ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દેવશંકર મહેતા, Devshankar Mehta


નામ

દેવશંકર કા. મહેતા

જન્મ

૧૬ જાન્યુઆરી ૧૯૧૬ ; ગુજરવદી – જિ. સુરેન્દ્રનગર

અવસાન

૩૦ ઓક્ટોબર ૧૯૮૪

વ્યવસાય

  • ખેતીવાડી, સાહિત્યસર્જન
પ્રદાન
  • કચ્છ અને સૌરાષ્ટ્રના ગ્રામીણ પ્રદેશ અને પ્રજાને કેન્દ્રવર્તી રાખીને અનેક નવલકથાનું સર્જન
  • સામાન્ય મનુષ્યના ગુણાવગુણનું આલેખન
રચનાઓ
  • નવલકથાઓ – ધરતીનું હીર, ધરતીની આરતી, જતિ અને સતી, મીઠી વીરડી ( ૧ અને ૨), અમરત વેલ, માડીનું દૂધ, અજર અમર, આકાશનાં છોરું, જોગમાયાનો અવતાર, દરિયાને ખોળે (ભાગ ૧ અને ૨), એળે ગયો અવતાર, જળ અને મીન, ધરતીનું હાટ
  • નવલિકાસંગ્રહ – ગામને ઝાંપે, પેપા અને લીંબોળી
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

હરિલાલ ઉપાધ્યાય, Harilal Upadyay


નામ

હરિલાલ જાદવજી ઉપાધ્યાય

જન્મ

૨૨ જાન્યુઆરી ૧૯૧૬

અવસાન

૧૫ જાન્યુઆરી ૧૯૯૪

પ્રદાન

  • નવલકથા – પ્રીતે પરોવાયાં,  ધરતી લાલ ગુલાલ, નથી સુકાયા નીર, કુંદન ચડ્યું કાંટે, ગૌરી તો ગુણીયલ ભલી, પડતા ગઢના પડછાયા ભાગ ૧ અને ૨, રુધિરનું રાજતિલક, શૌર્યપ્રતાપી ચંદ્રવંશ, જય ચિત્તોડ, ચિત્તોડની રણગર્જના.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

રતિલાલ શાહ, Ratilal Shah


નામ

રતિલાલ ગિરિધરલાલ શાહ

જન્મ

૩૧ જુલાઇ ૧૯૧૩

મૃત્યુ

ઇ.સ. ૧૯૯૭

પ્રદાન

  • નવલકથા – અપૂર્વ મિલન, મેઘનાદ ભાગ ૧ અને ૨, હું અને દિવ્યબાળા, વિમલમૂર્તિ, સ્વતંત્રતાનો શહીદ, આશા અને રેણુકા, હ્રદયામૃત.
  • નિબંધસંગ્રહ – મધુપરાગ
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

 

વજુ કોટક, Vaju Kotak


અમે માટીમાંથી આવ્યા હતા અને માટીમાં મળી ગયા છીએ. એ તમે જાણો છો તો પછી શા માટે તમારી સમક્ષ જે માટી પડી છે એમાં તમે અમારું દર્શન નથી કરતાં?

____

   તમે ફરિયાદ કરો છો કે તમારી અને મારી મુલાકાત થતી નથી. પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છું. 

રચનાઓ  ઃ    ઃ

vaju_kotak

[ તેમના વિશે અઢળક માહિતી – ઉપરના ચિત્ર પર ક્લિક કરો ]

નામ

વજુ લખમશી કોટક

જન્મ

૩૦ જાન્યુઆરી ૧૯૧૫; રાજકોટ

અવસાન

૨૯ નવેમ્બર ૧૯૫૯ ; મુંબઇ

કુટુંબ

  • પિતા – લખમશીભાઇ કોટક
  • પત્ની – માધવી રૂપારેલ (કોટક) (તા. ૧૯ મે ૧૯૪૯;ભાવનગર)
  • પુત્ર – મૌલિક, બિપીન
  • પુત્રી –  રોનક

જીવનઝરમર

  • રાજકોટથી પત્રકારત્વનો પ્રારંભ
  • ઇ.સ. ૧૯૫૦માં ‘ચિત્રલેખા’ સામાયિકનો પ્રારંભ. કાળક્રમે ગુજરાતનું અગ્રેસર સામાયિક બન્યું
  • ચલચિત્રોમાં સંવાદ, દિગ્દર્શન અને પટકથાલેખન
  • હ્રદયરોગના હુમલાથી તેમની પ્રિય ચિત્રલેખાની ઓફિસમાં જ અવસાન
પ્રદાન
  • સામાયિકોની સ્થાપના – ચિત્રલેખા, બીજ, લાઇટ (અંગેજી)
  • સામાયિકોનું સંચાલન – જી, ચિત્રપટ, છાયા
  • નવલકથા – જુવાનહૈયાં, રમકડાં વહુ, ઘરની શોભા, ચૂંદડીને ચોખા, આંસુની આતશબાજી
  • વાર્તાસંગ્રહ – ગલગોટા, કાદવના થાપા
  • હાસ્યકટારસંગ્રહ – બુદ્ધિના બ્રહ્મચારી, ધોંડુ અને પાંડુ
  • સ્મરણલેખ – બાળપણનાં વાનરવેડાં
  • અનુવાદ – રૂપરાણી (ઇસા ડોરા ડંકનનું જીવનચરિત્ર)
  • ચિંતન – પ્રભાતનાં પુષ્પો, ચંદરવો, પુરાણ અને વિજ્ઞાન
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪
વધુ વાંચો

સરલા શેઠ, Sarla Sheth


નામ

સરલા જયચંદ શેઠ

જન્મ

૨૦ જુલાઇ ૧૯૧૩

પ્રદાન

  • જાણીતાં સામાજિક કાર્યકર
  • મહિલાગૃહ, રિમાન્ડહોમ, શિશુગૃહ, બાળઅદાલતો, સુધારગૃહોના અનુભવોનું આલેખન
રચનાઓ
  • નવલકથાઓ – મંથન, શાલિની, વિકૃત મન માનવીનાં
  • વાર્તાસંગ્રહ – હું અને એ, ઊગતાં ફૂલ
સંદર્ભ 
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

રામચંદ્ર ઠાકુર, Ramchandra Thakur


નામ

રામચંદ્ર નારાયણ ઠાકુર

જન્મ

૧૭ ડિસેમ્બર ૧૯૦૮ ; ચિત્રોડા જિ. સાબરકાંઠા

અભ્યાસ

  • એમ.એ. (પાલી વિષય) ; મુંબઇ
પ્રદાન
  • પ્રારંભમાં વ્યાયામ શિક્ષક
  • પત્રકાર અને ફિલ્મોમાં લેખક, નિર્માતા અને દિગ્દર્શક
  • નવલકથા, ચરિત્ર અને ટૂંકી વાર્તા ક્ષેત્રે લેખન
રચનાઓ
  • નવલકથા – આમ્રપાલી, ધન જોબન અને ધૂન, મીંરા પ્રેમદીવાની
  • હાસ્યલેખસંગ્રહ – ગિરજો ગોર, ગિરજા ગોરનો સોટો
  • ચરિત્રલેખન – મા આનંદમયી, શ્રી સહજાનંદ સ્વામી
  • નાટક – સ્ત્રી ગીતા અથવા વીજળી ગામડીયણ
  • વાર્તાસંગ્રહ – શેફાલી, હોઠ અને હૈયાં
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

જિતુભાઇ મહેતા ‘ચંડુલ’, Jitubhai Maheta ‘Chandul’


નામ

જિતુભાઇ પ્રભાશંકર મહેતા

ઉપનામ

ચંડુલ

જન્મ

૧૯ સપ્ટેમ્બર ૧૯૦૪ ; ભાવનગર

પ્રદાન

  • પત્રકાર અને ચલચિત્રોના લેખક તરીકે જાણીતા
  • નવલકથા, ટૂંકીવાર્તા અને નિબંધલેખન ક્ષેત્રે પ્રદાન
રચનાઓ
  • નવલકથાઓ – અજવાળી કેડી, જોયું તખ્ત પર જાગી, પ્રીત કરી તેં કેવી?, જીવનની સરગમ ભાગ ૧ અને ૨
  • રહસ્યકથા – સાપના લિસોટા, ગુલાબી ડંખ
  • હાસ્યનિબંધસંગ્રહ – આપની સેવામાં
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

અમૃતલાલ પઢિયાર, Amrutlal Padhiyar


‘સૌરાષ્ટ્રનો સાધુ’ –  નાનાલાલ કવિ

—————————————————

જન્મ

  • ૩,એપ્રિલ- ૧૮૭૦; ચોરવાડ ( જિ. જૂનાગઢ)

અવસાન

  • ૨,જુલાઈ- ૧૯૧૯; મુંબાઈ

કુટુમ્બ

  • પિતા– સુંદરજી

શિક્ષણ

  • ગુજરાતી પાંચ ધોરણ સુધી

વ્યવસાય

  • મુંબાઈમાં લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં

એમના વિશે વિશેષ

  • વિધવાઓની કરૂણ સ્થિતિ વર્ણવતું પુસ્તક ‘ આર્યવિધવા’ પ્રકાશિત કરવા જૂના સનાતનીઓનો વિરોધ થવાના ભયે મુંબાઈ ગયા અને ત્યાં જ સ્થાયી થયા.
  • નોકરી સાથે ફુરસદના સમયે લેખનકાર્ય
  • સ્વ. જાદવજી મહારાજે શરૂ કરેલ સત્સંગ મંડળીમાં જતા અને તેમની પ્રેરણાથી નોકરી છોડી અને છાપાં અને સામાયિકોમાં  જીવન શુદ્ધિ અંગેના લેખનકાર્ય માટે જીવન સમર્પિત
  • કોલેરાથી અવસાન

પ્રદાન

  • સાદા સાત્વિક ધર્માચરણયુક્ત લેખન અને જીવન
  • તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાને બદલે પરિચિત ધર્મની ભૂમિકા લઇ જીવનશુદ્ધિ તરફ જનસમાજને લઇજવાનો આગ્રહ
  • અલ્પશિક્ષિતોને ધર્મવિષયક માહિતી પૂરી પાડવામાં નોંધપાત્ર પ્રદાન
રચનાઓ
  • અધ્યાત્મ – સ્વર્ગનું વિમાન, સ્વર્ગની કૂંચી, સ્વર્ગનો ખજાનો, સ્વર્ગની સીડી, સ્વર્ગની સુંદરીઓ, સ્વર્ગનાં રત્નો, સ્વર્ગની સડક, શ્રીમદ્‍ ભાગવતનો સંક્ષિપ્ત સાર
  • પ્રેરણાત્મક – મહાપુરૂષોનાં વચનો, પ્રેમ,  પ્રેમ અને પ્રેમ, દુઃખમાં દિલાસો
  • સમાજ સુધારણા – આર્ય વિધવા, અંત્યજ સ્તોત્ર
  • વાર્તા – નવ યુગની વાતો ભાગ -૧,૨
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪
  • ગુજરાતી સાહિત્યકોશ
  • કુમાર – સપ્ટેમ્બર, ૧૯૬૯ ( સાભાર – ડો. કનક રાવળ, શ્રી. રમેશ બાપાલાલ શાહ )

શારદાબહેન મહેતા, Shardabahen Mehta


નામ

શારદાબહેન સુમન્ત મહેતા

જન્મ

ઇ.સ. ૧૮૮૨

અવસાન

ઇ.સ. ૧૯૭૦

અભ્યાસ

  • બી.એ.
પ્રદાન
  • ગુજરાતના પ્રથમ સ્ત્રી સ્નાતકમાંના એક
  • આત્મકથા ક્ષેત્રે મહત્વનું પ્રદાન, તેમની આત્મકથા  ગુજરાતના લગભગ સાડાપાંચ દાયકાનાં સમાજ, રાજ્ય અને સ્ત્રીજાગૃતિ વિશેનાં વિગતપુર્ણ ચિત્રો આલેખાયા છે.
રચના
  • અનુવાદ – વિદ્યાગૌરી નીલકંઠ સાથે ‘સુધાહાસિની’ (ધ લેઇક ઑફ પામ્સનો અનુવાદ), દિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન
  • આત્મકથા – જીવનસંભાણા
  • જીવનચરિત્ર – ફ્લોરેન્સ નાઇટિંગલનું જીવનચરિત્ર
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

કાન્તિલાલ પંડ્યા,Kantilal Pandya


નામ

કાન્તિલાલ છગનલાલ પંડ્યા

 

જન્મ

૨૪ ઑગસ્ટ ૧૮૮૬ ; નડિયાદ

અવસાન

૧૪ ઓક્ટોબર ૧૯૫૮

અભ્યાસ

  • બી.એ., એમ.એ., પીએચ.ડી.
વ્યવસાય
  • સૅન્ટ જોન્સ કૉલેજ આગ્રામાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક
પ્રદાન
  • ગોવર્ધનરામ ત્રિપાઠીના ભાણેજ
  • ગુજરાતીમાં વિજ્ઞાનવિષયક માહિતી પૂરી પાડનાર
રચના
  • જીવનચરિત્ર – ગોવર્ધનરામનું જીવનચરિત્ર
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

%d bloggers like this: