ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વિનાયક મહેતા, Vinayak Maheta


નામ

વિનાયક નંદશંકર મહેતા

જન્મ

ઇ.સ ૧૮૮૩

અવસાન

ઇ.સ. ૧૯૪૦

વ્યવસાય

  • ઉચ્ચ સરકારી અધિકારી
પ્રદાન
  • પિતા નંદશંકર મહેતા ગુજરાતી ભાષાનાં સર્વપ્રથમ નવલકથા લેખક
  • સાહિત્ય, પુરાતત્વ, રાજ્યકારણ, સહકાર, અર્થશાસ્ત્ર આદિ વિષયો પર લેખન
રચના
  • જીવનચરિત્ર – ‘નંદશંકરનું જીવનચરિત્ર’ (પિતાનું વ્યક્તિચિત્ર)
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

ભોગીન્દ્ર દિવેટીયા, Bhogindra Divetia


નામ

ભોગીન્દ્ર ર. દીવેટીયા

જન્મ

ઇ.સ. ૧૮૭૫

અવસાન

ઇ.સ. ૧૯૧૭

પ્રદાન

  • સુધારક યુગ અને પંડિત યુગ દરમિયાન નવલકથાના લલિત સાહિત્યક્ષેત્રે અનેક મૌલીક અને અનુવાદિત રચનાઓ આપી.
  • બન્ધુસમાજના આશ્રયે સાહિત્ય પ્રવૃત્તિનો પ્રારંભ
  • સાહિત્ય દ્વારા સુધારાને મહત્ત્વ
  • વિક્ટર હ્યુગો, ટોલ્સટૉય અને ગોવર્ધનરામ જેવા સર્જકોમાંથી પ્રેરણા
  • એકી સાથે પાંચ પત્રોમાં સાહિત્યલેખન
  • સામાજિક નવલકથાના ક્ષેત્રે ઇશ્વર પેટલીકર અને રમણલાલ દેસાઇના પુરોગામી
રચનાઓ
  • કૃતિઓ – મૃદુલા, ઉષાકાન્ત, મોહિની, કૉલેજિયન, જ્યોત્સના, અજામિલ
  • અન્ય – ટોલ્સટૉયનું જીવનચરિત્ર, ઇન્ગલૅન્ડનો ઇતિહાસ
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  :  ગ્રંથ ૪

જયસુખલાલ મહેતા, Jaysukhlal Mehta


નામ

જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા

જન્મ

ઇ.સ. ૧૮૮૪

પ્રદાન

  • રમતિયાળ, સરળ અને સંસ્કારી શૈલીમાં ચિંતનની ફરફરવાળી કેટલીક રસાળ રચનાઓ
  • ‘શયદા’ સાથે ‘બે ઘડી મોજ’ સાપ્તાહિક કાઢેલું.
રચનાઓ
  • કૃતિઓ – પૂજારીને પગલે, જગતની ધર્મશાળામાં, જગતના અરણ્યમાં
  • સંગ્રહ – રસનાં ચટકાં, હાસ્યકુંજ (ઇબ્રાહિમ દાદાભાઇ પટેલ સાથે)
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

જદુરાય ખંધેડિયા, Jaduray Khandhedia


નામ

જદુરાય દુર્લભજી ખંડેડિયા

જન્મ

ઇ.સ. ૧૮૯૯

વ્યવસાય

વ્યાપારી

પ્રદાન

  • વ્યાયામ, સંગીત, કાયદો, નાણાશાસ્ત્ર વગેરે સાથે સંકળાયેલા
  • ‘ગુણસુંદરી’ માસિકના સહતંત્રી
  • બંડખોર અને જીવનની વિચિત્રતાનું આલેખન કરતાં હાસ્યલેખ
રચનાઓ
  • હાસ્યલેખસંગ્રહ – બુદ્ધિનું બજાર, દેવોને ખુલ્લો પત્ર, ૯ નવી વાતો, દોઢ ડાહપણનો સાગર, વિનોદશાસ્ત્ર
  • હાસ્યનાટક – ફૅન્સી-ફારસો
  • હાસ્યરસનાકાવ્યો – હ્રદયની રસધાર
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૪

હરિપ્રસાદ ભટ્ટ ‘મસ્તફકીર’, Hariprasad Bhatt


નામ

હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ

ઉપનામ

મસ્તફકીર

જન્મ

ઇ.સ. ૧૮૯૭ ; રાજકોટ

અવસાન

૧૦ નવેમ્બર ૧૯૫૫

અભ્યાસ

  • અમદાવાદ, ભાવનગર અને મુંબઇમાં પ્રાથમિક અને માધ્યમિક સુધી
  • મેટ્રીક સુધી

વ્યવસાય

  • ‘અખબારે સૌદાગર, ‘પ્રજામિત્ર પારસી’ અને હિન્દુસ્તાન લીમીટેડના વર્તમાનપત્રોમાં તંત્રી વિભાગમાં
પ્રદાન
  • સાહિત્ય અને કલાના ઉપાસક
  • સામાન્ય અને રોજબરોજના જીવનમાં રહેલાં હાસ્યરસપાર અંશોને વિનોદી રીતે થોડી અતિશયોક્તિ સાથે નિરૂપણ
  • મૌલિક કટાક્ષો
રચનાઓ
  • પુસ્તકો – મસ્તફકીરની મસ્તી, મસ્તફકીરનો હાસ્યભંડાર, હાસ્યવિલાસ, મુક્તહાસ્ય
સંદર્ભ

છોટાલાલ જાગીરદાર,Chhotalal Jagirdar


નામ

છોટાલાલ જાગીરદાર

જન્મ

ઇ.સ. ૧૮૮૬

અવસાન

ઇ.સ. ૧૯૩૪

વ્યવસાય

વ્યાપારી

પ્રદાન

  • હાસ્યરસના કુશળ લેખક
  • ‘વીસમી સદી; સામાયિકમાં અનેક વિનોદાત્મક લેખો
રચનાઓ
  • લેખો – ઊંધિયું, ફઇબાકાકી, સબરસિયું
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪
વધુ વાંચો

અતિસુખશંકર ત્રિવેદી


નામ

અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી

જન્મ

ઇ.સ. ૧૮૮૫

અવસાન

ઇ.સ. ૧૯૬૩

વ્યવસાય

  • તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક
જીવનઝરમર
  • પિતા ગુજરાતના અગ્રણ્ય કેળવ્ણીકાર, વ્યાકરણશાસ્ત્રી અને પંડિત
  • નિબંધલેખનમાં સર્જકતા, ઊર્મિ અને વિનોદ તત્ત્વનો પ્રવેશ કરનાર
  • માનવીની લાગણી અને વ્યવહાર બન્નેને સ્પર્શે એવાં વિષયોનું  ગંભીર અને હળવી રીતે નિરૂપણ
  • બુદ્ધિપ્રકાશ અને વસંત સામાયિકોમાં વિવિધ લેખો
રચના
  • અનુવાદ – યુરોપના સુધારાનો ઇતિહાસ (લે, ગીઝો), નીતિશાસ્ત્ર (લે. રૅશડોલ)
  • સંપાદન – ત્રિવેદી વાચનમાળા, પાઠ્ય બૃહદ વ્યાકરણ
  • વિવેચન – કાવ્યસાહિત્યમીમાંસા

સંદર્ભ

  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

પ્રાણજીવન પાઠક


નામ

પ્રાણજીવન વિશ્વનાથ પાઠક

જન્મ

૨૨ ઑગસ્ટ ૧૮૯૮ ; ખંભાળીયા

અવસાન

ઇ.સ. ૧૯૭૫

અભ્યાસ

  • મેટ્રીક
  • બી.એ.; ફગ્યુસન કૉલેજ – પુણે
રચના
  • નાટક – અનંતા, હિમકાનત, અનુપમ અને ગૌરી, રુદ્ર અને રંજના, દીપક, વિમળ અને જ્યોતિ
  • અનુવાદ – ઢીંગલી (ઇબ્સનના નાટક ડૉલ્સ હાઉસ), પ્લેટોનું આદર્શ નગર
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૪

પ્રીતમલાલ કવિ, Pritamlal Kavi


નામ

પ્રીતમલાલ લક્ષ્મિશંકર જોશી

જન્મ

૨૧ મે ૧૯૩૧ ; ભૂજ-કચ્છ

વ્યવસાય

  • શિક્ષક, સમાજશિક્ષણ અધિકારી, જિલ્લા માહિતી અધિકારી
રચનાઓ
  • નવલકથા – કંથકોટેશ્વર, પડ પાસા પોબારા (ભાગ ૧ અને ૨), સોનલરાણી (ભાગ ૧ અને ૨), પારેવાં મોતી ચૂગે, સિંદૂરના સૂરજ, પાષાણશય્યા, હિરણ્યરેણુ, પ્રવરસેતુ, અડાબીડ અંધારાં, મૃગજળ, નાજુક સવારી.
  • કાવ્યસંગ્રહ – નિશિગંધા
  • ગીતસંગ્રહ – વૈજયંતિ
  • વાર્તાસંગ્રહ – મારી શ્રેષ્ઠ વાર્તાઓ
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

પ્રાણલાલ વ્યાસ,Pranlal Vyas


રૂડીને રંગીલી, વ્હાલા, તારી  વાંસળી  રે  લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો,

સાંભળો  ઃ  ઃ

નામ

પ્રાણલાલ વ્યાસ

જન્મ

ઇ.સ. ૧૯૪૦

અવસાન

૧ ઑગસ્ટ ૨૦૧૧ ; જૂનાગઢ

પ્રદાન

  • પ્રખ્યાત લોકગાયક, ભજનીક
  • ૩૭ જેટલી ફિલ્મોમાં કંઠ આપ્યો, તેમાંથી ૨૬ જેટલી ફિલ્મોનો એવોર્ડ મળ્યા છે.
સન્માન
  • ગુજરાત ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ
ફિલ્મો
  • શેઠ સગળશા, ગંગાસતી, ગોરા કુંભાર વગેરે
વધુ વાંચો
%d bloggers like this: