ અભિનેતા)
અભ્યાસ
  • સિદ્ધાર્થ હાઇસ્કુલ, અમદાવાદ
  • નાટ્ય ડિપ્લોમા, ગુજરાત કોલેજ
થોડું તેમના વિશે
  • નાનપણથી જ નાટક અને અભિનયમાં ઊંડી રુચી
  • ગુજરાતી નાટકોમાં નાના રોલથી અભિનયનો પ્રારંભ
  • મુંબઇ આવી રંગભૂમીમાં સ્થાન મેળવવાના પ્રયાસ કર્યા.
  • ચાલ ચંદુ પરણી જઇએ ‘ પ્રથમ સફળ નાટક
  • દૂરદર્શન નિર્મિત ‘સખી’ અને ‘સહીયર  કાર્યક્રમોનું સંચાલન
  • હિન્દી ફિલ્મોમાં નાના રોલ
  • હિન્દી સિરિયલ ‘હમ સબ એક હૈ’થી નામના મળી.
  • ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ધારાવાહિક દ્વારા પ્રચંડ લોકચાહના મળી છે.
સન્માન
  • ઇન્ડિયન ટેલી એવોર્ડ દ્વારા ૮ અને ૯મો શ્રેષ્ઠ અભિનેત્રી (હાસ્ય) પુરસ્કાર
  • ગોલ્ડ એવોર્ડ ૨૦૧૧
ફિલ્મોમાં અભિનય
  • જોધા અકબર, દેવદાસ, મંગલ પાંડે – ધ રાઇસિંગ, જાના-લેટ્સ ફૉલ ઇન લવ, ફૂલ ઔર આગ, કમસીન
ટીવીધારાવાહિકો
  • ઇતિહાસ, રેશમડંખ, હમ સબ એક હૈ, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, ગીત ગૂંજન
નાટકો
  • આઘાત, દેરાણી જેઠાણી, બા રિટાયર થાય છે, અષાઢ કા એક દિન, લગ્ન કરવા લાઇનમાં આવો, ખરાં છો તમે, અલગ છતાં લગોલગ, સો દાહડા સાસુના, ચાલ ચંદુ પરણી જઇએ, અશ્વસ્થામા હજી જીવે છે, લાલી-લીલા, કમાલ પટેલ – ધમાલ પટેલ,
વધુ વાંચો

ગુણવંત ઉપાધ્યાય, Gunvant Upadhyay


નામ

ગુણવંત ઉપાધ્યાય

જન્મ

૯ મે ૧૯૪૯ ; ખાંભા – જિ. અમરેલી

કુટુંબ

  • પિતા – રામશંકર ઉપાધ્યાય
  • માતા – કંચનબહેન ઉપાધ્યાય
  • પત્ની – ઊર્મિલા ઉપાધ્યાય (લગ્ન – ઇસ ૧૯૭૨)
અભ્યાસ
  • પીસીએ, FWAI – ચેન્નાઇ
વ્યવસાય
  • દૂરસંચાર કર્મચારી
પુરસ્કાર
  • બાબુભાઇ પટેલ ગઝલ એવોર્ડ (૧૯૯૮-૯૯)
  • ઝવેરચંદ મેઘાણી (૨૦૦૧-૦૨)
રચનાઓ
  • કાવ્યસંગ્રહ – સિસ્મોગ્રાફ, ઉત્ખનન,યથાવત, ફૂલની શાહી સવારી
સંપર્ક
  • બી ૫/૬, ૠષભ અપાર્ટમેન્ટ, ન્યુ એરપોર્ટ માર્ગ, મુનિડેરી, ભાવનગર – ૩૬૪૦૦૧.
સંદર્ભ
  •  સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ ૯

ભાઈલાલ ભટ્ટ, ‘યોગેશ્વર’, Bhailal Bhatt, Ýogeshwara


———————————

જન્મ

  • ૧૫ ઓગસ્ટ ૧૯૨૧, સરોડા (  ધોળકા, જિ. અમદાવાદ )

અવસાન 

  • ૧૮ માર્ચ, ૧૯૮૪

https://youtu.be/qVlvidvqEEAપ્રદાન

  • ગુજરાતી અને સંસ્કૃત ભાષાના અભ્યાસી
  • કોલેજ કાળથી સાહિત્ય સર્જન
  • કવિતા, નવલકથાઓ, નિબંધ, પ્રવાસ, ચરિત્ર વગેરે સાહિત્યસ્વરૂપમાં આશરે ૬૦ પુસ્તકોનું સર્જન
 
રચનાઓ
  • કથાકાવ્ય – કૃષ્ણ-રુક્મણિ
  • કાવ્યસંગ્રહ – ગાંધીગૌરવ, દ્યુતિ, સાંઇ સંગીત, તર્પણ
  • પૌરાણિક પ્કરંસંગો આધારીત થા – સ્મૃતિ, કાયાકલ્પ, ઉત્તરપથ ભાગ ૧ અને ૨, પ્રીત પુરાની
  • પ્રવાસકથા – ઉત્તરની યાત્રા ભાગ ૧ અને ૨
  • નિબંધસંગ્રહ – ફૂલવાડી, સનાતનસંગીત, શ્રેય અને સાધના
  • જિવનચરિત્ર – ભગવાન રમણ મહર્ષિ  ઃ  જીવન અને કાર્ય
  • અન્ય – ઉપનિષદનું અમૃત, પ્રાર્થના સાધના
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

—————–
તેમની વેબ સાઈટ ઉપરથી પરિચય ….. 

#  વેબ સાઈટ – ‘ સ્વર્ગારોહણ’

ગુજરાતની સાહિત્યરસિક અને અધ્યાત્મપ્રેમી જનતાને શ્રી યોગેશ્વરજીનો પરિચય આપવાનો ન હોય. મા શારદાના ચારુ ચરણે સો કરતાં પણ વધુ ગ્રંથો અર્પણ કરનાર મહાત્મા શ્રી યોગેશ્વરજી વીસમી સદીના ગુજરાતમાં થઈ ગયેલા સમર્થ સંત અને સાહિત્યકાર હતા. સંન્યાસ કે રૂઢિગત ચાલી આવતી ભગવા વસ્ત્રોની પ્રણાલિકાને અનુસર્યા વગર તથા કોઈ દેહધારી ગુરૂની સહાયતા વિના કેવળ મા જગદંબા પર અપ્રતિમ શ્રદ્ધા રાખી, અધ્યાત્મ જગતના સર્વોત્તમ શિખરો સર કરનાર યોગેશ્વરજી બહુમુખી પ્રતિભા ધરાવનાર મહામાનવ હતા.

ઈ.સ. ૧૯૨૧ ની પંદરમી ઓગષ્ટે અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામે સાધારણ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેનાર યોગેશ્વરજીએ માત્ર નવ વર્ષની કુમળી વયે પિતાનું છત્ર ગુમાવ્યું હતું. એમને આગળ અભ્યાસ માટે મુંબઈની લેડી નોર્થકોટ ઓર્ફનેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોહમયી મુંબઈ નગરીના એમના નિવાસ દરમ્યાન પૂર્વના પ્રબળ આધ્યાત્મિક સંસ્કારોના સુપરિણામ સ્વરૂપે એમને મા જગદંબાના દર્શનની લગની લાગી. એકાંત શોધીને ધ્યાનસ્થ થવામાં કે પ્રકૃતિના ખોળે કલાકો સુધી ‘મા’ ના દર્શન માટે વિરહાતુર પોકારો પાડવામાં એમનો સમય વ્યતીત થવા લાગ્યો. જ્યારે દર્શન અને સંનિધિની ઝંખના અતિ પ્રબળ બની ત્યારે એમણે અભ્યાસનો ત્યાગ કરી ઉચ્ચ સાધના માટે હિમાલય જવાનો નિર્ણય લીધો. એ સમયે એમની વય માત્ર વીસ વરસની હતી.

ઋષિમુનિસેવિત અને પુરાણપ્રસિદ્ધ હિમાલયની પુણ્યભૂમિમાં બે દાયકાથી વધુ નિવાસ કરી એમણે એકાંતિક સાધના દ્વારા પરમાત્માની અનુભૂતિ અને સિદ્ધિપ્રાપ્તિ કરી. હિમાલયવાસ દરમ્યાન એમને મળેલા અનેકવિધ આધ્યાત્મિક અનુભવો, સિદ્ધ અને સમર્થ સંતોના દર્શન-સમાગમ તથા શાસ્ત્રાધ્યયને પરિણામે પ્રાપ્ત થયેલ જ્ઞાન છતાં એમની નમ્રતા, નિરભિમાનતા તથા સાદગી જિજ્ઞાસુઓને પ્રથમ નજરે આકર્ષતી.

સત્ય અને અહિંસાના પૂજારી તથા પ્રાર્થના પર અખૂટ વિશ્વાસ ધરાવનાર મહાત્મા ગાંધીજીને આદર્શ માનનાર શ્રી યોગેશ્વરજીમાં દેશપ્રેમ ઠસોઠસ ભરેલો હતો. આધ્યાત્મિક માર્ગે આગળ વધી દેશ માટે કંઈક કરી છૂટવાની તેમની મનીષા એમના અનેકવિધ સર્જનોમાં પેખી શકાય છે. આજીવન ખાદીના વસ્ત્રો ધારણ કરી સંસારમાં જળકમળવત્ રહેનાર આ વિરક્ત બ્રહ્મચારી મહાપુરુષે સાધનાકાળ દરમ્યાન અને એ પછી પોતાના જનનીને હંમેશા સાથે રાખ્યા. સાધુ-સંત-સંન્યાસીઓમાં તેઓ માતૃભક્ત મહાત્મા તરીકે પ્રસિદ્ધ હતા.

યોગ, ભક્તિ અને જ્ઞાન – ત્રણેય માર્ગે કુશળતાથી કેડી કંડારનાર શ્રી યોગેશ્વરજીની આમજનતા માટેની સૌથી વિશેષ અને શકવર્તી ઉપલબ્ધિ તેમના વરદ હસ્તે થયેલ વિપુલ સાહિત્યસર્જનને ગણી શકાય. શાળાજીવન દરમ્યાન રોજનીશી લખવાની ટેવથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા ક્રમશઃ વિકાસ પામી સોથીયે વધુ ગ્રંથોના સર્જનનું નિમિત્ત બની. એમના બહુપ્રસિદ્ધ સર્જનોમાં તુલસીદાસના રામચરિતમાનસનો સમશ્લોકી પદ્યાનુવાદ; ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે એમને અંજલિ આપતા લખાયેલ મહાકાવ્ય ‘ગાંધીગૌરવ’; ભગવદ્ ગીતા, ગોપીગીત, શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ વિગેરેનો સરળ સમશ્લોકી પદ્યાનુવાદ; અગિયારસો પૃષ્ઠોમાં વિસ્તરેલી એમની સુપ્રસિદ્ધ આત્મકથા ‘પ્રકાશના પંથે’; રમણ મહર્ષિના જીવન અને કાર્યો પરનો બેનમુન ગ્રંથ; તથા મહાભારત, રામાયણ, ભાગવત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર જેવા ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા અનેકવિધ ગ્રંથો પરની ટિપ્પણીનો સમાવેશ કરી શકાય. તેમની સિદ્ધ કલમે ગુજરાતી સાહિત્યને ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, અદભૂત ગદ્યકાવ્યો, સાધકોના પ્રશ્નોનું સમાધાન કરતી આધ્યાત્મિક પ્રશ્નોત્તરીઓ, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો, ઉમદા વાર્તાસંગ્રહો, નવલકથાઓ તથા નવલિકાઓ પણ પ્રદાન કરી છે. એમના સર્જનો વિશે ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે એમણે કેવળ લખવા ખાતર નથી લખ્યું. એમની રચનાઓ કોરો કલ્પનાવિલાસ નથી પરંતુ એમના અસાધારણ જીવનની અભિનવ અભિવ્યક્તિ છે. એમના વૈવિધ્યસભર અને માતબર સાહિત્યપ્રદાનને હજુ ગુજરાતના સાહિત્યકારોએ અને સાહિત્યરસિક પ્રજાએ યથાર્થ અને પૂર્ણપણે પિછાણવાનો બાકી છે.

શુદ્ધ ગુજરાતી ભાષામાં અસ્ખલિત રીતે વહેતી એમની ઓજસ્વી વાણીમાં થતા જ્ઞાન, યોગ અને ભક્તિના રહસ્યોના ઉદઘાટનનું પાન કરવાનું સૌભાગ્ય ગુજરાતના પ્રમુખ શહેરો ઉપરાંત અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તથા ઝાંબિયાના વિવિધ શહેરના શ્રોતાઓને મળ્યું હતું. શ્રી યોગેશ્વરજી સર્વધર્મ સમભાવમાં માનતા હતા તથા નાત, જાત કે સંપ્રદાયના વાડાઓથી પર હતા. એથી જ એમને રામકૃષ્ણ મિશન, થિયોસોફિકલ સોસાયટી, સત્ય સાંઈ સેન્ટર, ડીવાઈન લાઈફ સેન્ટર વિગેરેમાં તથા જૈન, શીખ કે ખ્રિસ્તી ધર્મના ધર્મસ્થાનો કે સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એકસમાન આદરથી આમંત્રિત કરવામાં આવતા હતા. ગુજરાત અને ગુજરાત બહારની કોલેજો, સ્કુલો તથા યુનિવર્સીટીમાં એમણે પોતાના અનુભવાત્મક જ્ઞાનનો પ્રસાદ વહેંચ્યો હતો. આજે વિશ્વભરમાં તેમનો બહોળો પ્રસંશક અનુયાયી વર્ગ છે.

ઈ.સ. ૧૯૮૪ ની ૧૮ માર્ચે તેમણે શ્રીમદ્ ભાગવત પર પ્રવચન કરતાં સ્થુલ દેહનો ત્યાગ કર્યો હતો. તેમના અનેકવિધ માનવતાવાદી સત્કાર્યો અને તેમના ઝળહળતા આધ્યાત્મિક વારસાને મા સર્વેશ્વરી સર્વોત્તમ રીતે દીપાવી રહ્યા છે. ઈન્ટરનેટ પર swargarohan.org વેબસાઈટ તથા સ્થુળ રીતે અંબાજીમાં દાંતા રોડ સ્થિત સ્વર્ગારોહણ ધામ એમના મહિમાવંત જીવન અને કાર્યોની યશગાથાને ગાઈ રહ્યું છે.

%d bloggers like this: